AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Results: ગોવામાં ભાજપની સફળતા પાછળનું કારણ શું છે? દેવેન્દ્ર ફડણવીસે લીધા બે નામ, શું હતો જીતનો ગેમ પ્લાન?

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'ઘણા લોકોને એવું લાગ્યું હતું કે, ગોવામાં સત્તા વિરોધી પરિબળ કામ કરશે, ભાજપને આંચકો લાગશે. પરંતુ આવું ન થયું. ગોવામાં ભાજપને મોટી સફળતા મળી છે. પીએમ નરેન્દ્ર મોદીએ દેશની જનતામાં જે વિશ્વાસ જગાડ્યો છે આ તેનું પરિણામ છે.

Assembly Election Results: ગોવામાં ભાજપની સફળતા પાછળનું કારણ શું છે? દેવેન્દ્ર ફડણવીસે લીધા બે નામ, શું હતો જીતનો ગેમ પ્લાન?
Devendra Fadnavis's reaction on BJP's victory in Goa
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 7:53 PM
Share

દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના (Asembly Election Results) પરિણામો હવે લગભગ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયા છે. ગોવા વિધાનસભા ચૂંટણીની (Goa Assembly Result) મતગણતરી શરૂ થતાં જ એવું માનવામાં આવી રહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આકરો મુકાબલો થશે. પરંતુ આવું ન થયું. ભાજપ કોંગ્રેસ કરતા ઘણી આગળ નીકળી ગઈ છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ 14 માર્ચે ગોવામાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદના શપથ લેવામાં આવી શકે છે. ત્રણ અપક્ષ ઉમેદવારોએ ભાજપને સમર્થન આપ્યું હોવાના અહેવાલ છે.

હાલ 40માંથી 20 સીટો પર ભાજપ અને 11 સીટો પર કોંગ્રેસ આગળ છે. અહીં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પણ 3 સીટો પર આગળ છે. પંજાબમાં ઐતિહાસિક જીત મેળવી રહેલી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) પણ અહીં 2 સીટો પર લીડ ધરાવે છે. આ આંકડાઓ અને વલણો પર ગોવામાં ભાજપના ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ગોવામાં જીતનો શ્રેય દેવેન્દ્ર ફડણવીસે બે લોકોને આપ્યો છે. એક નામ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનું છે અને બીજું નામ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઘણા લોકોને લાગ્યું કે ગોવામાં સત્તા વિરોધી પરિબળ કામ કરશે, ભાજપને આંચકો લાગશે. પરંતુ આવું ન થયું. ગોવામાં ભાજપને મોટી સફળતા મળી છે. પીએમ નરેન્દ્ર મોદીએ દેશની જનતામાં જે વિશ્વાસ જગાવ્યો છે તેનું પરિણામ છે. આ સાથે પ્રમોદ સાવંતે જે રીતે ગોવામાં ડબલ એન્જિનની સરકાર ચલાવી, તેનાથી જનતાનો વિશ્વાસ વધુ વધ્યો તો આ જીતનો શ્રેય પીએમ મોદી અને સીએમ પ્રમોદ સાવંતને જાય છે.

આ હતો ભાજપનો ગેમ પ્લાન, તેના કારણે કોંગ્રેસ પડી ગઈ

ગોવામાં ભાજપે દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણી પ્રભારી બનાવ્યા હતા. ગોવામાં જીત માટે ગેમ પ્લાન તૈયાર કરવામાં ફડણવીસે મહત્વની ભૂમિકા ભજવી હતી, તે ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ થાય છે. ગોવામાં ગત વખતે ભાજપ બહુમતીથી થોડુ દુર હતું. આ વખતે બહુમતી મળતી જણાય છે.

આજે રાજ્યપાલ સાથે મુલાકાત, સરકાર રચવા પર થશે વાત

હાલમાં દેખાઈ રહેલા ચૂંટણી પરિણામોના ચિત્ર મુજબ ભાજપ 20 સીટો પર આગળ છે. કોંગ્રેસ 11 સીટો પર આગળ છે. તૃણમૂલ કોંગ્રેસ અને તેમના સાથી પક્ષોને 3 સીટો મળતી જોવા મળી રહી છે અને આમ આદમી પાર્ટીને પણ 2 સીટો પર સફળતા મળી છે. આવી સ્થિતિમાં ગોવામાં સત્તા સ્થાપિત કરવા માટે ખરાખરીનો જંગ શરૂ થઈ રહ્યો છે. વર્તમાન મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ટુંક સમયમાં જ રાજ્યપાલને મળવા જઈ રહ્યા છે અને ભાજપ તરફથી સરકાર રચવાનો દાવો કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો :  Assembly Election Results 2022: પંજાબ-યુપી અને ગોવાને લઈને શરદ પવારે આપ્યુ નિવેદન, ઉતાર-ચઢાવ એ ચૂંટણીની રાજનીતિનો ભાગ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">