AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Election Results 2022: 5 રાજ્યોમાં પ્રથમ સીટ પર પરિણામ આવ્યું, ભાજપના ઉમેદવાર અશ્વિની શર્મા પંજાબના પઠાણકોટથી જીત્યા

Punjab Pathankot Seat Election Results 2022:પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પઠાણકોટ સીટનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.

Punjab Election Results 2022: 5 રાજ્યોમાં પ્રથમ સીટ પર પરિણામ આવ્યું, ભાજપના ઉમેદવાર અશ્વિની શર્મા પંજાબના પઠાણકોટથી જીત્યા
ભાજપના ઉમેદવાર અશ્વિની શર્મા પંજાબના પઠાણકોટથી જીત્યા Image Credit source: Twitter Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 12:55 PM
Share

Punjab Election Results 2022: પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો (Punjab Assembly Election Results 2022) આજે જાહેર થઈ રહ્યા છે. પઠાણકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અશ્વની શર્માએ જીત મેળવી છે. પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું.પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. ચૂંટણી પંચના આંકડા મુજબ અશ્વિની શર્માને 42787 વોટ મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અમિત વિજ 35159 મતો સાથે બીજા ક્રમે છે. જ્યારે આમ આદમી પાર્ટીના વિભૂતિ શર્મા 31149 મતો સાથે ત્રીજા સ્થાને છે.

આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં આ બેઠક પર રેકોર્ડ 73.82 ટકા લોકોએ મતદાન કર્યું છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ઉમેદવાર અમિત વિજે જીતી હતી. પઠાણકોટ સીટ પંજાબના પઠાણકોટ જિલ્લા અને માઝા ક્ષેત્રમાં આવે છે. તે ગુરદાસપુર લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે. સીમાંકન આયોગના 2008ના અહેવાલ મુજબ, આ મતવિસ્તારમાં અનુસૂચિત જાતિની વસ્તી લગભગ 19.95 ટકા છે. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ, જિલ્લાનું અંદાજિત સાક્ષરતા સ્તર 79.95 ટકા છે. આ વર્ષની ચૂંટણીમાં કુલ લાયક મતદારોની સંખ્યા 152519 હતી. જેમાં 73,081 પુરૂષો, 79,433 મહિલાઓ અને 5 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. લિંગ ગુણોત્તરની વાત કરીએ તો 1000 પુરૂષ મતદારોએ 1087 મહિલા મતદારો છે.

અગાઉ મતદારોની સંખ્યા કેટલી હતી

અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 1,45,604 લાયક મતદારો હતા. જેમાં 76,217 પુરૂષ અને 69,383 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે 4 થર્ડ જેન્ડરના મતદારો પણ આમાં સામેલ છે. 2012ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કુલ 1,30,391 લાયક મતદારો હતા. જેમાં 68,013 પુરૂષ અને 62,378 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

AAPની સરકાર બની શકે છે

2017 પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન, કોંગ્રેસના અમિત વિજે અશ્વિની કુમારને 11,170 મતોના માર્જિનથી હરાવ્યા હતા. પંજાબની વાત કરીએ તો અહીં 20 ફેબ્રુઆરીએ 117 સીટો પર મતદાન થયું હતું. જેનું આજે પરિણામ જાહેર થશે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે. અહીં કોંગ્રેસ બીજા સ્થાને અને શિરોમણી અકાલી દળ ત્રીજા સ્થાને છે. જ્યારે ભાજપ અને અન્ય પક્ષો ખરાબ રીતે હારતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Bday Gift :સુશાંત સિંહ રાજપૂતને અમેરિકાની ભેટ, સુપરસ્ટારના જન્મદિવસને ‘સુશાંત મૂન ડે’ તરીકે ઉજવવામાં આવશે

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">