Punjab Election Results 2022: પંજાબમાં ઝાડુ ફરતાની સાથે જ ‘AAP’ થઈ ગઈ ઈમોશનલ, શેયર કર્યો આ વીડિયો, લોકોએ કહ્યું- ‘ઓવર રિએક્ટિંગ’

આમ આદમી પાર્ટી દ્વારા શેયર કરવામાં આવેલો વીડિયો શાહરૂખ ખાનની ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'નો છે. ફિલ્મનો આ સીન તે સમયનો છે, જ્યારે ટીમ ઈન્ડિયા (મહિલા) હોકી વર્લ્ડ કપ જીતી હતી.

Punjab Election Results 2022: પંજાબમાં ઝાડુ ફરતાની સાથે જ 'AAP' થઈ ગઈ ઈમોશનલ, શેયર કર્યો આ વીડિયો, લોકોએ કહ્યું- 'ઓવર રિએક્ટિંગ'
punjab election results 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 4:00 PM

ક્યારેક વધારે પડતી ખુશી તમને રડાવી દે છે. હાલમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ પણ આવી જ છે. વાસ્તવમાં પંજાબમાં આપ (AAP)ની સરકાર બની રહી છે. ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટીને બમ્પર બહુમતી મળી છે. બપોરે 2 વાગ્યા સુધી આપ 91 સીટો પર આગળ છે. કોંગ્રેસ 17 અને અકાલી દળ 6 સીટો પર આગળ છે. પંજાબમાં આ સ્પષ્ટ બહુમતીથી આમ આદમી પાર્ટી ગદગદ થઈ ગઈ છે.

(Punjab Election Results) AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભગવંત માન સાથેની તસવીર શેયર કરીને ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, પંજાબના લોકોને આ ક્રાંતિ માટે ખૂબ ખૂબ અભિનંદન. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) કાર્યકરો પણ પંજાબમાં ‘વિજય’ પર ઉજવણી કરતા જોવા મળે છે. આ ખુશીના અવસર પર AAPએ પોતાના ટ્વિટર પર એક ઈમોશનલ વીડિયો પણ શેયર કર્યો છે અને લખ્યું છે કે AAP પરિવાર પણ આવું જ અનુભવી રહ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જૂઓ વીડિયો….

વાસ્તવમાં આમ આદમી પાર્ટી દ્વારા શેયર કરવામાં આવેલો વીડિયો શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’નો છે. ફિલ્મમાં આ દ્રશ્ય તે સમયનું છે જ્યારે ટીમ ઈન્ડિયા (મહિલા) હોકી વર્લ્ડ કપ જીતે છે અને શાહરૂખ ખાન જે ટીમ ઈન્ડિયાનો કોચ બને છે. આ ખુશીના પ્રસંગે ભાવુક થઈ જાય છે. તેની આંખો ચમકી ઉઠે છે. હવે આમ આદમી પાર્ટી દ્વારા આ વીડિયો શેયર કરવાનો મતલબ એ છે કે પંજાબમાં તેની ‘જીત’ પર પાર્ટી પણ થોડી ભાવુક થઈ ગઈ છે.

માત્ર 16 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 37 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 3600થી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે તેને ઓવર રિએક્ટિંગ ગણાવ્યું છે, જ્યારે બીજા યુઝરે મીમ શેયર કરીને લખ્યું છે કે દિલ્હીના લોકો હવે એકલા નથી, જેને લોકો ‘ફ્રી પીપલ’ કહેશે.

વીડિયો જોયા બાદ અને પંજાબમાં AAPની બહુમતી જોયા બાદ એક યુઝરે લખ્યું છે કે, આ ખરેખર ઈમોશનલ ક્ષણ છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘ધીમે ધીમે પરંતુ ધીરે ધીરે આમ આદમી પાર્ટી દેશની પાર્ટી બની જશે. થોડા વર્ષોમાં કારણ કે તે પ્રામાણિક લોકોની પાર્ટી છે.

આ પણ વાંચો: Punjab Election Results 2022 : પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલાથી હાર્યા, AAP 90 સીટો પર આગળ 

આ પણ વાંચો: Assembly Election 2022: ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું ‘Bulldozer Is Back’, યુઝર્સે કર્યા હજારો ટ્વિટ્સ

g clip-path="url(#clip0_868_265)">