બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને ન મળી સહાનુભૂતિ, બાંદ્રા પૂર્વ વિધાનસભા બેઠક પર થઇ હાર

|

Nov 23, 2024 | 6:53 PM

મહારાષ્ટ્રના વિધાનસભાની બાંદ્રા પૂર્વ બેઠક પર NCPના ઝીશાન સિદ્દીકી સામે શિવેસના - UBTના ઉમેદવાર વરુણ સરદેસાઈ મેદાનમાં ઉતર્યા હતા. બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને લોકોની સહાનુભૂતિ મળી શકી નથી. તેઓ શિવસેના-UBTના નેતા વરુણ સતીશ સરદેસાઈ સામે વાંદ્રે પૂર્વ બેઠક હારી ગયા છે. જીશાન સિદ્દીકીની બેઠક પરથી 11365 મતથી હાર થઇ છે.

બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને ન મળી સહાનુભૂતિ, બાંદ્રા પૂર્વ વિધાનસભા બેઠક પર થઇ હાર
zeeshan siddique

Follow us on

મહારાષ્ટ્રના વિધાનસભાની બાંદ્રા પૂર્વ બેઠક પર NCPના ઝીશાન સિદ્દીકી સામે શિવેસના – UBTના ઉમેદવાર વરુણ સરદેસાઈ મેદાનમાં ઉતર્યા હતા. બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીને લોકોની સહાનુભૂતિ મળી શકી નથી. તેઓ શિવસેના-UBTના નેતા વરુણ સતીશ સરદેસાઈ સામે  બાંદરા  પૂર્વ બેઠક પરથી  હારી ગયા છે. જીશાન સિદ્દીકીની 11365 મતોથી હાર થઇ છે.

ઝીશાન સિદ્દીકીએ કોંગ્રેસની ટિકિટ પર 2019ની ચૂંટણીમાં બાંદ્રા પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત્યા બાદ તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ઝીશાન સિદ્દીકીએ શિવસેનાના તત્કાલીન ઉમેદવાર વિશ્વનાથ મહાડેશ્વરને 5,790 મતોથી હરાવ્યા હતા. પિતા બાબા સિદ્દીકીની હત્યા બાદ તેને લોકોની સહાનુભૂતિ મળે અને તે ફરી એકવાર જીતનો ઝંડો લહેરાવે તેવી શક્યતા જોવાઈ રહી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 પહેલા, ઝીશાન સિદ્દીકીએ કોંગ્રેસ છોડી દીધી અને ભાજપના નેતૃત્વમાં મહાગઠબંધનમાં NCPના અજિત પવાર જૂથમાં જોડાયા. અજિત પવાર જૂથની એનસીપીએ બાંદ્રા પૂર્વ બેઠક પરથી ઝીશાન સિદ્દીકીને ઉમેદવાર બનાવ્યો હતો. તેઓ યુવાનો અને મુસ્લિમ સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય છે. તે સ્થાનિક મુદ્દાઓને ઉઠાવવા અને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા માટે હેડલાઇન્સમાં રહે છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

વરુણ સરદેસાઈ ઠાકરેના ભત્રીજા છે

બીજી તરફ મહાવિકાસ આઘાડીની મુખ્ય પાર્ટી ઉદ્ધવ ઠાકરેની UBTએ આ બેઠક પરથી વરુણ સરદેસાઈને મેદાનમાં ઉતાર્યા છે. વરુણ સરદેસાઈ ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા છે. તેમને પાર્ટીની પરંપરાગત વોટ બેંકમાં વિશ્વાસ છે. આ ઉપરાંત તેમને મહાગઠબંધનનું સમર્થન પણ મળ્યું છે. જો કે ઝીશાન સિદ્દીકીને હરાવવો તેના માટે પડકાર હશે.

Next Article