રાજકોટ લોકસભા સીટ

રાજકોટ લોકસભા સીટ

જેને સૌરાષ્ટ્રનું પાટનગર કહેવામાં આવે છે. 7 વિધાનસભાને આવરી લેતી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને આ વખતે મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટના રાજકારણની અસર સૌરાષ્ટ્રભરમાં પણ પડે છે, લોકસભાની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી ભાજપને જનતા અહીં સતત આશીર્વાદ આપી રહી છે. રાજકોટ બેઠકમાં 10,85,577 પુરુષ મતદારો છે, જ્યારે 10,10,754 સ્ત્રી મતદાર છે, અન્ય મતદાર 35, કુલ 20,96,366 મતદાર છે. રાજકોટનું જ્ઞાતિવાદી સમીકરણમાં કોળી- 15 ટકા, પાટીદાર- 25 ટકા, માલધારી- 10 ટકા, મુસ્લિમ- 10 ટકા, ક્ષત્રિય- 8 ટકા, દલિત- 8 ટકા, બ્રાહ્મણ- 7 ટકા, લોહાણા- 6 ટકા છે. વર્ષ 2019ના પરિણામ પર હવે એક નજર કરીએ તો ભાજપના સાંસદ મોહન કુંડારીયા આ બેઠક પરથી 3 લાખ 68 હજાર 407 મતની લીડ સાથે વિજય થયા હતા.

ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Kundaria Mohanbhai Kalyanjibhai બીજેપી જીત 758645 63.47
Kagathara Lalitbhai કોંગ્રેસ હારી ગયા 390238 32.65
Nota NOTA હારી ગયા 18318 1.53
Vijay Parmar BSP હારી ગયા 15388 1.29
Rakesh Patel નિર્દલીય હારી ગયા 4243 0.35
Dengada Pravinbhai Meghjibhai નિર્દલીય હારી ગયા 2166 0.18
Jaspalsinh Mahaveersinh Tomar નિર્દલીય હારી ગયા 1596 0.13
Amardas B Desani નિર્દલીય હારી ગયા 1392 0.12
Chitroda Nathalal (Chitroda Sir) નિર્દલીય હારી ગયા 1169 0.10
Chauhan Manojbhai Pravinbhai નિર્દલીય હારી ગયા 1146 0.10
J B Chauhan નિર્દલીય હારી ગયા 970 0.08

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા

અમદાવાદના નરોડામાં અમિત શાહે ચૂંટણી સભા સંબોધી હતી અને ભાજપના અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ માટે પ્રચાર કર્યો. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસની સરકારો પર નિશાન સાધ્યુ કે કોંગ્રેસની સરકારમાં માત્ર પશ્ચિમનો વિકાસ થતો આજે પૂર્વ અને પશ્ચિમ બંનેનો વિકાસ થાય છે.

મુસ્લિમોને અનામત આપવા મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

તેલંગાણાના ઝહીરાબાદમાં એક જાહેર રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેને અન્ય ધર્મોની પરવા નથી. તેમણે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો પર મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવા અને વંચિત જાતિઓની અનામત ઘટાડવાનો આરોપ લગાવ્યો.

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ

કોંગ્રેસના નેતાએ tv9 સાથેની વાતચીતમાં ગુજરાતની મોટાભાગની બેઠકો જીતવાનો દાવો કર્યો તો બીજી તરફ ભાજપના 400 પારના નારા અંગે તેમણે આક્ષેપ કર્યો કે ભાજપને બંધારણ બદલવુ છે એટલે 400 બેઠતો જીતવી છે.

હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં વિશાળ સભા યોજનાર છે. સભાના આયોજન માટે તૈયારીઓ તડામાર ચાલી રહી છે. લગભગ 50 હેક્ટર વિસ્તારમાં સભા મંડપ સહિતનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ એક લાખ કરતા વધારે લોકો સભામાં ઉપસ્થિત રહે એ રીતે તૈયારીઓ કરવામાં આવી છે.

અરવલ્લીઃ કોંગ્રેસને મોટો ફટકો, બાયડ-ધનસુરાના 200 આગેવાન ભાજપમાં જોડાયા

મોડાસા શહેરમાં યોજવામાં આવેલા સહકાર સંમેલન દરમિયાન કોંગ્રેસને રામ રામ કરીને ધનસુરા અને બાયડના 200 જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ મનહરસિંહ કારોલી સહિત જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, સરપંચ, પૂર્વ ડેલિગેટો સહિતના આગેવાનોએ સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્મા અને ઉમેદવાર શોભનાબેન બારૈયાના હસ્તે ખેસ ધારણ કર્યો હતો.

અમિત શાહે પોતાના ફેક વીડિયો મુદ્દે કહ્યું, કોંગ્રેસ..

અનામતને લઈને ગૃહમંત્રી અમિત શાહનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલામાં ઘણા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હવે આ મામલે અમિત શાહે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ચૂંટણી રણમાં ઉતરશે. ગુજરાતના સ્થાપના દિવસથી જ પીએમ મોદી 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. વડાપ્રધાન મોદી 1 અને 2 મેના રોજ બે દિવસમાં જ 6 જાહેર સભાઓ ગજવશે. 1 મેના રોજ પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં જંગી જાહેર સભા યોજશે.

રમજૂભાનો સંદેશ-PMની સભા, રેલી, સંમેલનમાં વિરોધ કરવાથી દૂર રહેવું

Gujarat Live Updates : આજે 30 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video

રાજા-મહારાજાઓ પર ટિપ્પણી વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે હવે ચૂંટણીના રણમાં સરદાર પટેલને પણ લાવવામા આવ્યા છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ સરદારના નકલી વારસદાર ગણાવ્યા અને પોતાને સરદારના અસલ વારસદાર કહ્યા હતા

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

રાહુલ ગાંધી મુદ્દે રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપી છે. કેસરીદેવસિંગે રાહુલ ગાંધીના રાજામહારાજાઓ વિશેના નિવેદનને આકરા શબ્દોમાં વખોડ્યુ છે. રાહુલ ગાંધી દેશનો ઈતિહાસ નથી જાણતી આથી આવુ બોલે છે તેમ કેસરીદેવસિંહે જણાવ્યુ હતુ.

Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule

Election News 2024

g clip-path="url(#clip0_868_265)">