One Nation, One Electionથી કોને ફાયદો થશે ? જાણો કયા દેશોમાં આ મોડલ લાગુ છે

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.

One Nation, One Electionથી કોને ફાયદો થશે ? જાણો કયા દેશોમાં આ મોડલ લાગુ છે
Follow Us:
| Updated on: Sep 18, 2024 | 4:04 PM

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કરી લીધા છે. અને આ સાથે મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો આજે આપણે એ વિશે વાત કરીશું કે, આ વન નેશન વન-ઈલેક્શન શું છે અને તેનાથી શું ફાયદો થશે.એક દેશ એક ચૂંટણીનું સૌથી મોટો ફાયદો એ છે કે, ચૂંટણીનો ખર્ચ ઘટી જશે.

વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો

વન નેશન વન ઈલેકશનનો સૌથી મોટો ફાયદો એ છે કે, ચૂંટણીનો ખર્ચો ઓછો થશે. અલગ અલગ ચૂંટણી કરવાથી દર વખતે મોટાપાયે ખર્ચો થાય છે. વારંમવાર ચૂંટણી યોજાવાથી પ્રશાસન અને સુરક્ષા દળો પર બોજ રહે છે. કારણ કે, તેમણે દર વખતે ચૂંટણીમાં ડ્યુટી કરવી પડે છે. ચૂંટણી પૂરી થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. તે વારંવાર ચૂંટણી મોડમાં નહીં જાય અને વિકાસના કામો પર ધ્યાન આપી શકશે.

વન નેશન વન ઈલેક્શનથી મતદારોની સંખ્યા પણ વધશે કારણ કે,તેમને એવું નહીં લાગે કે ચૂંટણી આવતી રહે છે. તેઓ તેમના ઘરની બહાર આવીને તેમના પ્રતિનિધિઓને ચૂંટવામાં રસ દાખવશે.

Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ
ઘરમાં એક સાથે 2 મની પ્લાન્ટ ઉગાડી શકાય ?
આજનું રાશિફળ તારીખ : 21-11-2024
મુકેશ અંબાણીએ 15 રૂપિયાના પ્લાન સાથે લોન્ચ કર્યું JioStar, જાણો
ઉદ્ધવ, ફડણવીસ, અજિત પવાર કે શિંદે... ચાર નેતાઓમાં કોણ ઉંમરમાં સૌથી મોટા છે?
પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં કેટલો સમય લાગે ?

આઝાદી પછી એક સાથે ચૂંટણીઓ થતી હતી

આઝાદી પછી વર્ષ 1950માં દેશ પ્રજાસત્તાક બન્યો. તો 1951 અને 1951 વચ્ચે ચૂંટણી પાંચ વર્ષ થતી હતી. ત્યારે લોકસભાની સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ થતી હતી. વર્ષ 1952,1957,1962 અને 1967માં એક સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવતું હતુ. ત્યારબાદ કેટલાક રાજ્યોનું પુનર્ગઠન થયું અને કેટલાક નવા રાજ્ય બનાવવામાં આવ્યા. આ કારણે અલગ અલગ સમય પર ચૂંટણી થવા લાગી.

વિદેશમાં પણ થાય છે એક ચૂંટણી

જ્યાં સુધી અન્ય દેશોની વાત કરવામાં આવે તો વિદેશમાં પણ વન નેશન વન ઈલેક્શનની વ્યવસ્થા છે. જેમાં અમેરિકા ફ્રાન્સ, સ્વીડન, કેનેડા પણ સામેલ છે. અમેરિકામાં દર 4 વર્ષે એક નિશ્ચિત તારીખે રાષ્ટ્રપતિ, કોંગ્રેસ અને સેનેટની ચૂંટણી યોજાય છે.

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
g clip-path="url(#clip0_868_265)">