દેશના રાજનીતિક દળો (લોકસભા ચૂંટણી પરિણામ 2024 Party Wise Vote Counting)
આઝાદી બાદ 1951-52માં દેશમાં પહેલી લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય દળોની સંખ્યા 14 હતી. પરંતુ અત્યારે 2024ની ચૂંટણીમાં રાષ્ટ્રીય દળોની સંખ્યા ઘટીને 6 જ રહી ગઈ છે. જેમા કોંગ્રેસ અને સીપીઆઈ એ બે જ માત્ર એવી પાર્ટી છે જે આજે પણ રાષ્ટ્રીય પાર્ટી તરીકે મેદાનમાં ટકેલી છે. આ બંને દળોએ અત્યાર સુધીમાં થયેલી દરેક લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો છે.
દેશમાં 2024ની લોકસભા ચૂંટણી સમયે6 રાજનીતિક દળોને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસિલ થયો છે. આ દળો ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ (INC), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPIM), બહુજન સમાજ પાર્ટી (BSP), નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને આમ આદમી પાર્ટી (AAP)નો સમાવેશ થાય છે. જેમા BSPને બાદ કરતા તમામ દળો કોઈને કોઈ ગઠબંધનનો હિસ્સો છે. વર્ષ 2023માં AAP રાષ્ટ્રીય પાર્ટી બની છે.
રાજનીતિક દળોને રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરીય પાર્ટીનો દરજ્જો દેવા માટે ચૂંટણી પંચના નિયમ 1968નું પાલન કરવામાં આવે છે. જે અનુસાર કોઈપણ દળને રાષ્ટ્રીય દળનો દરજ્જો આપવા માટે 4 કે તેથી વધુ રાજ્યોમાં લોકસભા કે વિધાનસભા ચૂંટણી લડવાની હોય છે. સાથે જ એ ચૂંટણીમાં તે દળે ઓછામાં ઓછા 6 ટકા વોટ મેળવવા જરૂરી છે.
એટલુ જ નહીં એ દળના ઓછામાં ઓછા 4 ઉમેદવારો કોઈ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશથી સાંસદ ચૂંટાયેલા હોવા જોઈએ. અથવા તો પાર્ટીને ઓછામાં ઓછા રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીનો દરજ્જો મળ્યો હોવો જોઈએ. આ પણ ન હોય તો પાર્ટીએ લોકસભાની કુલ સીટો પૈકી ઓછામાં ઓછી બે ટકા સીટ જીતવી પડે. સાથે જ ઉમેદવારોને ત્રણ રાજ્યોમાં જીત મળી હોવી જોઈએ.
Party Name | Party Logo | Party President | Party Establishment Year |
---|---|---|---|
Bharatiya Janata Party | જે પી નડ્ડા | એપ્રિલ 1980 | |
Indian National Congress | મલ્લિકાર્જુન ખડગે | ડિસેમ્બર 1885 | |
Aam Aadmi Party | અરવિંદ કેજરીવાલ | નવેમ્બર 2012 |