પોરબંદર લોકસભા સીટ

પોરબંદર લોકસભા સીટ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એવી પોરબંદર લોકસભા 1977માં અસ્તિત્વમાં આવી હતી. લોકસભા ચૂંટણી 2024 માટે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ નવા ઉમેદવાર તરીકે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ લોકસભામાં કુલ 17.50 લાખ મતદારો છે. જેમાં 9 લાખથી વધુ પુરૂષ અને 8 લાખ મહિલા મતદારો છે. અગાઉના 2 ટર્મની વાત કરીએ તો, 2014ની સામાન્ય ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયાએ 2,67,971 મતોથી નેશનલ કોંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને હરાવ્યા હતા. 2019માં અહીંથી ભાજપ તરફથી રમેશ ધડુક અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા ઉમેદવાર હતા. જેમાં રમેશ ધડુક 2 લાખથી વધુ મતોથી જીતીને સાંસદ બન્યા હતા.

ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Rameshbhai Lavjibhai Dhaduk બીજેપી જીત 563881 59.36
Lalit Vasoya કોંગ્રેસ હારી ગયા 334058 35.17
Samatbhai Govabhai Kadavala BSP હારી ગયા 10092 1.06
Vimalbhai Ratilal Ramani નિર્દલીય હારી ગયા 8653 0.91
Nota NOTA હારી ગયા 7840 0.83
Ashok Nanji Sondarva નિર્દલીય હારી ગયા 7457 0.78
Rabari Dasabhai Karabhai નિર્દલીય હારી ગયા 3929 0.41
Reshma Patel નિર્દલીય હારી ગયા 3716 0.39
Riyaz Osman Suriya Alias Lalo Murghivala નિર્દલીય હારી ગયા 1983 0.21
Bhargav Sureshchandra Joshi GJPP હારી ગયા 1524 0.16
Rathod Dayabhai Hirabhai નિર્દલીય હારી ગયા 1350 0.14
Rank Jigneshbhai Govindbhai નિર્દલીય હારી ગયા 1218 0.13
Bhanubhai Nagabhai Odedra નિર્દલીય હારી ગયા 815 0.09
Atroliya Karabhai Gaganbhai નિર્દલીય હારી ગયા 780 0.08
Vakil Vinzuda Ranjitbhai Naranbhai BMHP હારી ગયા 713 0.08
Kirtikumar Bavanjibhai Marvania નિર્દલીય હારી ગયા 685 0.07
Alpeshkumar V Vadoliya(1008) નિર્દલીય હારી ગયા 648 0.07
Unadkat Prakashbhai Vallabhdas નિર્દલીય હારી ગયા 605 0.06

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાવનગરમાં ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ હોબાળો કર્યો છે. મહુવા- જેસર હાઈવે પર ભાજપના કાર્યલયના ઉદ્ધાટન સમયે 100થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો પહોંચીને હોબાળો કર્યો હતો.

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો ઉપર પણ એક જ દિવસે મતદાન હાથ ધરાશે. આ દિવસે, ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાવાની સંભાવના છે. ગુજરાતમાં હાલમાં ગરમીનુ પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

ગુજરાત એટીએસને વડાપ્રધાનની સભાસ્થળની સુરક્ષાની જવાબદારી સોંપાઈ છે. આજથી 2 દિવસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભા ગજાવશે. ત્યારે ATSના શિરે વડાપ્રધાનની જામનગરની સભાની સુરક્ષાની જવાબદારી આપી છે.

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

બનાસકાંઠાના ગામોમાં વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષે ઈનામની જાહેરાત કરી છે. થરાદના 11 ગામો વચ્ચે મતદાન હરિફાઈ કરવા શંકર ચૌધરીએ અપીલ કરી છે. વધુ મતદાનમાં એકથી સાત નંબરે આવનાર ગામને ઈનામ અપાશે.

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ત્રીજા તબક્કાના મતદાન માટે આજે PM મોદી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે.વડાપ્રધાન મોદી ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા ગજવશે.

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાજપના મુકેશ દલાલની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.

સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો

નવસારી :ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી ઉમેદવારીઓ કરી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતના તફાવતથી વિજય મેળવનાર પાટીલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરુ કર્યો છે. જલાલપોર અને નવસારીના 22 જેટલા ગામોમાં પાટીલનો પ્રચાર શરૂ થયો છે.

આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ

રાહુલ ગાંધીના 2 દિવસના ચૂંટણી પ્રચાર બાદ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચારનું રણશિંગુ ફૂંકશે. આજે અને આવતીકાલે PM મોદી 6 જેટલી જાહેર સભાને સંબોધન કરવાના છે.

કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે

Gujarat Live Updates : આજે 1મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા

અમદાવાદના નરોડામાં અમિત શાહે ચૂંટણી સભા સંબોધી હતી અને ભાજપના અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ માટે પ્રચાર કર્યો. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસની સરકારો પર નિશાન સાધ્યુ કે કોંગ્રેસની સરકારમાં માત્ર પશ્ચિમનો વિકાસ થતો આજે પૂર્વ અને પશ્ચિમ બંનેનો વિકાસ થાય છે.

Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule
g clip-path="url(#clip0_868_265)">