નવસારી લોકસભા સીટ

નવસારી લોકસભા સીટ

નવસારી લોકસભા બેઠક 2008માં થયેલા મતક્ષેત્રના નવા સિમાંકન બાદ અમલમાં આવી છે. આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. ભાજપ દ્વારા 2009થી આ બેઠક પર જીતતા આવેલા સી.આર. પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે, 2019માં અહીંથી કોંગ્રેસે કોળી કાર્ડ ખેલ્યુ હતુ. આ બેઠક પર કોળી સમાજની બહુમતિ છે. આથી કોંગ્રેસ દ્વારા કોળી સમાજના યુવાન નેતા અને વિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. 2019ની ભાજપના ઉમેદવાર સી. આર.પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668ના મતોથી હરાવ્યા હતા. 

નવસારી અગાઉ વલસાડ લોકસભા બેઠકમાં આવતી હતી. માં સુરત જિલ્લાના લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તાર અને જલાલપોર, નવસારી તથા ગણદેવી મળીને કુલ 7 વિધાનસભા વિસ્તાર સાથે નવસારી લોકસભા બેઠકનું નિર્માણ કરાયું હતું. આ વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિનિ ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે. નવસારી લોકસભા મતવિસ્તારમાં 17 લાખ 64 હજાર 622 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 92 હજાર 480 મહિલા અને 9 લાખ 72 હજાર 90 પુરૂષ મતદાતાઓ છે.

ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
C R Patil બીજેપી જીત 972739 74.37
Patel Dharmeshbhai Bhimbhai કોંગ્રેસ હારી ગયા 283071 21.64
Vineeta Aniruddh Sinh BSP હારી ગયા 9366 0.72
Nota NOTA હારી ગયા 9033 0.69
Chandansinh Shivvadansinh Thakur નિર્દલીય હારી ગયા 5984 0.46
Govindbhai Laxmanbhai Rathod નિર્દલીય હારી ગયા 4195 0.32
Hiramaniben RSPS હારી ગયા 3016 0.23
Chauhan Nileshkumar નિર્દલીય હારી ગયા 2917 0.22
Javid Ahmad Shekh નિર્દલીય હારી ગયા 2480 0.19
Jain Rajendrakumar Anilkumar નિર્દલીય હારી ગયા 2104 0.16
Khan Heenabegum Kamruddin નિર્દલીય હારી ગયા 1745 0.13
Sohilkhan Hashimkhan (Sohil Panchar) નિર્દલીય હારી ગયા 1497 0.11
Anishbhai Gaffarbhai Bhimani (Ganibhai) નિર્દલીય હારી ગયા 1049 0.08
Shaikh Saeed Inayat Patrakar નિર્દલીય હારી ગયા 1029 0.08
Amrutham Narsaiah Papaiah PPOI હારી ગયા 829 0.06
Sachin G Kinda RNNBP હારી ગયા 811 0.06
Saiyad Mehmud Ahmad નિર્દલીય હારી ગયા 797 0.06
Dr Kanubhai Khadadiya SUCIC હારી ગયા 725 0.06
Shekh Hamid Ramjan નિર્દલીય હારી ગયા 663 0.05
Shriprakash Shukla BSCP હારી ગયા 613 0.05
Patel Navinkumar Shankarbhai નિર્દલીય હારી ગયા 597 0.05
Ramjan Mansuri - Patrakar નિર્દલીય હારી ગયા 577 0.04
Javadkhan Pathan YSK હારી ગયા 574 0.04
Sharma Rajmal Mohanlal (Gabbar) SBSTP હારી ગયા 570 0.04
Jitendrabhai Premnath Mishra SYVP હારી ગયા 540 0.04
Pasvan Virendra BBC હારી ગયા 497 0.04

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

બનાસકાંઠાના ગામોમાં વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષે ઈનામની જાહેરાત કરી છે. થરાદના 11 ગામો વચ્ચે મતદાન હરિફાઈ કરવા શંકર ચૌધરીએ અપીલ કરી છે. વધુ મતદાનમાં એકથી સાત નંબરે આવનાર ગામને ઈનામ અપાશે.

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ત્રીજા તબક્કાના મતદાન માટે આજે PM મોદી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે.વડાપ્રધાન મોદી ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા ગજવશે.

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાજપના મુકેશ દલાલની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.

સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો

નવસારી :ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી ઉમેદવારીઓ કરી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતના તફાવતથી વિજય મેળવનાર પાટીલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરુ કર્યો છે. જલાલપોર અને નવસારીના 22 જેટલા ગામોમાં પાટીલનો પ્રચાર શરૂ થયો છે.

આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ

રાહુલ ગાંધીના 2 દિવસના ચૂંટણી પ્રચાર બાદ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચારનું રણશિંગુ ફૂંકશે. આજે અને આવતીકાલે PM મોદી 6 જેટલી જાહેર સભાને સંબોધન કરવાના છે.

GST કલેક્શનના તમામ રેકોર્ડ તૂટ્યા, પહેલીવાર ₹2 લાખ કરોડને પાર

Gujarat Live Updates : આજે 1મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા

અમદાવાદના નરોડામાં અમિત શાહે ચૂંટણી સભા સંબોધી હતી અને ભાજપના અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ માટે પ્રચાર કર્યો. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસની સરકારો પર નિશાન સાધ્યુ કે કોંગ્રેસની સરકારમાં માત્ર પશ્ચિમનો વિકાસ થતો આજે પૂર્વ અને પશ્ચિમ બંનેનો વિકાસ થાય છે.

મુસ્લિમોને અનામત આપવા મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

તેલંગાણાના ઝહીરાબાદમાં એક જાહેર રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેને અન્ય ધર્મોની પરવા નથી. તેમણે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો પર મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવા અને વંચિત જાતિઓની અનામત ઘટાડવાનો આરોપ લગાવ્યો.

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ

કોંગ્રેસના નેતાએ tv9 સાથેની વાતચીતમાં ગુજરાતની મોટાભાગની બેઠકો જીતવાનો દાવો કર્યો તો બીજી તરફ ભાજપના 400 પારના નારા અંગે તેમણે આક્ષેપ કર્યો કે ભાજપને બંધારણ બદલવુ છે એટલે 400 બેઠતો જીતવી છે.

હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં વિશાળ સભા યોજનાર છે. સભાના આયોજન માટે તૈયારીઓ તડામાર ચાલી રહી છે. લગભગ 50 હેક્ટર વિસ્તારમાં સભા મંડપ સહિતનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ એક લાખ કરતા વધારે લોકો સભામાં ઉપસ્થિત રહે એ રીતે તૈયારીઓ કરવામાં આવી છે.

Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule

Election News 2024

g clip-path="url(#clip0_868_265)">