મહેસાણા લોકસભા સીટ

મહેસાણા લોકસભા સીટ

પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા લોકસભા બેઠક 1952માં અસ્તિત્વમાં આવી હતી. ગુજરાતની રાજનીતિ માટે મહત્વની ગણાતી આ બેઠક પર વર્ષોથી પાટીદાર સાંસદ જ રહ્યા છે. જેથી આ બેઠક માટે પાટીદાર મતો નિર્ણાયક રહે છે. વર્તમાન રાજકીય સ્થિતિ જોઈએ તો 2009થી સતત અહીં ભાજપનો દબદબો રહ્યો છે. હાલ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ છે, તેમણે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના એ. જે. પેટેલને 2.72 લાખ મતથી હરાવ્યા હતા. તો 2014માં જયશ્રી પટેલ કોંગ્રેસના જીવા પટેલને 2 લાખથી વધુ મતોથી હરાવીને સતત બીજી વખત સાંસદ બન્યા હતા. મહેસાણા લોકસભા મતવિસ્તારમાં કુલ 15 લાખ મતદારો છે. જેમાં 7,77, 821 પુરુષ મતદાતા છે. જ્યારે 7,20,375 મહિલા મતદાતા છે.

ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Shardaben Anilbhai Patel બીજેપી જીત 659525 60.96
A J Patel કોંગ્રેસ હારી ગયા 378006 34.94
Nota NOTA હારી ગયા 12067 1.12
Chauhan Prahladbhai Natthubhai BSP હારી ગયા 9512 0.88
Rathod Gulabsinh Dursinh નિર્દલીય હારી ગયા 5221 0.48
Chaudhari Sendhabhai Abherajbhai BMUP હારી ગયા 4585 0.42
Patel Ambalal Talashibhai નિર્દલીય હારી ગયા 4001 0.37
Patel Anitaben Ramabhai નિર્દલીય હારી ગયા 2119 0.20
Thakor Bipinkumar Shankarji નિર્દલીય હારી ગયા 2111 0.20
Thakor Jayantiji Chunthaji નિર્દલીય હારી ગયા 1483 0.14
Thakor Mayurkumar Rupsingji નિર્દલીય હારી ગયા 1397 0.13
Prajapati Kanubhai Amatharam BRPK હારી ગયા 992 0.09
Barot Kuldipkumar Bharatkumar YJJP હારી ગયા 919 0.08

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાજપના મુકેશ દલાલની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.

સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો

નવસારી :ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી ઉમેદવારીઓ કરી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતના તફાવતથી વિજય મેળવનાર પાટીલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરુ કર્યો છે. જલાલપોર અને નવસારીના 22 જેટલા ગામોમાં પાટીલનો પ્રચાર શરૂ થયો છે.

આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ

રાહુલ ગાંધીના 2 દિવસના ચૂંટણી પ્રચાર બાદ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચારનું રણશિંગુ ફૂંકશે. આજે અને આવતીકાલે PM મોદી 6 જેટલી જાહેર સભાને સંબોધન કરવાના છે.

50થી વધુ શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Gujarat Live Updates : આજે 1મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા

અમદાવાદના નરોડામાં અમિત શાહે ચૂંટણી સભા સંબોધી હતી અને ભાજપના અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ માટે પ્રચાર કર્યો. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસની સરકારો પર નિશાન સાધ્યુ કે કોંગ્રેસની સરકારમાં માત્ર પશ્ચિમનો વિકાસ થતો આજે પૂર્વ અને પશ્ચિમ બંનેનો વિકાસ થાય છે.

મુસ્લિમોને અનામત આપવા મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

તેલંગાણાના ઝહીરાબાદમાં એક જાહેર રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેને અન્ય ધર્મોની પરવા નથી. તેમણે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો પર મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવા અને વંચિત જાતિઓની અનામત ઘટાડવાનો આરોપ લગાવ્યો.

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ

કોંગ્રેસના નેતાએ tv9 સાથેની વાતચીતમાં ગુજરાતની મોટાભાગની બેઠકો જીતવાનો દાવો કર્યો તો બીજી તરફ ભાજપના 400 પારના નારા અંગે તેમણે આક્ષેપ કર્યો કે ભાજપને બંધારણ બદલવુ છે એટલે 400 બેઠતો જીતવી છે.

હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં વિશાળ સભા યોજનાર છે. સભાના આયોજન માટે તૈયારીઓ તડામાર ચાલી રહી છે. લગભગ 50 હેક્ટર વિસ્તારમાં સભા મંડપ સહિતનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ એક લાખ કરતા વધારે લોકો સભામાં ઉપસ્થિત રહે એ રીતે તૈયારીઓ કરવામાં આવી છે.

અરવલ્લીઃ કોંગ્રેસને મોટો ફટકો, બાયડ-ધનસુરાના 200 આગેવાન ભાજપમાં જોડાયા

મોડાસા શહેરમાં યોજવામાં આવેલા સહકાર સંમેલન દરમિયાન કોંગ્રેસને રામ રામ કરીને ધનસુરા અને બાયડના 200 જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ મનહરસિંહ કારોલી સહિત જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, સરપંચ, પૂર્વ ડેલિગેટો સહિતના આગેવાનોએ સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્મા અને ઉમેદવાર શોભનાબેન બારૈયાના હસ્તે ખેસ ધારણ કર્યો હતો.

અમિત શાહે પોતાના ફેક વીડિયો મુદ્દે કહ્યું, કોંગ્રેસ..

અનામતને લઈને ગૃહમંત્રી અમિત શાહનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલામાં ઘણા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હવે આ મામલે અમિત શાહે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule

Election News 2024

g clip-path="url(#clip0_868_265)">