ગાંધીનગર લોકસભા બેઠક

ગાંધીનગર લોકસભા બેઠક

ગાંધીનગર ગુજરાતની રાજધાની હોવાના સાથે તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારોમાંનું એક છે. આ લોકસભા બેઠક 1967માં અસ્તિત્વમાં આવી છે.આ બેઠક પર પ્રથમ સાંસદ કોંગ્રેસના સોમચંદ સોલંકી હતા.ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પર પ્રતિનીધિત્વ કરી ચુક્યા છે. વર્તમાન ગૃહ પ્રધાનઅમિત શાહ આ લોકસભા બેઠક પરથી જ 2019માં ચૂંટાયા હતા. ગાંધીનગર બેઠક પર કુલ મતદાર 21,50,110 છે, તો 11,04,559 પુરુષ મતદાર, 10,45,481 મહિલા મતદાર અને અન્ય મતદાર 70 છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતીનો સમાવેશ થાય છે.

ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Amit Shah બીજેપી જીત 894624 69.67
Dr C J Chavda કોંગ્રેસ હારી ગયા 337610 26.29
Nota NOTA હારી ગયા 14214 1.11
Vora Alimahmad Rajabhai નિર્દલીય હારી ગયા 9008 0.70
Jayendra Karshanbhai Rathod BSP હારી ગયા 6400 0.50
Shekh Shahinbanu Molana Mustak નિર્દલીય હારી ગયા 5895 0.46
Rathod Valjibhai Becharbhai નિર્દલીય હારી ગયા 2664 0.21
Patel Amarish Jasvantlal (C A ) HND હારી ગયા 1741 0.14
Makwana Anilkumar Somabhai નિર્દલીય હારી ગયા 1691 0.13
Mahendrabhai Somabhai Patni નિર્દલીય હારી ગયા 1559 0.12
Bhogilal J Rathod (Advocate) BMUP હારી ગયા 1490 0.12
Makvana Prakashbhai Bahecharji (Hitubha) GGUP હારી ગયા 1471 0.11
Chandrapal Hasmukh Bavjibhai PPID હારી ગયા 1438 0.11
Rahul Chimanbhai Mehta RTRP હારી ગયા 1097 0.09
Narendrabhai Revashankar Trivedi JSPP હારી ગયા 888 0.07
Pathan Firozkhan Saeedkhan નિર્દલીય હારી ગયા 862 0.07
Dr N T Sengal BHSD હારી ગયા 743 0.06
Khodabhai Lalajibhai Desai નિર્દલીય હારી ગયા 695 0.05

હીટવેવની વચ્ચે પણ PMની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ત્રીજા તબક્કાના મતદાન માટે આજે PM મોદી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે.વડાપ્રધાન મોદી ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા ગજવશે.

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાજપના મુકેશ દલાલની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.

સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો

નવસારી :ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ નવસારીથી ઉમેદવારીઓ કરી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતના તફાવતથી વિજય મેળવનાર પાટીલે પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરુ કર્યો છે. જલાલપોર અને નવસારીના 22 જેટલા ગામોમાં પાટીલનો પ્રચાર શરૂ થયો છે.

આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ

રાહુલ ગાંધીના 2 દિવસના ચૂંટણી પ્રચાર બાદ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચારનું રણશિંગુ ફૂંકશે. આજે અને આવતીકાલે PM મોદી 6 જેટલી જાહેર સભાને સંબોધન કરવાના છે.

50થી વધુ શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Gujarat Live Updates : આજે 1મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા

અમદાવાદના નરોડામાં અમિત શાહે ચૂંટણી સભા સંબોધી હતી અને ભાજપના અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ માટે પ્રચાર કર્યો. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસની સરકારો પર નિશાન સાધ્યુ કે કોંગ્રેસની સરકારમાં માત્ર પશ્ચિમનો વિકાસ થતો આજે પૂર્વ અને પશ્ચિમ બંનેનો વિકાસ થાય છે.

મુસ્લિમોને અનામત આપવા મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

તેલંગાણાના ઝહીરાબાદમાં એક જાહેર રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેને અન્ય ધર્મોની પરવા નથી. તેમણે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો પર મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવા અને વંચિત જાતિઓની અનામત ઘટાડવાનો આરોપ લગાવ્યો.

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ

કોંગ્રેસના નેતાએ tv9 સાથેની વાતચીતમાં ગુજરાતની મોટાભાગની બેઠકો જીતવાનો દાવો કર્યો તો બીજી તરફ ભાજપના 400 પારના નારા અંગે તેમણે આક્ષેપ કર્યો કે ભાજપને બંધારણ બદલવુ છે એટલે 400 બેઠતો જીતવી છે.

હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં વિશાળ સભા યોજનાર છે. સભાના આયોજન માટે તૈયારીઓ તડામાર ચાલી રહી છે. લગભગ 50 હેક્ટર વિસ્તારમાં સભા મંડપ સહિતનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ એક લાખ કરતા વધારે લોકો સભામાં ઉપસ્થિત રહે એ રીતે તૈયારીઓ કરવામાં આવી છે.

અરવલ્લીઃ કોંગ્રેસને મોટો ફટકો, બાયડ-ધનસુરાના 200 આગેવાન ભાજપમાં જોડાયા

મોડાસા શહેરમાં યોજવામાં આવેલા સહકાર સંમેલન દરમિયાન કોંગ્રેસને રામ રામ કરીને ધનસુરા અને બાયડના 200 જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ મનહરસિંહ કારોલી સહિત જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, સરપંચ, પૂર્વ ડેલિગેટો સહિતના આગેવાનોએ સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્મા અને ઉમેદવાર શોભનાબેન બારૈયાના હસ્તે ખેસ ધારણ કર્યો હતો.

Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule
g clip-path="url(#clip0_868_265)">