આણંદ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024
ઉમેદવારનું નામ | મત | પક્ષ | સ્થિતિ |
---|---|---|---|
Patel Mitesh Rameshbhai (Bakabhai) | 612484 | BJP | Won |
Amit Chavda | 522545 | INC | Lost |
Sureshbhai Dhulabhai Patel | 5831 | BSP | Lost |
Bhoi Ashishkumar Thakorbhai | 5542 | IND | Lost |
Keyurbhai Pravinbhai Patel (Bakabhai) | 2298 | IND | Lost |
Dheerajkumar Kshatriya | 1747 | GKALP | Lost |
Bhatt Sunilkumar Narendrabhai | 1592 | RTRP | Lost |

સરદાર પટેલની કર્મભૂમિ અને આંદોલનોની ભૂમિ એટલે આણંદ. એશિયાની સૌથી મોટી ડેરી અને ઐતિહાસિક ખંભાતનો અખાત ધરાવતી ભૂમિ આણંદમાં પાટીદાર મતદારો કિંગમેકરની ભૂમિકામાં રહ્યા છે. આ ઉપરાંત અહીં ક્ષત્રિય અને ઠાકોર સમાજનું પણ પ્રભુત્વ રહ્યુ છે. આ બેઠક પરથી એક સમયે સરદાર પટેલના પુત્રી મણીબેન પણ સાંસદ રહી ચુક્યા છે. 2014 પહેલા આ બેઠક પર એકંદરે કોંગ્રેસ મજબુત રહી છે. આણંદ બેઠક પર 2014થી ભાજપનો દબદબો છે. આણંદ લોકસભા બેઠક ચાવડા સોલંકી કુટુંબની ધરોહર છે. આ બેઠક પર 9માંથી 6 વખત માધવસિંહ સોલંકી અને ઈશ્વરસિંહ ચાવડા (માધવસિંહ સોલંકીના સસરા ઈશ્વરસિંહ ચાવડા) આ પરિવાર લોકસભાથી જીતતા આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના દાદા ઈશ્વરસિંહ ચાવડા 5 વખત આણંદ લોકસભા બેઠક કોંગ્રેસમાંથી જીત્યા છે. એક રીતે કહીએ તો છેલ્લી બે ટર્મને બાદ કરીએ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. 9 માંથી 6 વખત આ બંને પરિવારો જ જીતતા આવ્યા છે.
લોકસભા ચૂંટણીના પરિણામ
છેલ્લી બે ટર્મથી આ બેઠક પર ભાજપ તરફી માહોલ બની રહ્યો છે. વર્ષ 2014ની લોકસભામાં ચૂંટણીમાં ભાજપે અહીંથી દિલીપ પટેલને ટિકિટ આપી હતી. સામે પક્ષે કોંગ્રેસે ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. બે વખત સાંસદ અને એક વખત મંત્રી રહી ચુકેલા ભરતસિંહ સોલંકી મોદીવેવમાં ભાજપના દિલિપ પટેલ સામે હારી ગયા હતા. દિલીપ પટેલે 63,426 મતોથી ભરતસિંહ સોલંકીને માત આપી હતી.
વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે અહીંથી મિતેશ પટેલને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ફરી ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. જો કે ભરતસિંહ સોલંકી મિતેશ પટેલ સામે 1,97,718 મતોથી હારી ગયા હતા. આ વખતે 2024ની ચૂંટણીમાં ભાજપે ફરી અહીંથી મિતેશ પટેલને ટિકિટ આપી છે.
છેલ્લી બે ટર્મને બાદ કરીએ તો આ બેઠક પર 2004ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ ભાજપના જયપ્રકાશ પટેલને હરાવીને વિજયી રહ્યા હતા. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં પણ ભરતસિંહ સોલંકીને કોંગ્રેસે ટિકિટ આપી હતી જેમણે ભાજપના દીપક પટેલને હરાવ્યા હતા.
મતદારો
આણંદ લોકસભા બેઠક પર કુલ 20 લાખ 92 હજાર 745 મતદારો છે. જેમા પુરુષ મતદારો 7 લાખ 81 હજાર 818 છે, જ્યારે મહિલા મતદારો 7 લાખ 15 હજાર 737 છે.
કુલ સાત વિધાનસભા બેઠકો
આણંદ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમા ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ,પેટલાદ, સોજીત્રા બેઠકોનો સમાવેશ થાય છે.
ઉમેદવારનું નામ | પરિણામ | કુલ મત | મતદાન ટકાવારી % |
---|---|---|---|
Patel Mitesh Rameshbhai (Bakabhai) બીજેપી | Won | 6,33,097 | 57.10 |
Bharatbhai M Solanki કોંગ્રેસ | Lost | 4,35,379 | 39.27 |
Hitendrasinh Mohansinh Parmar નિર્દલીય | Lost | 6,854 | 0.62 |
Vankar Rameshbhai Valjibhai BSP | Lost | 5,959 | 0.54 |
Bharatbhai Solanki નિર્દલીય | Lost | 2,460 | 0.22 |
Santolkumar Mahijibhai Patel (Bakabhai) નિર્દલીય | Lost | 2,301 | 0.21 |
Bhatt Sunilkumar Narendrabhai RTRP | Lost | 1,155 | 0.10 |
Chavda Kaushikkumar નિર્દલીય | Lost | 1,064 | 0.10 |
Bhatt Ashishkumar Manojkumar ABJS | Lost | 1,034 | 0.09 |
Keyur Pravinbhai Patel (Bakabhai) નિર્દલીય | Lost | 966 | 0.09 |
Nota NOTA | Lost | 18,392 | 1.66 |
ઉમેદવારનું નામ | પરિણામ | કુલ મત | મતદાન ટકાવારી % |
---|---|---|---|
B Madhavsinh Solanki કોંગ્રેસ | Won | 3,48,655 | 51.57 |
Patel Dipakbhai Chimanbhai બીજેપી | Lost | 2,81,337 | 41.61 |
Solanki Bharat Babubhai નિર્દલીય | Lost | 16,729 | 2.47 |
Parmar Babubhai Becharbhai એનસીપી | Lost | 6,259 | 0.93 |
Leelaben Ravjibhai Parmar નિર્દલીય | Lost | 5,426 | 0.80 |
Parmar Hitendrasinh Mohansinh SP | Lost | 4,417 | 0.65 |
Saiyed Mahebubali Husainmiya નિર્દલીય | Lost | 4,002 | 0.59 |
Laljibhai Ganeshji Purohit નિર્દલીય | Lost | 2,186 | 0.32 |
Bharatbhai Vinubhai Bhoi નિર્દલીય | Lost | 1,179 | 0.17 |
Patel Jayeshbhai Arvindbhai નિર્દલીય | Lost | 1,112 | 0.16 |
Chavda Kaushikkmar Rajivbhai નિર્દલીય | Lost | 1,072 | 0.16 |
Rathod Himmatbhai Mohanhai IJP | Lost | 1,008 | 0.15 |
Malek Gulammahmmed Abdulkarim નિર્દલીય | Lost | 979 | 0.14 |
Dave Amrishbhai Vadilal નિર્દલીય | Lost | 898 | 0.13 |
Samirbhai Girishbhai Patel SVPP | Lost | 824 | 0.12 |
ઉમેદવારનું નામ | પરિણામ | કુલ મત | મતદાન ટકાવારી % |
---|---|---|---|
Dilip Patel બીજેપી | Won | 4,90,829 | 50.55 |
Solanki Bharatbhai Madhavsinh કોંગ્રેસ | Lost | 4,27,403 | 44.02 |
Vahora Firojbhai Walimahamadbhai (Kasorwala) નિર્દલીય | Lost | 6,689 | 0.69 |
Purshottambhai Alias Kanubhai Mathurbhai Chauhan BSP | Lost | 6,480 | 0.67 |
Vaghela Bharat P નિર્દલીય | Lost | 4,022 | 0.41 |
Girishbhai Das (Advocate) BMUP | Lost | 4,003 | 0.41 |
Rabari Hiteshkumar Laljibhai નિર્દલીય | Lost | 2,975 | 0.31 |
Ravjibhai S Parmar આપ | Lost | 2,442 | 0.25 |
Mahida Mahendrasinh Sahebsinh SP | Lost | 1,790 | 0.18 |
Patel Dilipbhai Manilal નિર્દલીય | Lost | 1,466 | 0.15 |
Patel Jayeshbhai Arvindbhai નિર્દલીય | Lost | 1,459 | 0.15 |
Parmar Amarsinh Dahyabhai નિર્દલીય | Lost | 1,265 | 0.13 |
Hitendrasinh Mohansinh Parmar BHNJD | Lost | 1,260 | 0.13 |
Patel Naineshkumar Umedbhai નિર્દલીય | Lost | 1,063 | 0.11 |
Padhiyar Vikramsinh (Vakil) RSPS | Lost | 876 | 0.09 |
Nota NOTA | Lost | 16,872 | 1.74 |
Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”
લોકસભા ચૂંટણીના પરિણામો માત્ર 5 કલાકમાં આવ્યા : અશ્વિની વૈષ્ણવ
દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9 નેટવર્કની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ શરૂ થઈ ગઈ છે. આ વખતે આ કાર્યક્રમ જર્મનીમાં થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશમાં બદલાતા ટેકનોલોજીના વાતાવરણ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં ચૂંટણીની દિશા અને સ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ છે.
- Sagar Solanki
- Updated on: Nov 21, 2024
- 11:48 PM
ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાયનાડમા પ્રિયંકાએ કર્યો રોડ શો, જુઓ ફોટા
વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Oct 23, 2024
- 3:56 PM
અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યાઃ ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.
- TV9 Gujarati
- Updated on: Sep 26, 2024
- 8:09 PM
કેન્દ્રીય કેબિનેટમાં "One Nation, One Election" ને મંજૂરી
"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે.
- Sagar Solanki
- Updated on: Sep 18, 2024
- 5:12 PM
વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર શું છે જાણો
2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Sep 18, 2024
- 5:07 PM
વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો
વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.
- Nirupa Duva
- Updated on: Sep 18, 2024
- 4:04 PM
ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, જાણો
ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 17, 2024
- 9:58 PM
ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે... PMનું વિયેનામાં સંબોધન
પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,
- krushnapalsinh chudasama
- Updated on: Jul 10, 2024
- 11:44 PM
Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા
ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
- Dhinal Chavda
- Updated on: Jun 26, 2024
- 12:44 PM
"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ
અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 23, 2024
- 4:14 PM