ઉમેશ મકવાણા ચૂંટણી પરિણામ 2024
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓ કરી રહી છે. ભાવનગરમાં આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ટિકિટ જાહેર કરી છે. ઉમેશ નારણ મકવાણા આમ આદમી પાર્ટીના રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ 8 ડિસેમ્બર 2022 થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ઉમેશ મકવાણાનો જન્મ ગુજરાતના બોટાદમાં થયો છે. તેમના પિતાનું નામ નારણ મકવાણા છે. ઉમેશ મકવાણાએ પ્રાથમિક અને માધ્યમિક શાળા શરુ કરી છે. ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે.ભારતમાં COVID-19 લોકડાઉન દરમિયાન ઉમેશ મકવાણાએ માનવતા સેવા રથ હેઠળ 6 લાખથી વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યુ હતુ. લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાજપના નિમુબેન બાંભણિયા સામે મેદાનમાં ઉતાર્યા છે.