સુખરામ રાઠવા ચૂંટણી પરિણામ 2024
સુખરામ રાઠવા વર્ષ 1975માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને વડોદરા જિલ્લા પંચાયતના વર્ષ 1975થી વર્ષ 1980 સુધી વડોદરા જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના પદનિમિત્ત સભ્ય રહ્યાં હતાં. છોટાઉદેપુર સહિત પાવીજેતપુર વિધાનસભા બેઠક ઉપર 4 ટર્મ ધારાસભ્ય રહી ચુક્યા છે. વર્ષ 2002, વર્ષ 2007અને વર્ષ 2012માં તેઓ સતત ત્રણ વખત વિધાનસભા બેઠક પર હાર્યા હતાં અને વર્ષ 2017માં જેતપુર પાવી વિધાનસભા બેઠક પર કોંગ્રસ પાર્ટીમાંથી જીત્યા હતાં અને ગુજરાત રાજ્ય વિરોધ પક્ષના નેતા બન્યાં હતા.
SSC એટલે કે ધોરણ 10 સુધીનો અભ્યાસ ધરાવતાં સુખરામ રાઠવાની 48 વર્ષની રાજકીય સફરમાં તેઓ 4 વખત ધારાસભ્ય તરીકે જીત્યા છે.તેમણે 3 ડિસેમ્બર 2021થી 2022 ડિસેમ્બર સુધી વિધાનસભા વિરોધપક્ષના નેતા તરીકે કામ કર્યું છે. સુખરામ રાઠવા આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય છે અને જે પૂર્વ પટ્ટી વિસ્તાર છોટાઉદેપુરમાં જે કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો.
જેમાં રાઠવા ત્રિપુટીમાંથી નારણભાઈ રાઠવા અને મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડી અને ભાજપનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે સુખરામભાઈ રાઠવા જેવો કોંગ્રેસમાં જ છે અને છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો ચહેરો છે ,ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને તેમને લોકસભા ટિકિટ આપી છે.