કોંગ્રેસે સુરેન્દ્રનગરમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને આપી ટિકિટ, અહીં ચુવાળિયા V/S તળપદાનો જંગ જોવા મળશે

કોંગ્રેસે સુરેન્દ્રનગરમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને આપી ટિકિટ, અહીં ચુવાળિયા V/S તળપદાનો જંગ જોવા મળશે
Surendranagar કોંગ્રેસકોંગ્રેસ

 

Loksabha Election :ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું પ્રચાર અભિયાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાનુ નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે.સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ચંદુભાઈ શિહોરા અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. સુરેન્દ્રનગર એ ગુજરાતની નવમા નંબરની લોકસભા બેઠક છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે. સુરેન્દ્નનગર લોકસભા મતવિસ્તારમાં 40 ટકા જેટલા કોળી મતદારો ઉપરાંત ક્ષત્રિય, માલધારી-ભરવાડ, પાટીદાર, દલિત, મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10-10 ટકા જેટલી છે. બાકી રહેલા મતદારોમાં બ્રાહ્મણ-વાણિયા સહિતના સવર્ણો અને સથવારા સમાજના મતદારો મુખ્ય છે. કોણ છે ઋત્વિક મકવાણા ? ઋત્વિક મકવાણા શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે અને તેમના પરિવારમાંથી કરમશીભાઈ મકવાણા કોંગ્રેસમાંથી પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ સવશીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. ચોટીલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ વર્ષોથી શિક્ષણ રાજકારણ સાથે સંકળાયેલા છે. ઋત્વિકભાઈ મકવાણા હાલ પાર્લામેન્ટરી બોર્ડ મેમ્બર અને સેવાદળ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય તળપદા કોળી સમાજના પ્રમુખ સ્થાન ધરાવે છે.

Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule
g clip-path="url(#clip0_868_265)">