રામજી ઠાકોર ચૂંટણી પરિણામ 2024
મહેસાણાથી કોંગ્રેસે આ વખતે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી પર પસંદગીનો કળશ ઢોળતા રામજી ઠાકોરને ટિકિટ આપી છે. રામજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે અને મહેસાણાના તરેટી ગામના તેઓ વતની છે. રામજી ઠાકોર છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને વર્ષ 2017માં ખેરાલુ વિધાનસભા બેઠક પરથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ક્ષત્રિય ઠાકોર સમાજના સેવાભાવી વ્યક્તિ તરીકે તેમની ગણના થાય છે. આ બેઠક પરથી કોંગ્રેસ ગત લોકસભાની ચૂંટણીમાં પાટીદાર ઉમેદવાર એ.જે. પટેલને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે શારદાબેન પટેલને ટિકિટ આપી હતી. મહેસાણા બેઠકનું જાતિગત સમીકરણ 22.6 % પાટીદાર 15.8 % ઠાકોર 12.9 % સવર્ણો 2.3 % ક્ષત્રિય 3.4 % ચૌધરી 5.6 % મુસ્લિમ 11.7 % દલિત પાટીદારોનો ગઢ ગણાય છે મહેસાણા બેઠક પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર કોંગ્રેસે 26 વર્ષ બાદ કોઈ ઠાકોર ઉમેદવારને તક આપી છે. એક સમયના અલ્પેશ ઠાકોરના સાથી રામજી ઠાકોરને ટિકિટ આપી ક્ષત્રિય સમાજને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ સમગ્ર રાજ્યમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ રોષનો લાભ લેવાનો