રાજપાલસિંહ જાદવ ચૂંટણી પરિણામ 2024
ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ 2000થી રાજપાલસિંહ જાદવ સક્રિય કાર્યકર્તા છે. વર્ષ 2001માં કરોલી ગ્રામ પંચાયતના પ્રથમવાર યુવા સદસ્યમાં ભવ્ય વિજય અને ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2009થી કરોલી ગ્રામ પંચાયતમાં પ્રથમ સમરસ ગ્રામ પંચાયત સરપંચપદ સંભાળ્યું હતું. વર્ષ 2012થી 2019 સુધી કાલોલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેનું પદ સંભાળ્યું હતું.
વર્ષ 2017માં પંચમહાલ જિલ્લા પંચાયત સીટ કરોલીથી ચૂંટાઇને જિલ્લા પંચાયત અપીલ સમિતિના સદસ્ય તરીકેનું પદ સભાળ્યું હતું. 2019માં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સફળ સુકાની તરીકેનું પદ સભળ્યું હતું. 2021માં જિલ્લા ભાજપા ઉપાધ્યક્ષ રહ્યા હતા. વર્ષ 2021માં તેમના ધર્મપત્ની કાલોલ તાલુકા પંચાયત સીટ કરોલીથી બિનહરીફ ચૂંટાયેલ હતા.
અગાઉના વર્ષોથી કાલોલ અને ઘોઘંબા તાલુકામાં વિવિધ ગામોમાં રાત્રી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરી કાલોલ તાલુકા ક્રિકેટ એસોસિએશન પ્રમુખ તરીકેનું પદ સભાળ્યું હતું. કાલોલ અને ઘોઘંબા તાલુકાના ક્ષત્રિય મંડળોમાં સક્રિય ભૂમિકામાં રહી અને દશેરા તેમજ સમૂહ લગ્નોત્સવ જેવા અનેક કાર્યક્રમોમાં અગ્રેસરની ભૂમિકા રહી છે.
2000થી ભાજપ દ્વારા કાલોલ વિધાનસભા, લોકસભા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની તમામ ચુંટણીઓ તથા પ્રદેશ / જિલ્લા / તાલુકા દ્વારા આયોજિત તમામ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા રહી હતી. 2021થી ગુજરાત પ્રદેશ ભાજપના આમંત્રિત કારોબારી સદસ્ય રહ્યા છે. સામાજિક ઉત્થાન માટે સામાજિક કાર્યક્રમોમાં સફળ નેતૃત્વ કરીને ભવ્ય આયોજન દ્વારા સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ સેવા આપી હતી. આ ઉપરાંત 1998થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એનસીસીમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.