પૂનમ માડમ

પૂનમ માડમ
Jamnagar બીજેપીબીજેપી

જામનગરથી ભાજપના વર્તમાન સાંસદ પૂનમ માડમને ભાજપે આ લોકસભા ચૂંટણીમાં પણ જામનગરથી ટિકિટ આપી ત્રીજીવાર રિપીટ કર્યા છે. પૂનમ માડમ આહિર સમાજમાંથી આવે છે અને છેલ્લી બે ટર્મથી અહીં સાસંદ છે. જામનગર જિલ્લાના રાજકારણમાં વર્ષોથી માડમ પરિવારનું વર્ચસ્વ છે.

પૂનમ માડમનો 2012માં રાજકારણમાં પ્રવેશ

પૂનમ માડમની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 2012માં તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયાની ગણતરીની કલાકોમાં જ તેમને ભાજપે જામખંભાળીયા બેઠક પરથી ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને પૂનમ માડમે 38000 કરતા વધુ મતોથી હરાવ્યા હતા.

2014માં સૌપ્રથમવાર લડ્યા લોકસભા ચૂંટણી

આ બાદ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પૂનમ માડમને જામનગરથી ટિકિટ આપી હતી. અહીં તેમની સીધી ટક્કર તેમના કૌટુબિંક કાકા વિક્રમ માડમ સાથે થઈ હતી. જેમા પૂનમ માડમ પોણા બે લાખ કરતા પણ વધુ લીડથી જીત્યા હતા.

Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule

Election News 2024

g clip-path="url(#clip0_868_265)">