પરશોત્તમ રૂપાલા ચૂંટણી પરિણામ 2024
રાજકોટ લોકસભા સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લી બે ટર્મથી આ સીટ પર મોહન કુંડારિયા સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારે આ વખતે આયાતી ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની કુલ 8 બેઠકો છે જે પૈકી જામનગર અને કચ્છ બેઠક પર સાંસદને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે પોરબંદર અને રાજકોટમાં બે સિનીયર આગેવાનોને ટિકીટ આપી છે. આ સાથે રાજકોટ અને પોરબંદરના જાતિગત સમીકરણોને ગોઠવવાની પરંપરા પણ જાળવી રાખી છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પરશોત્તમ રૂપાલાની પસંદગી કરવામાં આવી છે. પરશોત્તમ રુપાલા હાલમાં કેન્દ્ર સરકારમાં મંત્રી છે અને રાજ્યસભાના સાંસદ છે. જો કે એપ્રિલ મહિનામાં તેઓની રાજ્યસભાની ટર્મ પુરી થાય છે ત્યારે હવે તેઓ રાજકોટ લોકસભા સીટમાંથી મેદાને ઉતરશે. રાજકોટ સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં 8 સીટો પૈકી એક રાજકોટ લોકસભા સીટ એવી છે કે તે કડવા પાટીદાર સમાજને ફાળે જાય છે. પરશોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે અને આ સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યારે આ સીટ પર રૂપાલાને ઉમેદવાર જાહેર કરીને એક તીરથી બે નિશાન લગાવ્યા છે. ભાજપે કડવા પાટીદાર સમાજનું સામાજિક સંતુલન પણ જાળવ્યું છે અને રૂપાલાને સાંસદ તરીકે રિપીટ કરવાની યોજના બનાવી છે.