નિમુબેન બાંભણીયા ચૈતર વસાવા
ભાવનગરથી ભાજપના લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણિયા તળપદા કોળી સમાજમાંથી આવે છે અને આદર્શ તેમજ સાલસ વ્યક્તિ તરીકેની તેમની છાપ છે. સંગઠનાત્મક કામોમાં તેમની વધુ પકડ છે. તેઓ બે વાર મેયર રહી ચુક્યા છે. ત્રણવાર કોર્પોરેટર અને અનેક જિલ્લાના પ્રભારી તરીકેની પણ જવાબદારી નિભાવી ચુક્યા છે.
ભાવનગરથી ભાજપે, પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. નિમુબેન તળપદા કોળી સમાજમાંથી આવે છે. વર્તમાન સંસદ સભ્ય ભારતીબેન શિયાળ પણ કોળી સમાજમાંથી આવે છે. નિમુબેન બાંભણિયા ભાવનગરના ઘોઘા સ્ટ્રીટ વિસ્તારથી સતત ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહ્યા છે. તેમજ બે વખત ભાવનગરના મેયર રહી ચુક્યા છે. આ અગાઉ તેઓ સુરેન્દ્રનગર ભાજપના પ્રભારી હતા. હાલ તેઓ જુનાગઢ ભાજપના પ્રભારી છે.
વ્યવસાયે શિક્ષક
નિમુબેન બાંભણિયા અત્યંત સાલસ, સાદગીસભર અને આદર્શ છબી ધરાવે છે. નિમુબેન મૂળ વ્યવસાયે શિક્ષક હતા અને તેઓ એક સ્કૂલ પણ ચલાવે છે અને તેમના પતિ પણ શિક્ષક છે. તેઓ મેયર હતા એ સમયે તેમના પરિવારજનોને સ્પષ્ટ સૂચના હતી કે તેમની મેયર સહિતની ગાડીઓનો ઉપયોગ ન કરવો અને તેમની ઓફિસમાં પણ તેમના પરિવારજનોને આવવાની છૂટ ન હતી.
જાહેર જીવનના આદર્શો
જાહેર જીવનમાં આદર્શ મૂલ્યો પ્રસ્થાપિત કરવાની વાતો વચ્ચે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા ધરાતલ પર ઉતારી ચુક્યા છે. આ પ્રકારની સાફ છબી ઉપરાંત તેમનો કોળી સમુદાય પર પણ સારો પ્રભાવ છે."