મનુસખ વસાવા ચૂંટણી પરિણામ 2024
ભરૂચની બેઠક 1989થી ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે. 1989ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને 1 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. આ હાર બાદ અહેમદ પટેલે લોકસભાની ચૂંટણીનો સામનો કર્યો ન હતો. જોકે, તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે સંસદસભ્ય બન્યા હતા. સાડા ત્રણ દાયકા સુધી કોંગ્રેસે ભરૂચની બેઠક માટે અખતરાં કર્યા અને અનેક ઉમેદવારો ઉભા રાખી જીત મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. મનસુખ વસાવા છેલ્લી 6 ટર્મથી ભાજપમાંથીભરૂચના સાંસદ છે.
ભરૂચ વિધાનસભા ત્રણ જિલ્લાના વિસ્તારને આવરી લે છે. ભરૂચની બેઠક માટે ભરૂચ, નર્મદા અને વડોદરાના મતદારો મતદાન કરી રહ્યા છે. જો વિધાનસભાની બેઠકની તર્જ પર જોવામાં આવે તો ભાજપનો હાથ ઉપર છે. લોકસભાના 7 વિધાનસભા મતોમાંથી 6 ભાજપ અને 1 આમ આદમી પાર્ટી પાસે છે.
2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ પાસેથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ બેઠક પર, વર્તમાન સાંસદ મનસુખ વસાવાને 637,795 એટલે કે 55.5% મત મળ્યા, જ્યારે કોંગ્રેસના શેરખાન પઠાણને લગભગ અડધા મત એટલે કે 303,581 એટલે કે 26.4% મત મળ્યા અને મનસુખ ખરેખર છઠ્ઠી વખત સાંસદ બન્યા હતા.