મનસુખ માંડવિયા ચૂંટણી પરિણામ 2024
ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 22 બેઠકો પર ભાજપે તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પોરબંદરની જો વાત કરીએ તો ભાજપે પોરબંદરથી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. માંડવિયા સૌરાષ્ટમાં ભાવનગરથી આવે છે. મોદી સરકારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમની સ્વચ્છ અને પ્રામાણિક નેતા તરીકેની છબી છે. વર્ષ 2016થી મોદી સરકારમાં યુવામંત્રી તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. 2020માં મોદી કેબિનેટનું વિસ્તરણ થયુ જે બાદ તેમને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. કોરોનાકાળમાં તેમની કામગીરીના ચૌમેર વખાણ થયા હતા.
પાટીદાર ચહેરો અને ખેડૂત પરિવારમાં જન્મ
મનસુખ માંડવિયાનો જન્મ ભાવનગરના હનોલ ગામમાં 1 જુલાઈ 1972ના રોજ થયો હતો. તેમના પિતા સીમાંત ખેડૂત હતા. માંડવિયા લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે અને પ્રાથમિક શિક્ષણ તેમણે ગામની સરકારી શાળામાંથી લીધુ છે. પરિવારમાં 4 ભાઈઓમાં તેઓ સૌથી નાના છે. હનોલની પ્રાથમિક શાળામાંથી પ્રાથમિક શિક્ષણ જે બાદ સોનગઢ ગુરુકુળમાંથી તેમણે હાઈસ્કૂલનું શિક્ષણ મેળવ્યુ.