કાળુસિંહ ડાભી ચૂંટણી પરિણામ 2024
ખેડા લોકસભાની બેઠક પર ચૂંટણીના જંગનુ ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપ પક્ષે સિટીગ MP દેવુસિંહ ચૌહાણને ટીકીટ આપી છે. કોંગ્રેસે કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય એવા કાળુસિંહ ડાભીને તેમની સામે મેદાનામા ઉતાર્યા છે. ખેડા જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. બીજી તરફ આ બંને પાર્ટીના બંને ઉમેદવારો ક્ષત્રિય છે અને પોતાના સમાજમાં આગળ પડતાં છે ત્યારે જ્ઞાતિ આધારિત સમિકરણો રચાયા તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. કોંગ્રેસના કાળુસિંહ ડાભી Ex MLA અને હવે લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ની વાત કરીએ તો કોંગ્રેસે જાહેર કરેલા ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ પોતાની રાજકીય શરુઆત વર્ષ 1985થી ગ્રામ પંચાયતના સભ્યથી કરી હતી. એ બાદ સરપંચ એ પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ત્યારબાદ બે વખત કપડવંજ વિધાનસભા બેઠક પરથી લડ્યા હતા. જેમાં એક વખત જીત મળી તો એક વખત હાર મળી હતી. કાળુભાઈ રયજીભાઈ ડાભીનો જન્મ 1 જૂન 1958ના રોજ કઠલાલ તાલુકાના છીપીયાલ ગામે થયો હતો. વ્યવસાયે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. તેઓ 120 કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ પૂર્વ સરપંચ અને અનેક ટ્રસ્ટના પ્રમુખની પણ જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ સમાજના ઉત્થાન માટે સામાજિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. સમાજમાં તેમનું મોભો ટોચ પર છે તેવું કહીએ તો ખોટું નથી યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા મહિપતસિંહ પણ અહીંથી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતા ખેડા લોકસભાની ચૂંટણીમાં આ જંગ ત્રિપાંખિયો બની રહેશે ત્યારે આ ચૂંટણી કોણ બાજી મારે છે અને કેટલા લીડથી જીત થાય છે તેના પર નજર રહેશે . હવે મતદારોને રીઝવવા આ તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.