હીરાભાઈ જોટવા ચૂંટણી પરિણામ 2024
કોંગ્રેસે જુનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવાને ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યુ છે. ભાજપના રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. હીરાભાઈ જોટવાનો જન્મ 1968માં જૂનાગઢના શાંતિપુરામાં થયો હતો. તેઓ આહીર સમાજના અગ્રણી નેતા પણ છે. જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BA નો અભ્યાસ કરેલો છે. કોંગ્રેસના જૂનાગઢ બેઠકના ઉમેદવાર હીરાભાઈ જોટવા રાજકારણ, ખેતી, શિક્ષણ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમજ તેઓ સુપાસીના વૃંદાનન કેળવણી મંડળના ચેરમેન પણ છે. હીરાભાઈ જોટવા 1991-2004 સુધી સુપાસી ગામના સરપંચ તરીકે ફરજ નિભાવી છે. તેમજ 1995-2000 સુધી વેરાવળ યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યાં છે. હીરાભાઈ જોટવા 2000-2005 સુધી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રહી ચુક્યા છે. કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા 2006-2013 સુધી વેરાવળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે. આ ઉપરાંત 2018-2019 સુધી ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ રહી ચુક્યા છે. 2019-2022 સુધી પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે પણ ફરજ નિભાવી છે. આ ઉપરાંત 2023માં કેશોદ બેઠકથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમાં તેઓની પરાજય થઈ હતી.