હિંમતસિંહ પટેલ ચૂંટણી પરિણામ 2024
અમદાવાદ પૂર્વ બેઠક પર અંતે કોંગ્રેસ ફરી ઉમેદવારનું નામ જાહેર કર્યુ છે. રોહન ગુપ્તાના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે હવે હિંમતસિંહ પટેલ પર દાવ અજમાવ્યો છે. કોંગ્રેસે અગાઉ રોહન ગુપ્તાને આ બેઠક પર ટિકિટ આપી હતી. જો કે બાદમાં પિતાની માંદગીનો બહાનું આગળ કરીને રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો.પછી થોડા દિવસ પહેલા તેમને દિલ્હીમાં ભાજપનો ખેસ પહેરી લીધો છે.
કોણ છે કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલ ?
બાપુનગરના ધારાસભ્ય તરીકે હિંમતસિંહ પટેલ પહેલા જવાબદારી નિભાવી ચુક્યા છે. હિંમતસિંહ કોંગ્રેસના કદાવર નેતાઓમાના નેતા માનવામાં આવે છે.તેઓ અમદાવાદ શહેરના મેયર પણ રહી ચૂક્યા છે.
અમદાવાદમાં જ જન્મ અને શિક્ષણ
હિંમતસિંહ પોતે અમદાવાદમાં રખિયાલમાં રહે છે. હિંમતસિંહનો જન્મ 1961ની 12મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રહલાદભાઈ છે. તેમના પત્નીનું નામ કેસંતીબેન છે.હિંમતસિંહ પટેલે SSC(ધોરણ-10) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે.