ડો. હેમાંગ જોષી ચૂંટણી પરિણામ 2024
વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા બેઠક ઉપર અગાઉ રંજનબેન ભટ્ટની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેઓ સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સહિતના અંગત આક્ષેપ બાદ તેઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ વડોદરા લોકસભા બેઠક ઉપર ડો. હેમાંગ જોષીને ટિકિટ આપવામાં આવી છે.
કોણ છે હેમાંગ જોષી ?
હેમાંગ જોષી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા યોગેશચંદ્ર જોષી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા હતા. તેમણે હવે નિવૃત્ત થયા છે. હેમાંગ જોષીએ તેમનું શાળાકીય શિક્ષણ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માંથી કર્યું હતું. તેઓ તેમના યુનિવર્સિટીના દિવસોમાં સામાજિક વિજ્ઞાન ફેકલ્ટીના GS (જનરલ સેક્રેટરી) તરીકે પણ ચૂંટાયા હતા.
હાલમાં મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ
બાદમાં હેમાંગ જોષીએ ફિઝિયોથેરાપીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હેમાંગ જોષીના પત્ની ડો. મેઘના જોષી પણ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે. ડો. હેમાંગ જોષીની 2022માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) હેઠળની મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે ભાજપ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. હેમાંગ જોષી હાલમાં આ જવાબદારી સંભાળી રહ્યા હતા.
ડો. જીગર ઇનામદારના નજીકના ગણાય છે હેમાંગ જોષી
વડોદરામાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટનુંનામ રિપીટ થયા બાદ વિવાદ સર્જાયો હતો, ત્યારે ડો. જીગર ઇનામદારની યુવા ટીમના સભ્ય પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો. હેમાંગ જોષી ડો.જીગર ઇનામદારના નજીકના ગણાય છે. ડો. જીગર ઇનામદારે ગુજરાતમાં નેતૃત્વ માટે ઘણા યુવાનોને તૈયાર કર્યા છે. તેમાં હેમાંગ જોષીનો પણ સમાવેશ થાય છે.