દિનેશ મકવાણા ચૂંટણી પરિણામ 2024

દિનેશ મકવાણા ચૂંટણી પરિણામ 2024
AHMEDABAD WEST BJPBJP
Won 611704

ભાજપે સામાન્ય કાર્યકરની છબી ધરાવનાર ઉમેદવારને આપી ટિકિટ, જાણો કોણ છે દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમમાં આવતી કુલ 7 વિધાનસભામાંથી બે વિધાનસભા એટલે કે જમાલપુર ખાડિયા અને દાણીલીમડા એ કોંગ્રેસ પાસે છે, ત્યારે આ તમામ બેઠકોમાં આવેલા માઇનસ બુથોને કઈ રીતે પ્લસ કરવા તે દિનેશ મકવાણા સામે ખૂબ મોટો પડકાર છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા દિનેશ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ એ SC રિઝર્વ સીટ છે. ભાજપ દ્વારા આ વખતે પક્ષમાં સામાન્ય કાર્યકરની છબી ધરાવનારની પસંદગી કરવામાં આવી છે. દિનેશ મકવાણા બિનવિવાદ અને જૂથવાદથી પર ચહેરો છે. કોણ છે દિનેશ મકવાણા ? અમદાવાદ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાનો જન્મ તારીખ 16 ડિસેમ્બર 1969ના રોજ થયો હતો. તેમણે B.A LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ હિન્દુ વણકર જ્ઞાતિમાંથી આવે છે. દિનેશ મકવાણા 1987થી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. દિનેશ મકવાણાની રાજકીય સફર દિનેશ મકવાણાની રાજકીય સફર વિશે વાત કરીએ તો, સૌપ્રથમ તેઓ નરોડા રોડ વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. 54 વર્ષીય દિનેશ મકવાણા છેલ્લા 37 વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે. અગાઉ તેઓ અમદાવાદના 2 વખત પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તો 54 વર્ષીય મકવાણા 5 ટર્મ સુધી કાઉન્સિલર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. જમીન સાથે જોડાયેલા નેતા છે. વર્ષ 2009, 2014 અને 2019માં રિપીટ ઉમેદવાર બાદ પ્રથમ વખત ઉમેદવાર બદલવામાં આવ્યા છે. આ સીટ અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી કિરીટ સોલંકી સાંસદ હતા.

નામDinesh Makwana ઉંમર54 વર્ષ લિંગ પુરુષ લોકસભા મતવિસ્તાર AHMEDABAD WEST
ગુનાહિત ઈતિહાસ No કુલ સંપતિ ₹ 14.2Crore કુલ દેવું ₹ 1.3Crore શૈક્ષણિક લાયકાતGraduate Professional
All the information available on this page has been provided by Association for Democratic Reforms (ADR) | MyNeta and sourced from election affidavits available in the public domain of Election Commission of India ADRMy Neta

લોકસભા ચૂંટણીના પરિણામો માત્ર 5 કલાકમાં આવ્યા : અશ્વિની વૈષ્ણવ

દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9 નેટવર્કની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ શરૂ થઈ ગઈ છે. આ વખતે આ કાર્યક્રમ જર્મનીમાં થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશમાં બદલાતા ટેકનોલોજીના વાતાવરણ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં ચૂંટણીની દિશા અને સ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ છે.

ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાયનાડમા પ્રિયંકાએ કર્યો રોડ શો, જુઓ ફોટા

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.

અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યાઃ ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.

કેન્દ્રીય કેબિનેટમાં "One Nation, One Election" ને મંજૂરી

"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે. 

વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર શું છે જાણો

2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.

વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો

વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.

ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, જાણો

ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે... PMનું વિયેનામાં સંબોધન

પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,

Om Birla સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ બન્યા

ઓમ બિરલા સતત બીજી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમની આ પદ માટે ધ્વનિમત વોટીંગ દ્વારા પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

"કમળમાં હવે કંઈ લેવાનુ નથી"- પૂર્વ MLA કાળુુ વિરાણીએ આવુ કોને કહ્યુ

અમરેલી જિલ્લા ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી સમયે અહીં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ ઉદ્દભવી હતી. એકબાદ એક ભાજપના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનો હવે ભાજપમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવા સૂર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કોંગ્રેસને મત આપવાની વાત કરી રહ્યા છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">