ચૈતર વસાવા, જેના માટે ભરૂચ બેઠક પર કોંગ્રેસ EVM માંથી પંજાનું નિશાન ગાયબ કરવા પણ સહેમત થઈ

ચૈતર વસાવા, જેના માટે ભરૂચ બેઠક પર કોંગ્રેસ EVM માંથી પંજાનું નિશાન ગાયબ કરવા પણ સહેમત થઈ
ભરૂચ AAPAAP

ભરુચ લોકસભા બેઠક પાર ઇન્ડિયા ગંઠબંધને બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આપી છે. અહેમદ પટેલના પરિવારની સંવેદના જોડાયેલી હોવાથી EVM માં લોકસભા ચૂંટણી 2024 માં ભરૂચ બેઠક માટે પંજાનું નિશાન ભૂંસાઈ જવાનો વિરોધ ઉઠ્યો છે. આમ આદમી પાર્ટીએ દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી છે ત્યારે ગઠબંધનનો તેમને કેટલો લાભ મળે છે તે પ્રશ્ન ઉભો થયો છે

 

ચૈતર વસાવા સુરત જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકે ની નોકરી કરતા હતા અને કચેરીમાં આવતા લોકોને યોજનાઓ નો લાભ મળે તે માટે પત્ની શકુંતલા સાથે મળી કામગીરીથી સામાજિક સેવા શરૂ કરી હતી. નર્સની નોકરી કરતી વર્ષા તેમની સાથે જોડાઈ અને ચૈતર સાથે લગ્ન કર્યા આજે ચૈતર વસાવાના બે પત્ની છે. ચૈતર એક કાચા મકાનમાં પરિવાર સાથે રહે છે. ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન ધારાસભ્ય બન્યો અને હાલ માં ભરૂચ લોકસભા માં ઇન્ડિયા ગઠબંધન નો ઉમેદવાર પણ છે

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 માં બી ટી પી ના મહેશ છોટુભાઈ વસાવા ને ડેડીયાપાડા બેઠક પર વિજેતા બનવવામાં સૌથી મોટો ફાળો ચૈતર વસાવાનો રહ્યો હોવાનું કહેવામાં આવે છે. મહેશ વસાવા સાથે અણબનાવ બાદ ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાએ આપ તરફથી ઉમેદવારી કરતા ડેડીયાપાડા બેઠક પર 1 લાખ 34 હજાર મત મેળવી વિજય મેળવ્યો હતો

Phase Date State Seat
1 April 19, 2024 21 102
2 April 26, 2024 13 89
3 May 07, 2024 12 94
4 May 13, 2024 10 96
5 May 20, 2024 8 49
6 May 25, 2024 7 57
7 Jun 01, 2024 8 57
Full Schedule

Election News 2024

Election Videos

g clip-path="url(#clip0_868_265)">