ભરત મકવાણા ચૂંટણી પરિણામ 2024
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે બીજી યાદીમાં ગુજરાતના જે 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે તેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. ભરત મકવાણાનો મુકાબલો ભાજપના દિનેશ મકવાણા સામે થવાનો છે. અગાઉ રહી ચુક્યા છે ધારાસભ્ય મકવાણા પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. તેમના પિતા યોગેન્દ્ર મકવાણા ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. તેઓ કોંગ્રેસના દિગ્ગજ અનુસૂચિત જાતિના ચહેરા તરીકે ઉભર્યા હતા. ભરત મકવાણા પણ આણંદ જિલ્લાની સોજીત્રા બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. મકવાણા પરિવાર મૂળ કોંગ્રેસી ભરત મકવાણાના માતા શાંતાબેન મકવાણા પણ સોજીત્રાથી ત્રણવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતાં. શાંતાબેન માધવસિંહ સોલંકીની સરકારમાં બે વાર મંત્રી રહેલા છે. મકવાણા પરિવાર મૂળ કોંગ્રેસી પરિવાર છે. ભરત મકવાણાના માતા અને પિતા બન્ને પ્રધાન રહી ચૂક્યા છે.