મેચ ફિક્સિંગ વિના ભાજપ 180નો આંકડો પણ પાર ના કરી શકે: રાહુલ ગાંધી

|

Mar 31, 2024 | 5:52 PM

દિલ્હીના રામલીલા મેદાનમાં આજે ઈન્ડિ ગઠબંધનની રેલી યોજાઈ હતી. આ રેલીને સંબોધન કરતા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ, કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદી ઉપર વાકપ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સીબીઆઈ, ઈડીના દૂરપયોગથી વિપક્ષનો અવાજ દબાવી રહી છે. મોદી મેચ પહેલા જ મેચ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કરે છે. ફિક્સિંગ વિના ભાજપ 180નો આંકડો પણ પાર કરી શકે તેમ નથી.

દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ખૂબ જ આક્રમક દેખાયા હતા. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વાકપ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ આઈપીએલ ટૂર્નામેન્ટને દેશની ચૂંટણી સાથે સરખાવતા કહ્યું કે, અમ્પાયરને ડરાવી ધમકાવીને અને તેના પર દબાણ કરીને ખેલાડીઓને ખરીદવામાં આવે છે. ચૂંટણીમાં આવું જ એક ફિક્સિંગ થઈ રહ્યું છે.

મોદીજીએ અમારા બે ખેલાડીઓને જેલમાં ધકેલી દીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીજી આ ચૂંટણી પહેલા મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના 400 પારનુ સૂત્ર મેચ ફિક્સિંગ વિના, સોશિયલ મીડિયા વિના અને મીડિયા પર દબાણ લાવ્યા વિના પુરુ થવાનુ નથી. જો તેઓ મેચ ફિક્સિંગ ના કરે તો ભાજપ 180નો આંકડો પણ પાર કરી શકે તેમ નથી.

દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની રેલીમાં, ઈન્ડિયા એલાયન્સમાં જોડાયેલા તમામ પક્ષોના અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના બનેલા ગઠબંધનની આ પહેલી મોટી રેલી હતી. જેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, મહેબૂબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા, અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા અને હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. એક પછી એક તમામ નેતાઓએ રેલીને સંબોધી અને ભાજપ પર પ્રહારો કર્યા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

‘જો બંધારણ ખતમ થઈ જશે તો દેશ નહીં બચે’

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, અમે ન તો પોસ્ટર છાપવામાં સક્ષમ છીએ અને ના તો અમે અમારા કાર્યકરોને અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે મોકલી શકીએ. રાહુલે કહ્યું કે આ સમગ્ર પ્રયાસ મેચને ફિક્સ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. અને આ મેચ ફિક્સિંગ માત્ર પીએમ મોદી જ નથી કરી રહ્યા, દેશના 3-4 મોટા અબજોપતિઓ કરી રહ્યા છે.

રાહુલે કહ્યું કે આ મેચ ફિક્સિંગનો એક જ ધ્યેય છે કે આ મેચ ફિક્સિંગ આ દેશના બંધારણને છીનવી લેવા માટે કરવામાં આવી રહ્યું છે, જેણે આ દેશના લોકોને જીવવાનો અધિકાર આપ્યો છે. રેલીમાં રાહુલે ભારપૂર્વક કહ્યું કે, જે દિવસે આ બંધારણ ખતમ થઈ જશે, આ દેશ નહી બચે.

‘લોકોનો અવાજ દબાવી ન શકાય’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ પોલીસની ધમકીઓથી ચાલતુ નથી. ભાજપ પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે તેમને લાગે છે કે બંધારણ વિના દેશને ડરાવવા, ધમકાવવા, સીબીઆઈ, ઈડી દ્વારા કામ ચલાવી શકાય છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે તમે મીડિયાને ખરીદી શકો છો, રિપોર્ટ્સને ચૂપ કરી શકો છો પરંતુ લોકોનો અવાજ દબાવી શકતા નથી.

રાહુલે કહ્યું કે કોઈ પણ શક્તિ લોકોના અવાજને દબાવી નહીં શકે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ કહ્યું છે કે, 400નો આંકડો પાર કરીને ચૂંટણી જીતતા જ અમે બંધારણને ખતમ કરી દઈશું.

 

Published On - 5:48 pm, Sun, 31 March 24

Next Article