Gujarat Elections 2021 Results : ગુજરાતમાં 231 તાલુકા પંચાયતોમાંથી 196માં ભાજપનો જ્યારે 33માં કોંગ્રેસનો વિજય થયો છે અને બેમાં ટાઈ પડી છે. તેમજ તમામ 31 જિલ્લા પંચાયત પર ભાજપે કબજો કર્યો છે. 81 નગરપાલિકામાંથી ભાજપને 75માં જીત મળી છે તો કોંગ્રેસ માંડ ત્રણ નગરપાલિકા જીતી શકી છે. જ્યારે 3 નગરપાલિકા અન્યને મળી છે. 2015માં જે રીતે પાટીદાર ફેક્ટરે ભાજપને નુક્શાન પહોચાડ્યું હતું જે 2021માં ભાજપે પ્રાથમિક તબક્કે જે ચિત્ર સ્પષ્ટ થયું છે તે મુજબ તો ઘણું સરભર કરી લીધુ છે.
મહત્વપૂર્ણ છે કે મનપાની ચૂંટણીની સરખામણીએ ગામડાઓની ચૂંટણીમાં સારૂ એવું મતદાન થયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતમાં 65 ટકા મતદાન, તો પાલિકા માટે 55 ટકા સરેરાશ મતદાન થયું હતું. જોકે ગત્ત ચૂંટણીની ટકાવારી કરતા આ મતદાન ઓછું છે પરંતુ મનપાની સરખામણીએ વધુ નોંધાયેલું મતદાન ભાજપ પક્ષને ફળતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ ભાજપે સારૂ પ્રદ્શન કરતા હાર્દિક પટેલ સહિત કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની હવા નિકળી ગઈ છે.
Patan Local Body Election Results 2021 Live Counting:
ગીર સોમનાથ જિલ્લાપંચાયત બેઠકની તમામ વિગત
■ગીરગઢડાની કુલ 4 બેઠક
ભાજપ-04.
કોંગ્રેસ:-00.
■કોડીનારની કુલ 5 બેઠક
ભાજપ-04.
કોંગ્રેસ-01.
■તાલાળાની કુલ 3 બેઠક
ભાજપ-02.
કોંગ્રેસ-01.
■સુત્રાપાડાની કુલ 4 બેઠક
ભાજપ-02.
કોંગ્રેસ:-02.
■ઉનાની કુલ 7 બેઠક
ભાજપ-07.
કોંગ્રેસ-00.
■વેરાવળની કુલ 5 બેઠક
ભાજપ-03
કોંગ્રેસ-02
Patan Local Body Election Results 2021 Live Counting:
રાજ્યમાં તાલુકા પંચાયત પર AAP નું ખાતું ખૂલ્યું ,પાટણ જીલ્લાની સમી તાલુકા પંચાયતની બેઠક પર AAP ના ઉમેદવારનો વિજય થતા પાટણ જીલ્લામાં AAP ની એન્ટ્રી
Kachch Local Body Election Results 2021 Live Counting:
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાજીનામામો સિલસિલો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામુ મોકલી આપ્યું.
Gujarat Local Body Election Results 2021 Live Counting:
વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી 27 બેઠકો પર ભાજપનો કબજો, કોંગ્રેસ ને માત્ર 7 બેઠક મળી. 2015ની ચૂંટણીમાં કોંગ્રેસ ને 22 બેઠકો મળી હતી
Gujarat Local Body Election Results 2021 Live Counting:
રાજ્યની 2 જિ.પંચાયત અને 2 તા.પંચાયતમાં ભાજપે રચ્યો ઈતિહાસ, આઝાદી બાદ પ્રથમ વખત ચૂંટણીના પરિણામો ભાજપ તરફી આવ્યા છે. 2 જિ.પંચાયત અને 2 તા.પંચાયત પર ભાજપનો વિજય થતા કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો. ગાંધીનગર જિલ્લા પંચાયત પર ભાજપનો વિજય થયો છે. ગાંધીનગરમાં 28 પૈકી 19 બેઠકો પર ભાજપનો વિજય થયો તો આઝાદી બાદ તાપી જિલ્લા પંચાયત પર ભાજપનો વિજય નોંધાયો. કુલ 26 બેઠકો પૈકી 17 બેઠક પર કેસરિયો લહેરાયો હતો. ભાવનગર ઘોઘા તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો તો ધોધા તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. આઝાદી બાદ વાંકાનેર તાલુકા પંચાયત પણ ભાજપે કબ્જે કરી. કુલ 24 બેઠકો પૈકી ભાજપનો 13 બેઠક પર વિજય થયો છે.
Gujarat Local Body Election Results 2021 Live Counting:
ગુજરાત સ્થાનિક સ્વરાજની હાર બાદ કૉંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતાએ રાજીનામા આપી દીધા છે. કૉંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડે બંને નેતાઓનું રાજીનામું સ્વીકાર્યું હોવાની વાત સામે આવી છે. માર્ચના અંત સુધીમાં નવા અધ્યક્ષ અને સીએલપી નેતાની જાહેરાત કરી દેવામાં આવશે. ગુજરાતમાં કૉંગ્રેસના સતત રકાસ બાદ બંને નેતાએ સ્વીકારી હારની જવાબદારી અને 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નવેસરથી કરશે મંથન.
Panchmahal Local Body Election Results 2021 Live Counting:
પંચમહાલ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, જિલ્લા પંચાયતની તમામ 38 બેઠકો ભાજપે કબજે કરી, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને અન્ય પક્ષો ખાતું ખોલાવવામાં પણ રહ્યા નિષ્ફળ. તાલુકા પંચાયતની 178 બેઠકો પૈકી ભાજપે 169 બેઠકો પર પરચમ લહેરાવ્યો હતો. તાલુકા પંચાયતમાં માત્ર 4 બેઠકો કોંગ્રેસના ફાળે જ્યારે 5 બેઠકો અપક્ષોના ફાળે.
૧.ગોધરા તાલુકો
-તાલુકા પંચાયત 34 બેઠકો
ભાજપ 33
કોંગ્રેસ. 01
અપક્ષ. 00
-જિલ્લા પંચાયત 09 બેઠકો ભાજપ વિજયી
૨.કાલોલ તાલુકો
-તાલુકા પંચાયત 24 બેઠકો (2 બિનહરીફ)
ભાજપ 22
કોંગ્રેસ 00
અપક્ષ 02
-જિલ્લા પંચાયત કુલ 5 બેઠકો ભાજપ વિજયી
૩.હાલોલ તાલુકો
-તાલુકા પંચાયત 24 બેઠકો (1 બિન હરીફ)
ભાજપ 23
કોંગ્રેસ 01
અપક્ષ 00
-જિલ્લા પંચાયત 05 બેઠકો પર ભાજપ વિજયી
૪.ઘોઘમ્બા તાલુકો
-તાલુકા પંચાયત 26 (1 બીન હરીફ)
ભાજપ 25
કોંગ્રેસ. 00
અપક્ષ. 01
-જિલ્લા પંચાયત 06 બેઠકો પર ભાજપ વિજયી
૫.જાંબુઘોડા તાલુકો
-તાલુકા પંચાયત 16 બેઠકો
ભાજપ 16
કોંગ્રેસ. 00
અપક્ષ. 00
-જિલ્લા પંચાયત ની 01 બેઠક પર ભાજપ વિજયી
૬.શહેરા તાલુકો
-તાલુકા પંચાયત 30 બેઠકો (16 બિનહરીફ)
ભાજપ 29
કોંગ્રેસ. 01
અપક્ષ 00
-જિલ્લા પંચાયત ની 07 બેઠકો પર ભાજપ વિજયી
૭.મોરવા હડફ તાલુકો
-તાલુકા પંચાયત 24 બેઠકો
ભાજપ 21
કોંગ્રેસ 01
અપક્ષ 02
-જિલ્લા પંચાયત 05 બેઠકો પર ભાજપ વિજયી
શહેરા નગર પાલિકા
6 વોર્ડ 24 બેઠકો
ભાજપ 20
કોંગ્રેસ 00
અપક્ષ. 04
ગોધરા નગર પાલિકા
11 વોર્ડ 44 બેઠકો
(૭ વોર્ડ નું પરિણામ જાહેર થતા સુધી)
ભાજપ 14
કોંગ્રેસ. 01
અપક્ષ. 11
Aimim.02
Kachch Local Body Election Results 2021 Live Counting:
કચ્છની પાંચેય નગરપાલિકામાં ભાજપની જીત થઈ, પ્રથમ વખત યોજાયેલી મુન્દ્રા- બારોઇ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ જીત્યું. ભુજમાં 44 પૈકી ભાજપને 36 અને કોંગ્રેસને 8 બેઠક મળી, ગાંધીધામની 52 બેઠકો પૈકી ભાજપને 47 અને કોંગ્રેસને 5 સીટ મળી. અંજારમાં 36 માંથી કોંગ્રેસને એક જ સીટ મળી, બાકીની 35 ભાજપ વિજેતા. માંડવીમાં 36 પૈકી ભાજપ 31 અને કોંગ્રેસ પાંચ સીટ પર વિજયી, મુન્દ્રાની 28 બેઠકોમાં ભાજપે 19 અને કોંગ્રેસે 9 બેઠકો પર વિજય મેળવ્યો. કચ્છમાં નગરપાલિકાની 196 બેઠકો પૈકી ભાજપના 168 અને કોંગ્રેસના 28 ઉમેદવાર ચૂંટાયા. કચ્છની નગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી કે અપક્ષ સફળ નહી.
Anand Local Body Election Results 2021 Live Counting:
આણંદ નગરપાલિકામાં કુલ 36 ભાજપ અને 14 કોંગ્રેસ અને 2 સીટ અપક્ષને ફાળે, ભાજપ સત્તા જાળવવામાં સફળ
Valsad Local Body Election Results 2021 Live Counting:
વલસાડ જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો, ઉમરગામ નગરપાલિકા પર પણ ભાજપ નો કબજો, જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો. વલસાડ જિલ્લા પંચાયત, વલસાડ જિલ્લાની 6 તાલુકા પંચાયતો વલસાડ , પારડી, વાપી , ધરમપુર , કપરાડા , ઉમરગામ પર ભાજપનો ભગવો લહેરાયો. ઉમરગામ નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો. ધરમપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની 1 બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ બેઠકો કોંગ્રેસે ગુમાવી દેતા કોંગ્રેસનાં દિગ્ગજોમાં સન્નાટો ફેલાઈ ગયો છે.
Patan Local Body Election Results 2021 Live Counting:
પાટણ જીલ્લા પંચાયત સ્પષ્ટ બહુમતી સાથે ભાજપના ફાળે તો ૦૯ તાલુકા પંચાયત પૈકી ૦૭ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો સ્પષ્ટ બહુમતીથી વિજય થયો. સિઘ્ઘપુર અને સરસ્વતી તાલુકા પંચાયત કોંગ્રેસના હાથે લાગી. ચાણસ્મા તાલુકા પંચાયત પર ચોંકાવનારુ પરિણામ સામે આવ્યું. ચાણસ્મા તાલુકાની ૧૮ બેઠક પર ભાજપનો વિજય થયો જ્યારે કે
કોંગ્રેસનુ ખાતું પણ ચાણસ્મા તાલુકા પંચાયત પર ન ખૂલ્યું.
Ahmedabad Local Body Election Results 2021 Live Counting:
ડાંગ જિલ્લા પંચાયતની 18 માંથી 17 બેઠક જ્યારે ત્રણ તાલુકા પંચાયતની 48 માંથી 41 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય
Ahmedabad Local Body Election Results 2021 Live Counting:
ધોળકા નગરપાલીકામાં ફરી ભાજપનું શાસન, ભાજપનો ભગવો ધોળકા નગરપાલિકમાં લહેરાયો
ભાજપ – બેઠક જીત કુલ – ૨૧
કોંગ્રેસ – બેઠક જીત કુલ – ૧૦
અન્ય – બેઠક જીત કુલ – 0૫
ધોળકા વોર્ડનં ૧ માં ભાજપની પેનલ તુટી
કેતન કાજીયા પટેલ અપક્ષ
ભારતીબેન રાવળ ભાજપ
વર્ષાબેન રાણા ભાજપ
તલપેશ પટેલ ભાજપની જીત
ધોળકા વોર્ડનં ૨ માં ભાજપની પેનલનો વિજય
ચંદુભાઈ પ્રજાપતિ ભાજપ
અશોકભાઈ મકવાણા ભાજપ
રીનાબેન ત્રીવેદી ભાજપ
હેતલબેન સોલંકી ભાજપની જીત
ધોળકા વોર્ડ નં ૩ માં ભાજપની પેનલનો વિજય
મહેન્દ્રસિંહ જાદવ ભાજપ
જયંત પટેલ ભાજપ
રેણુકા બેન પટેલ ભાજપ ભાજપ
શીલ્પાબેન ઠાકોર ભાજપની જીત
ધોળકા વોર્ડ નં ૪માં ભાજપની પેનલનો વિજય
અનિલભાઈ વાઘેલા ભાજપ
બાલિબેન કારેલુયા ભાજપ
સંજયભાઈ પટેલ ભાજપ
હેતંલબેન ધોળકિયા ભાજપની જીત
ધોળકા વોર્ડ ૫ કોંગ્રેસ ૩ અને ૧ ભાજપનો વિજય
આબેદાબેન મનસુરી કોગ્રેસ
કોતિલાબેન પરમાર કોગ્રેસ
શાકિર મિયા મલેક કોગ્રેસ
સમિરભાઈ મનસુરી ભાજપની જીત
ધોળકા વોર્ડ નં ૬માં કોગ્રેસના પેનલનો વિજય
અમિર ટીંબલિયા કોંગ્રેસ
નુરજહા સૈયદ કોંગ્રેસ
ફરજાનાબાનુ ઘાચી કોંગ્રેસ
હનિફભાઈ મુનસી કોંગ્રેસની જીત
ધોળકા વોર્ડ નં૭ માં કોંગ્રેસની પેનલ તુટી
મનસુરખાન તાલુબદાર કોંગ્રેસ
મિયકબીબી પઠાણ કોંગ્રેસ
ફારુક ઘાચી કોંગ્રેસ
કિંજલબેન જોષી ભાજપ
ભાજપ ૧ કોંગ્રેસના ૩ ઉમેદવારોની જીત
ધોળકા વોર્ડનં ૮ મા અપક્ષ પેનલનો વીજય
ઈશ્વભાઈ જોગ્રાના અપક્ષ
પંજુબેન અપક્ષ
રમેશભાઈ વાઘેલા અપક્ષ
રેવાબેન રાણા અપક્ષની જીત
ધોળકા વોર્ડ નં ૯માં ભાજપની પેનલનો વિજય
પરિમલ રબારી ભાજપ
નયનાબેન પટેલ ભાજપ
નર્મદાબેન ઠાકોર ભાજપમાંથી બીન હરીફ
દેવેન્દ્રભાઈ કાછીયા પટેલ ભાજપની જીત
Gandhinagar Local Body Election Results 2021 Live Counting:
ગાંધીનગર જીલ્લામાં કેસરિયો લહેરાયો, કલોલ તાલુકા પંચાયત સિવાય તમામ બોડીમાં ભાજપનું બહુમતીથી રાજ, કલોલ નગર પાલિકા – માણસા તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય, દહેગામ નગર પાલિકા અને દહેગામ તાલુકા પંચાયત પર પણ ભાજપનો વિજય – નિર્મલ દવે
Arvalli Local Body Election Results 2021 Live Counting:
4-00..pm
તાલુકા પંચાયત જિલ્લા પં. ન. પા
Bjp 2720 651 1762
Inc 994 137 320
Ind 91 3 143
Aap 27 1 9
Bsp 4 1 2
Others – 13 4 12
Arvalli Local Body Election Results 2021 Live Counting:
અરવલ્લી કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય ડો અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાની હાર, ભિલોડા તાલુકા પંચાયતની ઉબસલ બેઠક પરથી થઇ હાર. ડો. અનિલ જોષિયારા પાંચ ટર્મ થી ભીલોડા ના ધારાસભ્ય છે.
Mehsana Local Body Election Results 2021 Live Counting:
ઊંઝા નગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી પૂર્ણ, ઊંઝા પાલિકામાં ભાજપની થઈ જીત, 36 બેઠકોમાંથી ભાજપની 19 બેઠકો પર જીત, 15 બેઠકો પર અપક્ષોની કામદાર પેનલના લોકો જીત્યા અને 2 બેઠકો પર અપક્ષોની જીત થઈ. મહેસાણા જિલ્લાની 4 પાલિકા પૈકી 3 પર ભાજપની જીત. ઊંઝા, કડી, વિસનગર પાલિકા ભાજપે જીતી. મહેસાણા પાલિકા જીતવા ભાજપે 44 પૈકી 23 બેઠક જીતવાની જરૂર. અત્યાર સુધી ભાજપે 21 બેઠક જીતી લીધી. વધુ 2 બેઠકો જીતવાથી મહેસાણા પાલિકા પણ ભાજપ કબજે કરશે.
Chota udaipur Local Body Election Results 2021 Live Counting:કવાંટ તાલુકા પંચાયતમાં પણ ભાજપનું રાજ જોવા મળ્યું છે. જાહેર થયેલી બેઠકોમાં ભાજપને બહુમતી મળી છે. અગાઉ કોંગ્રેસનું શાસન હતું. બેઠકોમાં 14 ભાજપ, 6 કોંગ્રેસ, 1 અપક્ષને મળી છે.
Dwarka Local Body Election Results 2021 Live Counting: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ નગર પાલિકામાં પરિવર્તન આવ્યું છે. રાવલ નગર પાલિકા માં કુલ 6 વોર્ડ ની 24 બેઠકમાં ભાજપના 8 ઉમેદવારએ જીત મેળવી છે. જેમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી 12 અને કોંગ્રેસ 4 ઉમેદવાર જીત્યા છે.
Anand Local Body Election Results 2021 Live Counting: આણંદ ભાજપમાં જીતની ખુશી સાથે દુખદ ઘટના સામે આવી છે. આંકલાવ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરનું અવસાન થયું છે. દિલીપસિંહ પઢિયારને હ્રદયરોગ નો હુમલો આવતા અવસાન થયું છે. દિલીપસિંહ ભાજપ તાલુકા કિસાન મોરચાના હોદ્દેદાર હતા.
Narmada Local Body Election Results 2021 Live Counting:નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી ભાજપ 18 માં જીત, કોંગ્રસ 2 માં જીત મેળવી છે. નર્મદા જિલ્લા પંચાયતમાં પણ બિટીપી એ ખાતું ખોલાવ્યું 1 બેઠક પર વિજેતા. નર્મદા જિલ્લા પંચાયતમાં ધારાસભ્ય પી ડી વસાવા ની પુત્રી મનીષા વસાવાની હાર થઈ છે. નર્મદા જિલ્લા પંચાયત ના પૂર્વ કારોબારી ચેરેમને બીપીટીના બહાદુર વસાવાની હાર થઈ છે.
valsad Local Body Election Results 2021 Live Counting: વલસાડ જિલ્લા પંચાયત માં ભગવો લેહરાયો છે. કોંગ્રેસ ને માત્ર બે બેઠક મળી છે. તમામ કોંગ્રેસી દિગ્ગજો ને લોકોએ ઘરે બેસાડ્યા છે. માત્ર કપરાડા તાલુકા અને ધરમપુર માં એક એક બેઠક જાળવી કોંગ્રેસ છે.
morbi Local Body Election Results 2021 Live Counting: માળીયા મિયાણામાં કોંગ્રેસનો વિજય થયો છે.
Panchmahal Local Body Election Results 2021 Live Counting:
દેવગઢ બારીયા તાલુકા પંચાયતની 28 બેઠક માથી 27 નુ પરિણામ જાહેર
27 -બેઠક ભાજપ
1 -બેઠક ની ગણતરી ચાલુ
દેવગઢ બારીયા તાલુકા ની જિલ્લા પંચાયત બેઠક નુ પરિણામ જાહેર
કુલ બેઠક-06
ભાજપ-06
ભાજપ-23
અપક્ષ-1
લીમખેડા જિલ્લા પંચાયત કુલ બેઠક-05
ભાજપ-5
Navsari Local Body Election Results 2021 Live Counting:
નવસારી જિલ્લામા ભગવો લહેરાયો, 6 તાલુકા પંચાયતમાં ભાજપ ની જીત
Dang Local Body Election Results 2021 Live Counting:
ડાંગ વઘઇ જિલ્લા પંચાયત ઉપર ભાજપના હરીશ બચ્છાવ 1258 મતે વિજેતા જાહેર, કોંગ્રેસનાં બાહુબલી ગણાતા હરીશ બચ્છાવે ભાજપમાંથી કરી હતી ઉમેદવારી
Dahod Local Body Election Results 2021 Live Counting:
દાહોદ નગરપાલિકાની 36 બેઠકમાંથી ભાજપનાં ફાળે 19, કોંગ્રેસ પાસે 5 સીટ રહેતા દાહોદ નગરપાલિકામાં ભાજપ ને સ્પષ્ટ બહુમતી મળતાં સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. આ સાથે જ ફરી સત્તા ભાજપાના હાથ મા ગઈ છે.
Dahod Local Body Election Results 2021 Live Counting:
દાહોદ ધાનપુરની 24 બેઠકમાંથી ભાજપ પાસે 23 અને કોંગ્રેસ પાસે 1 બેઠક, ધાનપુર તાલુકાની 5 જિલ્લા પંચાયત બેઠકનું પરિણામ જાહેર જેમાં ભાજપે 5 બેઠક જીતી
Dahod Local Body Election Results 2021 Live Counting :દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર 3 માથી સતત ચોથી વખત કાઇદ ચુનાવાલા એ જીત મળી સાથે કોગ્રેસ ની પેનલ જીતાડી છે. ભાજપા દ્વારા ટિકિટ ન મળતા કોગ્રેસમાંથી લડ્યા હતા નગરપાલિકાના વોર્ડ નંબર 3માંથી ચુટણી લડી હતી. આ સાથે જ ભાજપા ઉપર કર્યો કટાક્ષ.
આયે ગી ઉનકો મેરી યાદ આયેગી.
Bhavnagar Local Body Election Results 2021 Live Counting : ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે. ભાજપએ જિલ્લા પંચાયત બહુમતી સાથે કબ્જે કરી છે. કુલ બેઠક 40 છે. ભાજપ 24, કોંગ્રેસ 06,આપ.01 બેઠક કબ્જે કરી છે.
vadodara Local Body Election Results 2021 Live Counting: વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. 34 બેઠકો પૈકી 31ના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપને 25, કોંગ્રેસને 6 બેઠકો મળી છે.
Narmada Local Body Election Results 2021 Live Counting: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામની મહત્વની બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. કેવડિયા જિલ્લા પંચાયત બેઠક પર દિનેશભાઈ સોમાભાઈ ભાજપનો ભવ્ય વિજય થયી છે.
Mahesana Local Body Election Results 2021 Live Counting: મહેસાણા નગરપાલિકા વોર્ડ 6માં ભાજપની પેનલ વિજયી થઈ છે. જેમાં વર્ષાબેન મુકુંદભાઈ પટેલ 4287 ભાજપ, રંજન બેન પ્રજાપતિ 4079 ભાજપ, કીર્તિભાઈ પટેલ 5156 ભાજપ, રમેશ પટેલ 4926 ભાજપ મત મળ્યા છે.
Narmada Local Body Election Results 2021 Live Counting:
રાજપીપલા નગરપાલિકાની 28 બેઠકોમાંથી ભાજપ 16 જીત, અપક્ષ 6 જીત, 6 પર કોંગ્રેસની જીત થઈ. રાજપીપલા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. ગતટર્મમાં પણ રાજપીપલા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી
Mehsana Local Body Election Results 2021 Live Counting:
અરવલ્લીનાં માલપુર તાલુકા પંચાયતની કુલ 16 બેઠક પૈકી ભાજપે 15 બેઠક મેળવી, અપક્ષ પાસે 1 બેઠક જ્યારે કે કોંગ્રેસ ખાતુ નહી ખોલાવી શકી
ભાજપ – 15 બેઠક પર વિજેતા
કોંગ્રેસ – 00
અપક્ષ – 01 બેઠક
Mehsana Local Body Election Results 2021 Live Counting:
વડનગર તા. પંચાયત. મહેસાણામાં
◆ભાજપ =11
◆કોંગ્રેસ =1
◆અન્ય =1
આપ પાર્ટી-1
■કુલ =18/14
4સીટની ગણતરી ચાલુ
Kachch Local Body Election Results 2021 Live Counting:
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ
લખપત તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનો કબજો
કોંગ્રેસ 9 બેઠક ઉપર વીજય મેળવ્યો
ભાજપના ફાળે 7 બેઠકો આવી
જિલ્લા પંચાયતની 2 ને સીટો પર કોંગ્રેસ વિજય
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ
અબડાસા તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનો કબજો
કોંગ્રેસ 10 બેઠક ઉપર વિજય મેળવ્યો
ભાજપના ફાળે 8 બેઠકો આવી
જિલ્લા પંચાયતની 3 સીટો પૈકી કોંગ્રેસ 2 અને બીજેપી 1 સીટ ઉપર વિજેતા
Gujarat Local Body Election Results 2021 Live Counting:
વર્ષ 2015માં પાટીદાર મતોનાં ધૃવીકરણથી ભાજપનાં કપાળે જેણે કરચલીઓ પાડી દીધી હતી તે હાર્દિક પટેલનાં વિસ્તાર એવા વિરમગામમાં કોંગ્રેસનો સફાયો બોલી ગયો છે. તાલુકા પંચાયત બાદ ભાજપે પાલિકા પર પણ કબજો કરી લીધો છે.
Gujarat Local Body Election Results 2021 Live Counting:
તાલુકા પંચાયત જિલ્લા પં. ન. પા
Bjp 1636 382 1182
Inc 625 84 214
Ind 51 1 73
Aap 16 1 2
Bsp…. 5 1 2
Others – 6 1 10
Gujarat Local Body Election Results 2021 Live Counting:
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનું કમળ ખીલ્યું છે. જિલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભાજપે મેદાન માર્યું છે અને ગામડાના મતદારોએ ભાજપના ઉમેદવારોને સત્તાના સિંહાસન પર બેસાડ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજનો જંગ જીત્યા બાદ ભાજપના ઉમેદવારો અને કાર્યકરો વિજયોત્સવ મનાવ્યો. ભાજપના કાર્યકરોએ ઢોલ-નગારા અને આતશબાજી સાથે જીતની ઉજવણી કરી તો જીતેલા ઉમેદવારોએ વિજયી સરઘસ કાઢીને મતદારોનો આભાર માન્યો.
Gujarat Local Body Election Results 2021 Live Counting:
મુખ્યપ્રદાન વિજય રૂપાણીએ કહ્યું કે વિકાસની રાજનીતિ એ જ ભાજપનો ખરો એજન્ડા હતો જેને લઈને કોંગ્રેસનો કારમો પરાજય થયો. આ ગુજરાત અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું છે.
Gujarat Local Body Election Results 2021 Live Counting:
વિજય રૂપાણીનું નિવેદન, કોંગ્રેસ સત્તા માટે તો નહી પણ વિપક્ષ માટે પણ લાયક નથી. તેમણે કહ્યું કે જે લોકો ગુજરાતમાં ભાજપને હરાવવાની વાત કરતા હતા તેમનો પૂત્ર ચૂંટણી હાર્યો છે કહી ને છોટુ વસાવાને આડે હાથ લીધા હતા.
Gujarat Local Body Election Results 2021 Live Counting: મુખ્યપ્રદાન વિજય રૂપાણી એ કહ્યું કે ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો, પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું કે 2015ની હારને વ્યાજસાથે સરભર કરી નાખી. વિજયની સાથે જ પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાને નિવેદન આપતા જણાવ્યું કે 2022ની વિધાનસભા ભાજપ જ જીતશે
Jamnagar Local Body Election Results 2021 Live Counting:
જામનગર જિલ્લા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લેવામાં સફળ રહ્યું છે. ભાજપે 14 બેઠક જીતીને સપાટો બોલાવ્યો છે. જીલ્લા પંચાયતમા 14.બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે તો 1 બેઠક પર બસપા અને 2 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી.
Mehsana Local Body Election Results 2021 Live Counting:
મહેસાણા જિલ્લા તાલુકા પંચાયત
રિઝલ્ટ પૂર્ણ તાલુકાઓ
1) બહુચરાજી તાલુકા પંચાયત કુલ બેઠક 16
14 BJP / 2 CONG
2) જોટાના તા.પ ટોટલ શીટ 16
11 BJP / 2 CONG
3) સતલાસણા તા.પ શીટ 16
7 BJP / 8 CONG / 1 અપક્ષ
Olpad Local Body Election Results 2021 Live Counting:
ઓલપાડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સૂપડાસાફ, તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ૨૩ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કીમ બેઠક પર ભાજપના અસંતુષ્ટ ઉમેદવારની જીત થઈ છે. સંગઠન વગર ની કોંગ્રેસ ખાતું પણ ખોલાવી નહિ શકી
Kheda Local Body Election Results 2021 Live Counting: ખેડાની તમામ 8 તાલુકા પંચાયત પર ભાજપનો વિજય
Ahmedabad Local Body Election Results 2021 Live Counting:
અમદાવાદ જિલ્લા પંચાયતમાં મોટો અપસેટ, ભાજપને બહુમતી મળી હોવા છતાં કોંગ્રેસના પ્રમુખ બનશે. અમદાવાદ જિલ્લા પંચાયતની શાહપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર પારૂબેન પઢારનો વિજય થયો છે. શાહપુર સીટ એસટી અનામત છે અને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ પણ એસટી અનામત છે જેને લઈ ને અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપને બહુમતી મળવા છતાં પ્રમુખ કોંગ્રેસના રહેશે.
Ahmedabad Local Body Election Results 2021 Live Counting:
બાવળા તાલુકા પંચાયત 18 બેઠકમાંથી 13 બેઠકના પરિણામ જાહેર, 10 ભાજપ , 3 કોંગ્રેસ
ભાયલા – કોંગ્રેસ
ચિયાડા – ભાજપ
ઢેઢાળ – ભાજપ
ગાંગડ – ભાજપ
કાવીઠા – કોંગ્રેસ
કેસરડી – ભાજપ
કોચરિયા – ભાજપ
રજોડા – કોંગ્રેસ
રૂપાલ – ભાજપ
મેટાલ – ભાજપ
દહેગામડા – ભાજપ
દેવડથલ – ભાજપ
રોહિકા – ભાજપ
Ahmedabad Local Body Election Results 2021 Live Counting:
બાવળા તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી 12 બેઠકના પરિણામ જાહેર, ભાજપ 9 કોંગ્રેસ 3 બેઠક પર વિજયી
ભાયલા – કોંગ્રેસ
ચિયાડા – ભાજપ
ઢેઢાળ – ભાજપ
ગાંગડ – ભાજપ
કાવીઠા – કોંગ્રેસ
કેસરડી – ભાજપ
કોચરિયા – ભાજપ
રજોડા – કોંગ્રેસ
રૂપાલ – ભાજપ
મેટાલ – ભાજપ
દહેગામડા – ભાજપ
દેવડથલ – ભાજપ
Bharuch Local Body Election Results 2021 Live Counting:
ભરૂચ જીલ્લા પંચાયતની 34 બેઠક પૈકી ભાજપ પાસે 7, કોંગ્રેસ પાસે 4 , BTPનાં ફાળે 1 બેઠક જીતી લીધી છે, 1 બેઠક ભાજપ પાસે પહેલેથી જ બિન હરીફ જીતી ચુક્યા છે
Mehsana Local Body Election Results 2021 Live Counting:
વિસનગર નગરપાલિકા મત ગણતરી પૂર્ણ થઈ કુલ ૯ વૉર્ડની ૩૬ બેઠક પૈકી બીજેપી – ૩૨, કોંગ્રસ -૪ બેઠક જીતવામાં સફળ. જિલ્લામાં 4 પાલિકાઓ પૈકી વિસનગર અને કડી ભાજપે કબજે કરી
Surat Local Body Election Results 2021 Live Counting:
સુરત જિલ્લાની પલસાણા તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. ભાજપે 16 બેઠકો મેળવી તો કોંગ્રેસે 2 બેઠકો
Rajkot Local Body Election Results 2021 Live Counting:
રાજકોટ-તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 13 બેઠક પર ભાજપ, 7બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર અપક્ષે જીત મેળવી છે
Nadiad Local Body Election Results 2021 Live Counting:
નડિયાદ નગરપાલિકા પર ફરી એકવાર ભાજપનો કબજો, જિલ્લાની ખેડા , વસો , નડિયાદ , મહુધા તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જો
Porbandar Local Body Election Results 2021 Live Counting:
કુતિયાણા તાલુકા પંચાયતની કુલ 16 બેઠક પૈકી ભાજપ 10, કોંગ્રેસ 6 બેઠક પર જીત. કુતિયાણા તાલુકા પંચાયત માં કોંગ્રેસનો સફાયો ભાજપની સ્પષ્ટ બહુમતિથી જીત
Mehsana Local Body Election Results 2021 Live Counting:
મહેસાણાની નંદાસણ બેઠક પર ભાજપ 1 મતથી હારતા રીકાઉન્ટીંગ શરૂ
Kheda Local Body Election Results 2021 Live Counting:
અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપ જીત તરફ, ૩૪ બેઠકો પૈકી માં ૧૬ જીત મેળવી, હવે માત્ર ૧૮ બેઠકોની ગણતરી બાકી, કોંગ્રેસે હજુ એક પણ બેઠક પર ખાતું નથી ખોલાવ્યુ. અસલાલી ભુવાલડી ચાંગોદર ચેખલા ગાંગડ ઘોડા સચાણા કરકથલ કાસીન્દ્રા કાવીઠા કુહા અને કુંજાડ નાંદેજ નાનોદરા શિયાળ સીંગરવા બેઠક પર ભાજપનો વિજય
Kheda Local Body Election Results 2021 Live Counting:
ખેડા
8 તાલુકા પંચાયતની કુલ 166 બેઠકોમાંથી
ભાજપ : 80 વિજેતા
કોંગ્રેસ: 38માં વિજેતા
અન્ય: 4 વિજેતા
ખેડા જિલ્લાની 5 નગરપાલિકા કુલ 152 બેઠકોમાંથી
ભાજપ ના 56,
કોંગ્રેસના14 અને
અન્ય: 18 ઉમેદવારો વિજેતા
Rajkot Local Body Election Results 2021 Live Counting:
ધોળકા નગરપાલીકાનું ચિત્ર
ભાજપ – બેઠક જીત કુલ – 15
કોંગ્રેસ – બેઠક જીત કુલ – 00
અન્ય – બેઠક જીત કુલ – 01
તાલુકા પંચાયત
ભાજપ – બેઠક જીત કુલ – 06
કોંગ્રેસ – બેઠક જીત કુલ – 00
અન્ય – બેઠક જીત કુલ – 00
કુલ 22 બેઠકો ધોળકા તાલુકા પંચાયત.
જિલ્લા પંચાયતની બદરખા એક બેઠક પર ભાજપ ના ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોર વિજયી બન્યા. છે.
કુલ 5 જિલ્લા પંચાયત બેઠક
Rajkot Local Body Election Results 2021 Live Counting:
રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળિયા ગઢમાં ગાબડું, બાવળિયા પોતાના વિસ્તારમાં તાલુકા પંચાયત ન બચાવી શક્યા. તાલુકા પંચાયતમાં 18 માંથી 14 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજય. વીંછીયા વિસ્તારમાં જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી 2 માં કોંગ્રેસનો વિજય.
Jamnagar Local Body Election Results 2021 Live Counting:
જામનગરનાં કાલાવડ જિલ્લા પંચાયત કુલ સીટ 4 પૈકી 2 ભાજપ પાસે, 2 કોંગ્રેસ પાસે જ્યારે કે તાલુકા પંચાયતમાં 18 પૈકી 8 ભાજપ પાસે, 7 કોંગ્રેસ પાસે , 2 આપ પાર્ટી પાસે ગઈ છે.
કાલાવડ તાલુકા પંચાયત કુલ સીટ 18
કાલાવડ તાલુકા તથા જિલ્લા પંચાયત
કાલાવડ તાલુકા પંચાયત
ભાજપ 8
કોંગ્રેસ.7
અપક્ષ 1
આપ 2
કુલ 18
કાલાવડ જિલ્લા પંચાયત
ભાજપ 2
કોંગ્રસ 2
અન્ય 0
કુલ 4
Banaskantha Local Body Election Results 2021 Live Counting:
બનાસકાંઠા જીલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પાલનપુર ડીસા અને ભાભર નગરપાલિકામાં ભાજપ ને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. કોંગ્રેસના ત્રણે નગરપાલિકામાં જૂજ સભ્યો વિજેતા બન્યા છે. ભાજપે ત્રણે નગરપાલિકાઓમાં સત્તા જાળવી રાખી છે.
Ahmedabad Local Body Election Results 2021 Live Counting: ભાજપ મનાવશે વિજયોત્સવ, 1.30 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોચશે કમલમ
Ahmedabad Local Body Election Results 2021 Live Counting:
ધોળકા નગરપાલીકા
ભાજપ – બેઠક જીત કુલ – 11
કોંગ્રેસ – બેઠક જીત કુલ – 00
અન્ય – બેઠક જીત કુલ – 01
નવ વોર્ડ અને 36 બેઠકો માટે જંગ
તાલુકા પંચાયત
ભાજપ – બેઠક જીત કુલ – 05
કોંગ્રેસ – બેઠક જીત કુલ – 00
અન્ય – બેઠક જીત કુલ – 00
બદરખા 1 અને 2
ચલોડા 1
ચંડીસર 1
કેલીયા વાસણા 1
ધોળકા તાલુકા પંચાયતની 22 બેઠક
જિલ્લા પંચાયતની બદરખા એક બેઠક પર ભાજપ ના ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોર વિજયી બન્યા
કુલ 5 જિલ્લા પંચાયત બેઠક
Banaskantha Local Body Election Results 2021 Live Counting:
બરવાળા નગરપાલિકાની મતગણતરી પૂર્ણ.
નગરપાલિકા માં ભાજપ નો કબજો
ટોટલ બેઠક 24
ભાજપ 21
કોંગ્રેસ 3
Banaskantha Local Body Election Results 2021 Live Counting:
હિંમતનગર નગરપાલિકા પર ભાજપની બહુમતી થઈ ગઈ છે. ભાજપે 20 બેઠકો પર જીત હાંસલ કરી છે. કોંગ્રેસની -04 બેઠકો રહી છે.
Banaskantha Local Body Election Results 2021 Live Counting:
બનાસકાંઠા-ડીસા નગરપાલિકા માં ભાજપ બહુમત થી માત્ર 1 સીટ દૂર રહી ગયું છે. ડીસા નગરપાલિકા કુલ 11 વોર્ડ પૈકી 8 વોર્ડ ની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. કુલ 32 સીટમાંથી 21 સીટ પર ભાજપ વિજેતા. ભાજપ 21 કોંગ્રેસ 1 આપ 1 અને અપક્ષ 9 અપક્ષ વિજેતા
jamnagar Local Body Election Results 2021 Live Counting:
જામનગર-કાલાવડ જિલ્લા પંચાયતની 4 સીટમાંથી 2 ભાજપ અને 1 કોંગ્રેસ , કાલાવડ તાલુકા પંચાયતની 18 પૈકી 7 ભાજપનાં ફાળે
કાલાવડ તાલુકા તથા જિલ્લા પંચાયત
કાલાવડ તાલુકા પંચાયત
ભાજપ 7
કોંગ્રેસ.5
અપક્ષ 1
આપ 2
કુલ 15
કાલાવડ જિલ્લા પંચાયત
ભાજપ 2
કોંગ્રસ 1
અન્ય 0
કુલ 3
Vadodara Local Body Election Results 2021 Live Counting:
વડોદરાની 8 તાલુકા પંચાયતની કુલ 168 બેઠકો પૈકી 40 ના પરિણામ જાહેર, ભાજપ ને 32 બેઠક, કોંગ્રેસ પાસે 8 બેઠક
Surat Local Body Election Results 2021 Live Counting:
માંડવી નગરપાલિકામાં ભાજપની જીત. કુલ બેઠક – 24 પૈકી ભાજપ – 14 અને કોંગ્રેસ – 03 મેળવી શકી છે. હજુ મતગણતરી ચાલી રહી છે.
Porbandar Local Body Election Results 2021 Live Counting:
પોરબંદર તાલુકા પંચાયતની કુલ બેઠક 22 બેઠક પૈકી 12 પર ભાજપની જીત થતા જિલ્લા પંચાયત બાદ હવે તાલુકા પંચાયત પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે.
Porbandar Local Body Election Results 2021 Live Counting:
પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠક પૈકી 9 પર ભાજપની જીત તો 2 પર કોંગ્રેસની જીત બાદ જિલ્લા પંચાયતમાં લહેરાયો કેસરિયો
કુલ બેઠક 18
9 ભાજપ જીત
2 કોંગ્રેસ જીત
Mehsana Local Body Election Results 2021 Live Counting:
મહેસાણાની છાબલિયા – 1 તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસની જીત, છાબલિયા 2 અને જાસ્કા તાલુકા પંચાયત સીટ પર ભાજપની જીત
Keshod Local Body Election Results 2021 Live Counting:
કેશોદ નગરપાલિકા ની કુલ 36 બેઠક પૈકી ભાજપની 18 પર જીત, કોંગ્રેસની 6 પર જીત. અત્યાર સુધીમાં 24 બેઠક ના પરિણામ જાહેર
Junagadh Local Body Election Results 2021 Live Counting:
જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી ભાજપની 9 બેઠક પર જીત, કોંગ્રસે 4 પર જીત મેળવી, અપક્ષ 1 પર જીત્યો,કુલ 14 બેઠકનાં પરિણામ જાહેર
Porbandar Local Body Election Results 2021 Live Counting:
પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો 8 પર ભાજપની જીત કોંગ્રેસ 2 પર જીત
Ahmedabad Local Body Election Results 2021 Live Counting:
ચંડીસર તાલુકા પંચાયત 5 માં bjp ઉમેદવાર રાજેન્દ્રસિંહ સીસોદીયા 700 મતની લીડ પર જીત્યા
Ahmedabad Local Body Election Results 2021 Live Counting:
દસક્રોઈ તાલુકા પંચાયતની 28 બેઠકો પૈકી
ભાજપ – 07
કોંગ્રેસ – 03
અપક્ષ – 01
5 બેઠક ભાજપ બિન હરીફ, અન્ય 8 બેઠક પર ગણતરી શરૂ
Vadodara Local Body Election Results 2021 Live Counting:
જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપ ના ઉમેદવાર અશોક પટેલ નો વિજય
Porbandar Local Body Election Results 2021 Live Counting:
પોરબંદર નગરપાલિકામાં ભાજપને મળી બહુમતિ
Navsari Local Body Election Results 2021 Live Counting:
નવસારીની ગણદેવી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 24માંથી 24 બેઠક જીતી
bardoli Local Body Election Results 2021 Live Counting:
બારડોલી નગર પાલિકામાં ભાજપની જીત. કુલ 36 બેઠક પૈકી ભાજપ પાસે 24, કોંગ્રેસ પાસે 3 અને અપક્ષ પાસે 1 બેઠક રહી
કુલ 36
ભાજપ – 24
કોંગ્રેસ – 03
અપક્ષ – 01
Ahmedabad Elections 2021 Results LIVE:
બદરખા 2 તાલુકા પંચાયત ભાજપનાં ફાળે, ભાજપમાંથી રંજનબેન ચૌહાણની જીત
Idar Elections 2021 Results LIVE:
સાબરકાંઠાનાં ઇડર તાલુકા પંચાયતની કુલ. 28 પૈકી બે સીટ પર ભાજપની જીત જ્યારે અરોડા અને બડોલી સીટ પર ભાજપના ઉમેદવારોની જીત
ભાજપ-02
કોંગ્રેસ-00
Gandhinagar Elections 2021 Results LIVE:
ગાંધીનગર જીલ્લા પંચાયતની 4 બેઠકોનાં પરિણામમાં કોંગ્રેસ ફાળે મોટી ભોંયણ અને બહિયલ જ્યારે કે ભાજપનાં ફાળે 2 અમરાજીના મુવાડા અને બિલોદ્ર ભાજપ પાસે રહ્યું
Ahmedabad Elections 2021 Results LIVE:
રાણપુર તાલુકાની જાળીલા જીલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય
ભાજપના ઉમેદવાર ઈન્દુબા ભગવતસિંહ દાયમાંમ ની જીત
ભાજપ-ઈન્દુબા ભગવતસિંહ દાયમા-7359
અપક્ષ-ચંપાબેન જાદવભાઈ ધાડવી-3192
અપક્ષ-ચંપાબેન ઝવેરભાઈ ચૌહાણ-1138
Ahmedabad Elections 2021 Results LIVE:
25 ઉન્ડરેલ તાલુકા પંચાયત બેઠક અપક્ષ ને ફાળે, અપક્ષ ઉમેદવાર શોભનાબેન ડાભી ની જીત.
શોભનાબેન ડાભી અપક્ષ – 2059
સંગીતા બિહોલા ભાજપ – 1850
કોંગ્રેસ – ઉર્વશીબા – 655
ભાજપમાંથી ટિકિટ ના મળતા શોભનાબેન અપક્ષ લડયા અને જીત થઈ.
Ahmedabad Elections 2021 Results LIVE:
તાલુકા પંચાયત જિલ્લા પં. ન. પા
Bjp 358 74 238
Inc 94 15 60
Ind. 4 0 40
Aap 4 0 1
Bsp 3 1 0
Others – 0 0 1
Sabarkantha Elections 2021 Results LIVE:
બનાસકાંઠાની ડીસા નગરપાલિકા 4 વોર્ડના પરિણામમાં ભાજપનું પ્રભુત્વ, 16 બેઠકો પૈકી 12 માં ભાજપ કોંગ્રેસ 1 અને 3 અપક્ષ ઉમેદવાર વિજેતા
કુલ 4 વોર્ડના પરિણામમાં 12 બેઠકો સાથે ભાજપ નું પ્રભુત્વ
Sabarkantha Elections 2021 Results LIVE:
સાબરકાંઠાની વિજયનગર તાલુકા પંચાયત, કોડિયાવાડા, પરવઠ બેઠક પર ભાજપની જીત તો કણાદર જીલ્લા પંચાયત માં ભાજપનો પ્રથમ વખત પરાજય
Valsad Elections 2021 Results LIVE:
વલસાડ જિલ્લા પંચાયતની કુલ 38 પૈકી ભાજપ 6 પર કોંગ્રેસ હજુ ખાતું નથી ખોલાવી શકી
Porbandar Elections 2021 Results LIVE:
પોરબંદર છાયા નગરપાલિકાની 52 બેઠકમાંથી ભાજપની 18 બેઠક પર જીત, કોંગ્રેસ 2 બેઠક પર જીત
Bhavnagar Elections 2021 Results LIVE:
ભાવનગર જિલ્લા પંચાયત
કુલ બેઠક 40
ભાજપ 2
કોંગ્રેસ 0
આપ 0
Rajkot Elections 2021 Results LIVE:
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક પૈકી ભાજપ 13 પર અને કોંગ્રેસ 5 બેઠક પર આગળ
કુલ બેઠક 36
ભાજપ 13
કોંગ્રેસ 5
Mehsana Elections 2021 Results LIVE:
મહેસાણા જિલ્લા પંચાયતની વિજાપુર તાલુકાની કુલ 6 સીટ પૈકી 2 નું પરિણામ જાહેર, ખરોડ અને ડાભલા બેઠક ભાજપ વિજતા
Mehsana-Unza Elections 2021 Results LIVE:
ઊંઝા તા. પંચાયત
◆ભાજપ =4
◆કોંગ્રેસ =3
◆અન્ય =
Ahmedabad Elections 2021 Results LIVE:
ગાંગડ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર સિદ્ધરાજસિંહ સોઢાની જીત
ચિયાડા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર શીતલ બેન સોલંકી ની જીત,
ભાયલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ મહેન્દ્રકુમાર શ્રીમાળી ની જીત
Viramgam Elections 2021 Results LIVE:
વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નં-1માં ભાજપની પેનલનો વિજય, વિરમગામ નગરપાલિકા 9 વોર્ડ અને 36 સીટો છે. કોંગ્રેસનાં ગઢમાં ગાબડુ પડતા કાર્યકરોમાં ઉજવણી
ભાજપ : 6
કોંગ્રેસ :0
અપક્ષ : 0
Girsomnath Elections 2021 Results LIVE:
ગીરસોમનાથની આદ્રી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 6113,ભાજપને 7044 મત મળતા ભાજપના પ્રતિબેન પરમારની જીત
Ahmedabad Elections 2021 Results LIVE:
અમદાવાદ જિલ્લા પંચાયત કુહા-18 બેઠક પર ભાજપ ની જીત. અલ્પાબેન ચૌહાણ ભાજપમાંથી વિજેતા.
Panchmahal Elections 2021 Results LIVE:
કાલોલ તાલુકા પંચાયતની બે બેઠક પર ભાજપનો વિજય
બાકરોલ-રેખાબેન ગોસાઈ
ડેરોલ ગામ _વિપુલ પરમાર
Jamnagar Elections 2021 Results LIVE:જામનગર
ફલ્લા તાલુકા પંચાયત સીટ પર ભાજપ ના મકનભાઈ કાસુન્દ્ર જીત
Porbandar Elections 2021 Results LIVE:
પોરબંદર નગરપાલિકામાં કોંગ્રેસ ખાતું નથી ખોલાવી શકી, ભાજપે નગરપાલિકામાં 12 બેઠકો પર વિજય મેળવ્યો
Anand Elections 2021 Results LIVE:
આણંદ જિલ્લા પંચાયતની જંત્રાલ જીલ્લા પંચાયત બેઠક પર
ભાજપના વિમળાબેન કનુભાઈ સોલંકી ૨૯૦૪ વોટની સરસાઇથી વિજેતા
Botad Elections 2021 Results LIVE:
બોટાદ રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠક પૈકી રાણપુર તાલુકા પંચાયતની જાળીલા બેઠક પર ભાજપ નાં ઉમેદવાર મુકેશભાઈ નરશીભાઈ કણઝરીયાની જીત
ભાજપ ને મળેલ મત 1166
કોંગ્રેસને મળેલ મત 946
તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારની જીત
Dahod Elections 2021 Results LIVE:
દાહોદનાં આમલીમેનપુર તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર રતનસિહ ચૌહાણ વિજેતા
Mehsana Elections 2021 Results LIVE: બહુચરાજી તાલુકા પંચાયત માં 1 અને 2 નંબરની બેઠક પર બીજેપી ની જીત
Panchmahal Elections 2021 Results LIVE:
પંચમહાલ-શહેરા તાલુકા પંચાયતમાં ધામણોદ 8 તાલુકા બેઠક પર ભાજપની જીત, મહિલા ઉમેદવાર સંગીતા બેન ઉદેસિંહ માલીવાડનો વિજય
Panchmahal Elections 2021 Results LIVE:
નડિયાદ નગરપાલિકા વોર્ડ 9 માં ભાજપની પેનલનો વિજય
Arvalli Elections 2021 Results LIVE:
અરવલ્લી ભિલોડા તાલુકા પંચાયતમાં ભિલોડા-1 પર ભાજપના ઉમેદવાર લક્ષ્મીબેન નટુભાઈ ગામેથી વિજેતા થયા
Kachch Elections 2021 Results LIVE:
નખત્રાણા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનાં નયના પટેલનો 3500 વોટથી વિજય
navsari Elections 2021 Results LIVE:
નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આમ આદમી પાર્ટીએ રી કાઉન્ટીંગ માંગતા ફરી થી મતગણતરી શરૂ
Mehmadabad Elections 2021 Results LIVE: ખેડા- મહેમદાવાદ તાલુકા પંચાયતની છાપરા બેઠક ભાજપના ઉમેદવારની જીત
Anand Elections 2021 Results LIVE:
આણંદ.આંકલાવ તાલુકા પંચાયતની આસોદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય
Mehsana Elections 2021 Results LIVE:
મહેસાણાની વિસનગર ભાડું જીલ્લા પંચાયત બેઠક બીજેપી ૫૫૫૬ મત થી વિજય
Navsari Elections 2021 Results LIVE:
નવસારી જીલ્લાની ગણદેવી તાલુકા પંચાયતની ભાઠા બેઠક પર ભાજપના ઉમેદવારની હાર, નવસારી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ નટવરભાઈ પટેલના પત્ની કાંતાબેન પટેલ ગણદેવી તાલુકા પંચાયતની ભાઠા બેઠક પર હાર. ગણદેવી તાલુકા પંચાયત બેઠક પર ભાજપના નેતા ની પત્ની ની હાર થતા ભાજપીઓમાં સોંપો.
Anand Elections 2021 Results LIVE: આણંદ. પેટલાદ તાલુકા પંચાયતની આશી બેઠક પર ભાજપનો વિજય
Narmada Elections 2021 Results LIVE:
નર્મદાની 5 તાલુકા પંચાયતની કુલ 90 બેઠકો પૈકી, ભાજપ 1માં વિજય, બિટીપી 5 માં આગળ, કોંગ્રેસ 1 માં આગળ
Valsad Elections 2021 Results LIVE:
ધરમપુર તાલુકા પચાયત સીટ પર આબોસી ભવઠાણ બીજેપી વિજેતા
Banaskantha Elections 2021 Results LIVE:
બનાસકાંઠાનાં ડીસા વોર્ડ નંબર 7 માં 3 ભાજપ 1 અપક્ષ વિજેતા
વિજેતા ઉમેદવાર
રવી ઠક્કર, ભાજપ
પ્રકાશ મજીરાના, ભાજપ
સવિતાબેન હરિયાણી, ભાજપ
ઉષાબેન ઠક્કર, અપક્ષ
Rajkot Elections 2021 Results LIVE:
વીંછીયાની ભડલી અને બંધાલિ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત, કુલ 1 ભાજપ, 2 કોંગ્રેસ
Panchmahal Elections 2021 Results LIVE:
પંચમહાલનાં શહેરા તાલુકા પંચાયત, બલુજીના મુવાડા તાલુકા બેઠક પર ભાજપની જીત
Dahod Elections 2021 Results LIVE:
દાહોદની સીંગવડ તાલુકા પંચાયતની છાપરવડ સીટના પર ભાજપ ના ઉમેદવાર 2151 મતો થી વિજય
ભાજપ ના ઉમેદવાર વહોનીયા ગોવિદભાઈ બાબુભાઈ વિજેતા જાહેર
Arvalli Elections 2021 Results LIVE:
અરવલ્લીની હેલોદર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ વિજેતા, ૩૦ પૈકી ૨ જિલ્લા પંચાયત ભાજપના ફાળે
Dahod Elections 2021 Results LIVE:
દાહોદનાં દેવગઢબારીયા આમલી પાણી છોતરા તાલુકા સીટ પર ભાજપાની જીત
Viramgam Elections 2021 Results LIVE:
વિરમગામ નગરપાલિકા 9 વોર્ડ અને 36 સીટ પૈકી ભાજપ 2, કોંગ્રેસ અને અપક્ષ શૂન્ય
Bhavnagar Elections 2021 Results LIVE:
ભાવનગર- મહુવા પાલિકામાં વોર્ડ નંબર 2 માં 3 કોંગ્રેસ અને 1 ભાજપ ના ઉમેદવાર નો વિજય
Bhavnagar Elections 2021 Results LIVE:
જેસર તાલુકાપંચાયતમાં જેસર 1 સીટ પર થી આમ આદમી પાર્ટી ના ઉમેદવારની જીત, આપ ના ઉમેદવાર અતુલકુમાર નૈરાયણ નો વિજય
Surat Elections 2021 Results LIVE:
સુરતના કડોદરા નગર પાલિકા ના વોર્ડ 2માં ગણતરી પૂર્ણ. ભાજપના ચારેય ઉમેદવારોની જીત, ભાજપના દિગ્ગજ નેતા અંકુર દેસાઈની વોર્ડ નંબર 2 માંથી રસાકસી વચ્ચે જીત
Arvalli Elections 2021 Results LIVE:
અરવલ્લીની ધનસુરા તાલુકા પંચાયત અને અંબાસર બેઠક પર ભાજપ વિજય
Jamnagar Elections 2021 Results LIVE:
કાલાવડ ખંઢેરા જિલ્લા પંચાયત સીટ માં ભાજપ ના ઉમેદવાર જગદીશ સાધણી નો વિજય
Arvalli Elections 2021 Results LIVE: અરવલ્લીનાં ધનસુરા તાલુકા પંચાયતની આકૃંદ બેઠક પર ભાજપ વિજય
Ahmedabad Elections 2021 Results LIVE:
ગાંગડ જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવાર ઈશ્વરભાઈ દશરથભાઈ મકવાણાની 2597 લીડ થી જીત
Ahmedabad Elections 2021 Results LIVE:
બારેજા નગરપાલિકા માં વોર્ડ નંબર 2 માં ભાજપ, સાણંદ તાલુકા પંચાયતની 24 માંથી 4 બેઠકો પર ભાજપની જીત
Ah,edabad Elections 2021 Results LIVE:
અસલાલી જિલ્લા પંચાયત બેઠકમાં મયુરી પટેલ વિજેતા, દીપિકા પરમારની હાર
Bhuj Elections 2021 Results LIVE:
ભુજ નગરપાલિકા વોર્ડ 1 કોંગ્રેસની પેનલની જીત, વોર્ડ 1 કોંગ્રેસનો ગઢ રહ્યો છે
Bhavnagar Elections 2021 Results LIVE:
ભાવનગરનાં પાલીતાણા વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય
Banaskantha Elections 2021 Results LIVE: બનાસકાંઠાનાં ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની પેટાચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અલકેશ 145 મતથી વિજય
Mehsana Elections 2021 Results LIVE:
બહુચરાજી તાલુકા પંચાયતમા કોંગ્રેસની ૭૯ મતથી જીત, પ્રથમ સીટ કોંગ્રેસને મળી
Ahmedabad Elections 2021 Results LIVE: અસલાલી તાલુકા પંચાયત મા દેરાણી જેઠાણી વચ્ચે ખરાખરીનાં જંગમાં દેરાણીએ હરાવી જેઠાણીને. ભાજપની ઉમેદવારની જીત
Kachch Elections 2021 Results LIVE:
સાબરકાંઠાની તલોદ નગરપાલિકા પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 03 અને 06 બંને બેઠક ભાજપ વિજય
Kachch Elections 2021 Results LIVE:
નખત્રાણા દેશલપર ગુંથલી તાલુકા પંચાયત પર ભાજપની જીત
Ahmedabad Elections 2021 Results LIVE:
અસલાલી-1 તાલુકા પંચાયતમાં ભાજપની 814 મત થી થઈ જીત, દસક્રોઈ તાલુકા પંચાયતની 23 બેઠક પૈકી ભાજપ ઉમેદવાર રમીલાબેન ચૌહાણ વિજેતા 813 વોટમાંથી (2491 વોટ મળ્યા) કોંગ્રેસ સુશીલા બેન ચૌહાણ (1613 વોટમળ્યા)
Sabarkantha Elections 2021 Results LIVE:
સાબરકાંઠાઃ હિમતનગર નગરપાલિકા,વોર્ડ ન 1 માં ચાર ભાજપ ની પેનલ વિજેતા જાહેર
Ahmedabad Elections 2021 Results LIVE:
અમદાવાદ ભાયલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા
Patan Elections 2021 Results LIVE:
પાટણનાં હારીજ નગરપાલિકા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય.
વોર્ડ નંબર ૦૧ની ખાલી પડેલ ૦૧ બેઠક માટે યોજાયુ હતું મતદાન .
હારીજ નગરપાલિકામાં ખાલી પડેલ બેઠક પર ફરીવાર ભાજપનો વિજય
Ankleshwar Elections 2021 Results LIVE: અંકલેશ્વરની અંદાડા તાલુકા પંચાયત – 2માં ભાજપાના કીર્તિબેન પટેલના વિજેતા
Banaskantha Elections 2021 Results LIVE:
ભાભર નગરપાલિકા વોર્ડ 1 ના ભાજપના ઉમેદવારો વિજય
વિજય થયેલા ઉમેદવારો
પ્રિતીબેન કલ્પેશભાઈ ઠક્કર વિજય
નીતાબેન હરીગર ગૌસ્વામી વિજય
ભરતભાઈ દરગાભાઈ માળી વિજય
રાજુભાઈ જામાભાઈ ઠાકોર વિજય
Bhavnagar Elections 2021 Results LIVE:
ભાવનગર સિહોર તાલુકા પંચાયતમાં આંબલા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત
Valsad Elections 2021 Results LIVE:
વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકાની મતગણતરીમાં વોર્ડ નંબર 1 માં 10 બેલેટ મત રદ તો વોર્ડ નંબર 2 નું 1 બેટલેટ મત રદ કરાયા. સક્ષમ અધિકારીની સહી નહિ હોવાથી 11બેલેટ પેપર રદ્ કરાયા
Bharuch Elections 2021 Results LIVE: આમોદ નગર પાલિકામા વોર્ડ નંબર 1 મા બીજેપીની આખી પેનલ વિજેતા
Mehsana Elections 2021 Results LIVE: ઊંઝા નગરપાલિકા ના વોર્ડ નમ્બર 1 મા ભાજપની જીત
Rajkot Elections 2021 Results LIVE:
ઉપલેટા તાલુકા પંચાયતની અરણી બેઠક પર ભાજપના ઉમેદવાર ભીમા ચાવડાની જીત, 18 બેઠક પૈકી ભાજપે ખાતુ ખોલ્યું
Juangadh Elections 2021 Results LIVE: જૂનાગઢ તા.પંચાયતની બગડું બેઠક પર ભાજપ ના મહિલા ઉમેદવાર રેખા બેન મહેન્દ્રભાઈ ડોબરીયા નો વિજય..
ભાજપે ખાતું ખોલાવ્યું
Kachch Elections 2021 Results LIVE: અંજાર નગરપાલિકા વોર્ડ નંબર 1 મા ભાજપનો વિજય
Navsari Elections 2021 Results LIVE: નવસારી ગણદેવી નગરપાલિકા 6 વોર્ડ માથી 1 વોર્ડ માં ભાજપ ની જીત
Bharuch Elections 2021 Results LIVE:
વાગરા તાલુકા પંચાયતમાં ભાજપની જીત ની શરૂઆત, દહેજ – ૧,દહેજ-૨ અને દહેજ-૩ બેઠક પર ભાજપ નો કબ્જો
Bardoli Elections 2021 Results LIVE: બારડોલી વોર્ડ ન-1 નગરપાલિકામાં ભાજપની પેનલની જીત
Ankleshwar Elections 2021 Results LIVE:
અંકલેશ્વર તા પંચાયત અંદાડા – ૧ બેઠક ઉપર પુષ્પાબેન વિપુલભાઈ પટેલ વિજેતા (ભાજપ)
Dahod Elections 2021 Results LIVE:
દાહોદ ન.પાલીકાના વોર્ડ નંબર ની પોસ્ટલ બેલેટની કુલ 20 મતો પૈકી ભાજપા -5, બેલેટની ગણતરીમા ભાજપા પક્ષ ને સૌથી વધારે મત
Gujarat Elections 2021 Results LIVE: કચ્છ
અબડાસા ભાનાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત
Jamnagar Elections 2021 Results LIVE: કાલાવડનાં આણંદપર તાલુકા પંચાયત માં કોંગ્રેસ નો વિજય તો કાલાવડ બેરાજા તાલુકા પંચાયત માં આમ આદમી પાર્ટીનો વિજય
Bhuj Elections 2021 Results LIVE: કોગ્રેસના ગઢ ભુજ પાલિકા વોર્ડ નંબર 1 મા ભાજપ આગળ
Botad Elections 2021 Results LIVE:નવસારી જિલ્લાની 30 જિલ્લા પંચાયત સીટો પૈકી બે પર ભાજપ આગળ
Gujarat Elections 2021 Results LIVE:આહવાની તાલુકા પંચાયતમાં ભાજપ આગળ. ભાજપ 280 મતથી આગળ
Gujarat Elections 2021 Results LIVE: સાબરકાંઠા પંચાયતમાં, ભૂજ અને ઉંઝા પાલિકામાં ભાજપ આગળ. બાલીસણામાં ભાજપ 375 મતથી આગળ.
Gujarat Elections 2021 Results LIVE: બોટાદ પાલિકામાં વોર્ડ નં-1માં ભાજપની પેનલનો વિજય થયો છે અને આ સાથે જ પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે.
Gujarat Panchayat, Nagar Palika Elections Results 2021:
તાપી જિલ્લામાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યના મતદાનની આજે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. મત ગણતરી ના પગલે પોલીસ વિભાગ અને વહીવટી વિભાગ સજ્જ થઈને કાર્યવાહીમાં જોતરાયું છે..વ્યારા નગર પાલિકા માં ગત ટર્મ માં ભાજપ નું હતું શાસન જેમાં 28 બેઠકો માંથી ગત ટર્મ માં ભાજપ ની 16 અને કોંગ્રેસ ની 12 બેઠકો હતી. જ્યારે જિલ્લા પંચાયત તાપી માં હતું કોંગ્રેસ નું શાસન , ગત ટર્મ માં 26 બેઠકો માંથી કોંગ્રેસ 21 અને ભાજપ ની 5 બેઠકો હતી. સાત તાલુકા પંચાયત ના મતદાન ની પણ થશે મત ગણતરી , જેમાં વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ,નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયત ના મતદાન ની તાલુકા મથકો એ ગણતરી કરાશે. જિલ્લા પંચાયત ,વ્યારા નગર પાલિકા અને તાલુકા પંચાયત ના પરિણામો ને લઈ લોકો માં ઉત્સાહ હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણતરીના કલાકોમાં કયો પક્ષ કે કયો ઉમેદવાર જીત નો તાજ પહેરશે તે જોવું રહ્યું
Gujarat Panchayat, Nagar Palika Elections Results 2021:
પોસ્ટલ બેલેટથી શરૂ થયેલી મતગણતરીનાં પરિણામ ટૂંક સમયમાં આવવાના શરૂ થઈ જશે. 9 વાગ્યાથી EVMની ગણતરીનો પ્રારંભ થઈ જશે
Gujarat Panchayat, Nagar Palika Elections Results 2021:
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત પાલિકામાં પોસ્ટલ બેલેટથી ગણતરીનો પ્રારંભ થઈ ચુક્યો છે. વર્ષ 2015માં જે રીતે પાટીદાર ફેક્ટરને લઈને ભાજપને પંચાયતનાં ઈલેક્શનમાં ઘણું નુક્શાન ગયું હતું. હવે આ વખતે જોવાનું એ રહે છે કે આપ પાર્ટીની એન્ટ્રી બાદ ભાજપને વધારે નુક્શાન જાય છે કે કોંગ્રેસનાં મતમાં ભાગ પડશે.
Gujarat Panchayat, Nagar Palika Elections Results 2021:
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકા માટે ચૂંટણીનાં પરિણામ હવે આવવાની શરૂઆત થઈ જશે. પોસ્ટલ બેલેટથી તમામ જગ્યા પર મતગણતરીનો પ્રારંભ થઈ ચુક્યા છે જેને લઈે ઉમેદવારો અને ટેકેદારોમાં સવારથીજ ઉત્તેજના છવાઈ ગઈ છે.
Gujarat Panchayat, Nagar Palika Elections Results 2021:
ભાજપે વગર ચૂંટણીએ જ 2 નગરપાલિકા પર જીત મેળવી લીધી છે. જેમાં કડીમાં 36માંથી 26 બેઠક બિનહરીફ અને ઉના નગરપાલિકાની 36માંથી 26 બેઠક બિનહરીફ મેળવી કબજો કરી લીધો છે.
Gujarat Panchayat, Nagar Palika Elections Results 2021:
સાબરકાંઠામાં જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને બે નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે જેમાં જિલ્લા પંચાયતની 36 બેઠક અને આઠ તાલુકા પંચાયતની 172 બેઠક ની મતગણતરી હાથ ધરાશે. જિલ્લાના આઠ સેન્ટર પર મતગણતરી હાથ ધરાશે. હિંમતનગર અને વડાલી નગરપાલિકાની 15 વૉર્ડ ની મતગણતરી હાથ ધરાશે.
Gujarat Panchayat, Nagar Palika Elections Results 2021
ધોળકામાં મતગણતરીને લઈને તૈયારીઓને આખપી ઓપ આપી દેવામાં આવ્યો છે. ધોળકાની સી.વી સરસ્વતી કન્યા વિદ્યામંદીરમાં 5 જિલ્લા પંચાયત,22 (ધોળકા) તાલુકા પંચાયતની ગણતરી જ્યારે બી.પી દાવડા સરસ્વતી વિદ્યાલય મા 9 વોર્ડના 36 સીટોની ધોળકા નગર પાલિકા મતગણતરી થશે.
ગયા વખતનું ગણિત
22 તાલુકા પાંચયત છે જેમાં ગત વર્ષે ટાઈ પડી, જિલ્લા પંચાયતમાં 5 બેઠક જેમાં કોંગ્રેસમાં 3 બેઠક ગઈ હતી, નગરપાલિકામાં 36 બેઠક જેમાં 26 ભાજપ અને 10 કોંગ્રેસ ની હતી
બે કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપને ટેકો આપ્યો.
કોંગ્રેસની બેઠક
કાઉકા
વટામણ
સાથળ
ગાંગડ જેમાં અડધી કોંગ્રેસ અડધી બીજેપી અને કોઠ અને બદરખા ભાજપ પાસે છે. હાલમાં નગરપાલિકામાં ભાજપ. કોંગ્રેસ. Bsp અને આપ પાર્ટી ઉભી અને જ્યારે જિલ્લા અને તાલુકામાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી ઉભી છે
Gujarat Panchayat, Nagar Palika Elections Results 2021:
ડાંગ જિલ્લામાં ત્રણ સ્થળોએ સરકારી વિજ્ઞાન કોલેજ-આહવા, તાલુકા સેવા સદન-વઘઈ, અને તાલુકા સેવા સદન-સુબીર ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે.મતદાન બાદ ઈ.વી.એમ.મા સીલ થયેલા , જિલ્લા પંચાયતની 18 પૈકીની 16 બેઠકો માટેના 42 ઉમેદવારો, આહવા તાલુકા પંચાયતની 16 બેઠકો માટેના 42, વઘઈ તાલુકાની 16 બેઠકો માટેના 35, અને સુબીર તાલુકા પંચાયતની 16 પૈકી 15 બેઠકો માટેના 37 મળી કુલ 156 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. જણાવવું રહ્યું કે જિલ્લા પંચાયતની 2 બેઠક બિનહરીફ ભાજપનાં ફાળે ગઈ
Gujarat Elections 2021 Results LIVE:
પોરબંદર જિલ્લામાં ૨૮ ફેબ્રુઆરીના રોજ શાંતિપુર્ણ યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરીણામો માટે જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ થયું છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી માટે જિલ્લામા જુદી-જુદી ચાર જગ્યાઓએ સ્થળો નક્કી કરાયા છે. મતગણતરીના સ્થળો પૈકી પોરબંદર જિલ્લા પંચાયત પોરબંદર તાલુકો, પોરબંદર તાલુકા પંચાયત વિસ્તારની મતગણતરીનું સ્થળ માધવાણી કોલેજ, પોરબંદર, જિલ્લા પંચાયત રાણવાવ તાલુકો તથા તાલુકા પંચાયત રાણાવાવ તાલુકાનું મતગણતરી સ્થળ સરકારી વિનયન કોલેજ રાણાવાવ, જિલ્લા પંચાયત કુતિયાણા તાલુકો તથા તાલુકા પંચાયત કુતિયાણા તાલુકાની મતગણતરી સ્થળ સરકારી હાઈસ્કુલ કુતિયાણા તેમજ પોરબંદર-છાંયા નગરપાલિકા મતવિસ્તારની મતગણતરી સ્થળ સરકારી પોલીટેકનીક પોરબંદર નક્કી કરવામાં આવી છે.
Gujarat Elections 2021 Results LIVE:
અમદાવાદ બાવળાની એમ.સી અમીન ગર્લ્સ હાઈસ્કૂલ પર થશે મતગણતરી, 4 જિલ્લાપંચાયત, 18 તાલુકા પંચાયત અને 1 નગરપાલિકાની થશે મતગણતરી, મતગણતરી સેન્ટર પર પુરતો પોલીસ બંદોબસ્ત, મતગણતરી સેન્ટરમાં કોવિડની ગાઈડલાઈનનું કરવામાં આવશે પાલન સાથે જ મતગણતરી પ્રક્રિયાનુ CCTV દ્વારા મોનિટરીંગ કરવામાં આવશે.