રાજ્યમાં દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ઘરે બેઠા મતદાન કરવાની કરાઈ ખાસ વ્યવસ્થા, જાણો કેવી રીતે કામ કરશે મોબાઈલ એપ

|

Nov 05, 2022 | 4:44 PM

Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર ઘેર બેઠા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને સરળ બનાવવા માટે તંત્ર દ્વારા PWD એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપની મદદથી દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો ઘરે બેઠા મતદાન કરી શકશે.

રાજ્યમાં દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ઘરે બેઠા મતદાન કરવાની કરાઈ ખાસ વ્યવસ્થા, જાણો કેવી રીતે કામ કરશે મોબાઈલ એપ
PWD એપ

Follow us on

ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી દરમિયાન દિવ્યાંગો માટે ઘરે બેઠા મતદાનની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થાને સરળ બનાવવા માટે તંત્ર દ્વારા એપની રચના કરવામાં આવી છે. આ એપ કઈ રીતે કામ કરશે અને કઈ રીતે દિવ્યાંગ મતદારોને લાભ થશે.

  • ડિફ્રન્ટલી એબલ પર્સન માટે ખાસ વ્યવસ્થા
  • ફોર્મ ભરવા સાથે ઓનલાઈન વ્યવસ્થા
  • PWD એપ્લિકેશન મારફતે મેળવી શકાશે મદદ
  • પર્સન વિથ ડિસએબિલિટી એટલે PWD
  • 30000થી વધુ મતદારોને મળશે લાભ

પંજાબ, ગોવા, તેલંગાણા અને મણિપુર બાદ ગુજરાતમાં પ્રથમ વાર સિનિયર સીટીઝન અને દિવ્યાંગ માટે ઘરે બેસીને બેલેટ પેપર દ્વારા મતદાનની જાહેરાત કરાઈ છે. જેનો લાભ લેવા સિનિયર સીટીઝન અને દિવ્યાંગજને ફોર્મ ભરવાનું રહેશે જેથી તેઓ આ વ્યવસ્થાનો લાભ લઇ શકે. ત્યારે હજુ પણ વધુ આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે PWD એપ્લિકેશનનો આવા લોકો માટે ઉપયોગ કરવાનું નક્કી કરાયું છે. જે PWD એપ્લિકેશન મારફતે દિવ્યાંગજન રજીસ્ટ્રેશન કરાવી તેનો લાભ મેળવી શકશે.

  • અમદાવાદમાં 60 લાખ જેટલા મતદાર
  • જેમાં 93 હજાર ઉપર સિનિયર સીટીઝન
  • જ્યારે 30 હજાર ઉપર દિવ્યાંગ મતદાર

ડિફરન્ટલી એબલ પર્સન માટે ઘરે બેસીને મતદાનની જાહેરાત કરવામાં આવી છે. જે જાહેરાત પ્રમાણે આવા લોકોને હાલાકી ન પડે તેના પર વિશેષ ધ્યાન આપીને ટીમો ફાળવવામાં આવી છે. સાથે જ PWD એપ્લિકેશનની પણ રચના કરવામાં આવી છે. જેથી તે એપ્લિકેશનના મારફતે ડિફરન્ટલી એબલ પર્સન ઓનલાઇન જ પોતાની માહિતી રજીસ્ટર કરી શકશે. જેમાં તેઓ કેટલા દિવ્યાંગ છે. મતદાન મથકે જઇ નહિ શકે તો ઘરે ટીમ મોકલી આપે અને તેઓએ મતદાન મથકે જવું હોય તો તે માટે વ્યવસ્થા કરાઈ આપે તેવી વિગતો ભરવાની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

જેના પરથી આગોતરું આયોજન કરી નક્કી કરાશે કે તેઓને કેવા પ્રકારની સુવિધા આપવી. તે સિવાય BLO અધિકારી દિવ્યાંગજનના ઘરે ઘરે જઈને સર્વે કરશે અને મદદ કરશે. તેમાંથી બાકાત રહેતા લોકો સહિત તમામ દિવ્યાંગ આ સુવિધાનો લાભ લઇ શકશે. જેથી દિવ્યાંગજનને કોઈ હાલાકી ન પડે. એક અંદાજ પ્રમાણે 30239 દિવ્યાંગ મતદારો છે. જેમાંથી મોટાભાગના લોકો આ સુવિધાનો લાભ લઈ શકે તેવી શક્યતાઓ છે. જેને જોતા તંત્ર દ્વારા તે પ્રકારની વ્યવસ્થા પણ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે PWD એપ્લિકેશન પ્લે સ્ટોર મારફતે ડાઉનલોડ કરવાની રહેશે. તેમાં જરૂરી વિગત જે તે મતદારે ભરવાની રહેશે. તંત્રનું એવુ પણ માનવું છે કે આ પ્રકારની વ્યવસ્થાથી દિવ્યાંગજનના મતદાનનો આંકડો વધશે. તેમજ તંત્ર દ્વારા દિવ્યાંગજનોને આ એપ્લિકેશનનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરાઈ છે. જેથી કોઈને હાલાકી ન પડે અને વ્યવસ્થા સરળ બને.

Next Article