AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prantij Election Result 2022 LIVE Updates: પ્રાંતિજ વિધાનસભા બેઠક પર ભાજપના ગજેન્દ્ર પરમારની 44 હજારથી વધુ મતથી જીત

Prantij MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: 2017માં પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમાર 2551 મતથી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. પ્રાંતિજ વિધાનસભા બેઠક પર ભાજપના ગજેન્દ્ર પરમારની 44 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોગ્રેંસના બહેચરજી રાઠોડની હાર થઈ છે.

Prantij Election Result 2022 LIVE Updates: પ્રાંતિજ વિધાનસભા બેઠક પર ભાજપના ગજેન્દ્ર પરમારની 44 હજારથી વધુ મતથી જીત
Prantij election result 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 2:33 PM
Share

ગુજરાતની પ્રાંતિજ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live પ્રાંતિજ વિધાનસભા બેઠક પર ભાજપના ગજેન્દ્ર પરમારની 44 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોગ્રેંસના બહેચરજી રાઠોડની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે ગજેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી પ્રાંતિજથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2728932 ની જંગમ મિલકત છે. ગજેન્દ્રસિંહ પરમાર એ બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે બેચરસિંહ રાઠોડને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 650000 ની જંગમ મિલકત છે. બેચરસિંહ રાઠોડના અભ્યાસની વાત કરીએ તો તેમણે ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે અલ્પેશ નરેશભાઈ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 126318 ની જંગમ મિલકત છે.

પાટીદારો નિર્ણાયક

પ્રાંતિજ બેઠક પર ક્ષત્રિય-ઠાકોર મતદારોનો પ્રભાવ છે. પરંતુ અહીં પાટીદારો નિર્ણાયક ભૂમિકામાં છે. આ બેઠક પાટીદારો જે તરફ રહે છે, તેમનો વિજય સરળ બની જાય છે. 2017માં પણ પાટીદાર આંદોલનની અસર હોવા છતાં પાટીદારોએ ભાજપ તરફી મતદાન કર્યુ હતુ અને પરીણામ ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ તરફ મળ્યુ હતુ. ગજેન્દ્ર્સિંહ પરમારે 2017માં કોંગ્રેસના મહેન્દ્રસિંહ બારૈયાને હરાવ્યા હતા. આ પહેલા ભાજપના ગઢ સમાન આ બેઠકમાં બારૈયાએ 2012 માં ગાબડુ પાડ્યુ હતુ અને કોંગ્રેસને સફળતા અપાવી હતી. બાદમાં 2022 માં મહેન્દ્રસિંહે કેસરીયા કરતા પ્રાંતિજની બેઠક ભાજપ માટે ફરીવાર આસાન દેખાવા લાગી હતી.

ત્રણ દાયકાથી ક્ષત્રિય ઠાકોર સફળ

આ બેઠક પર જે પક્ષે ક્ષત્રિય-ઠાકોરોને તક આપી તેમને સફળતા હાથ લાગી છે. જેમાં સૌથી વધારે વખત ભાજપ જ સફળ રહ્યુ છે. કૃષી પ્રધાન ગોવિંદભાઈ પટેલ બાદ આ બેઠક પર સતત ક્ષત્રિય ઠાકોર ઉમેદવારની જીત થઈ છે. તો વળી બેઠક પણ ભાજપને ફાળે જ રહી છે. અહીં પ્રધાન બનનારા ઉમેદવારને મોટેભાગે પરીણામ વિરુદ્ધ જ જોવા મળ્યુ હોવાનો સંયોગ રહ્યો છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">