વડાપ્રધાને નવરાત્રીમાં અમદાવાદીઓને આપી મોટી ભેટ, મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝની કરાવી શરુઆત, કાલુપુરથી થલતેજ સુધી કરી મેટ્રોની મુસાફરી

પ્રથમ સપ્તાહમાં થલતેથી વસ્ત્રાલ ગામ અને APMCથી મોટેરા રૂટ પર એકાંતરે દિવસે મેટ્રો (Metro Train) દોડશે. જૂની હાઈકોર્ટ પાસેથી મેટ્રોનો રૂટ બદલી શકાશે. મેટ્રો પરિવહનનો એક સસ્તો અને ઝડપી વિકલ્પ બની રહેશે.

વડાપ્રધાને નવરાત્રીમાં અમદાવાદીઓને આપી મોટી ભેટ, મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝની કરાવી શરુઆત, કાલુપુરથી થલતેજ સુધી કરી મેટ્રોની મુસાફરી
વડાપ્રધાને મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝની કરાવી શરુઆત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 1:10 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ જેની રાહ જોતા હતા એવી અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro) રુટના પ્રથમ ફેઝની શરુઆત કરાવી છે. વડાપ્રધાને અમદાવાદીઓને નવરાત્રીમાં જ આ મોટી ભેટ આપી છે. હવે અમદાવાદમાં (Ahmedabad) બે કોરીડેરમાં મેટ્રો ટ્રેન દોડશે. પ્રધાનમંત્રી મેટ્રોમાં મુસાફરી કરીને થલતેજ દૂરદર્શન કેન્દ્રના મેટ્રો સ્ટેશન ખાતે પહોચ્યા હતા. જે દરમિયાન CCTVની સુવિધા તેમજ સુરક્ષા માટે પોલીસ જવાનો સ્ટેશનો ઉપર તહેનાત જોવા મળ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવ્યો. વડાપ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યાં હતા, ત્યાંથી કાલુપુર મેટ્રો સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર સુધીના મેટ્રો સ્ટેશન સુધી  મેટ્રોમાં સવારી કરી હતી.

ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે

મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી 21 કિલોમીટર જ્યારે વાસણા APMCથી મોટેરા સુધીનો રૂટ 18.89 કિલોમીટરનો છે. બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે. શરૂઆતમાં દર અડધો કલાકે મેટ્રો મળશે અને ડિમાન્ડ વધ્યા પછી દર પાંચ મિનિટે મળતી થશે.દરેક સ્ટેશને મેટ્રો 30 સેકન્ડ રોકાશે. જૂની હાઈકોર્ટ પાસેથી મેટ્રોનો રૂટ બદલી શકાશે.

 જૂની હાઈકોર્ટ પાસેથી મેટ્રોનો રૂટ બદલી શકાશે.

પ્રથમ સપ્તાહમાં થલતેથી વસ્ત્રાલ ગામ અને APMCથી મોટેરા રૂટ પર એકાંતરે દિવસે મેટ્રો દોડશે. જૂની હાઈકોર્ટ પાસેથી મેટ્રોનો રૂટ બદલી શકાશે. મેટ્રો પરિવહનનો એક સસ્તો અને ઝડપી વિકલ્પ બની રહેશે. વસ્ત્રાલ ગામથી થલતેજ રિક્ષામાં જઈએ તો 55 મિનિટનો સમય લાગે અને રૂ.325 ભાડું થાય.. કેબમાં વસ્ત્રાલ ગામથી થલતેજ જવુ હોય તો પણ 55 મિનિટ થાય અને ભાડું 360 રૂપિયા થાય..તેની સામે મેટ્રોમાં માત્ર 35 મિનિટમાં પહોંચી જવાશે..અને ભાડું પણ માત્ર 25 રૂપિયા થશે. તે જ રીતે એપીએમસીથી મોટેરા સુધી જવા માટે કેબમાં 320 રૂપિયાનું ભાડું. જ્યારે રિક્ષામાં 246 રૂપિયા આપવા પડે..તેની સામે મેટ્રોમાં માત્ર 25 રૂપિયા જ ભાડું આપવુ પડશે.

21 કિલોમીટર લાંબા પૂર્વ-પશ્ચિમ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદી પરથી પસાર થશે અને જમીનની નીચે ભૂગર્ભમાંથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">