Chotila Election Result 2022 LIVE Updates : ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપના શામજી ચૌહાણની જીત
Limbdi MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: ચોટીલા સીટ પર કોળી સમાજનો દબદબો છે. આ બેઠક પર સૌથી વધુ વખત કોંગ્રેસનો વિજય થયો છે. 1990થી 2017 સુધીમાં ભાજપ માત્ર એકજ વખત આ બેઠક જીતી શક્યું હતું. ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપના શામજી ચૌહાણની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણાની હાર થઈ છે.

ગુજરાતની ચોટીલા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપના શામજી ચૌહાણની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણાની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે મકવાણા ઋતત્વિકભાઇ ને ટિકિટ આપી છે તે ચોટીલાથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 8,97,154 ની જંગમ મિલકત છે. તેમને Bed સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે ચૌહાણ સામજીભાઇને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 48,19,002 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 11 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે કરપાડા રાજુભાઇને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 17,74,712 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો BA,LLB કર્યુ છે.
2017માં પણ કોંગ્રેસની શાનદાર જીત
ચોટીલા વિધાનસભા પર પહેલી ચૂંટણી 1962માં થઈ હતી. ચોટીલા સીટ પર કોળી સમાજનો દબદબો છે. આ બેઠક પર સૌથી વધુ વખત કોંગ્રેસનો વિજય થયો છે. 1990થી 2017 સુધીમાં ભાજપ માત્ર એકજ વખત આ બેઠક જીતી શક્યું હતું અને એ પણ 2012માં. જો કે આ બેઠક પર 2000, 2009 અને 2010માં પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ ત્રણેય પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો.
ચોટીલા બેઠકનું જાતિગત સમીકરણ
ચોટીલા સીટ પર કોળી સમાજનો દબદબો છે. આ બેઠક પર સૌથી વધુ વખત કોંગ્રેસનો વિજય થયો છે. 1990થી 2017 સુધીમાં ભાજપ માત્ર એકજ વખત આ બેઠક જીતી શક્યું હતું
જાણો ચોટીલા બેઠક વિશે
આ બેઠક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે. ચોટીલા ચામુંડા માતાના મંદિરના કારણે પણ જગ વિખ્યાત છે. ચોટીલાના પર્વત પર ચામુંડા માતાનું મંદિર આવેલું છે અને તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળું અહીં દર્શનાર્થે આવે છે. આ બેઠક પરના મતવિસ્તારમાં કુલ 257158 મતદારો છે, જેમાંથી 135115 પુરૂષ, 122034 મહિલા અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: