Kalol Election Result 2022 LIVE Updates: પંચમહાલની કાલોલ બેઠક પર ભાજપના ફતેસિંહ ચૌહાણની જીત

Kalol MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના અરવિંદસિંહ રાઠોડની 69,275 મતોથી જીત્યા હતા. 2007માં પણ આ બેઠક પરથી ભાજપના અરવિંદસિંહ રાઠોડ જીત્યા હતા.

Kalol Election Result 2022 LIVE Updates: પંચમહાલની કાલોલ બેઠક પર ભાજપના ફતેસિંહ ચૌહાણની જીત
Kalol Election Result 2022
Follow Us:
Mina Pandya
| Edited By: | Updated on: Dec 08, 2022 | 2:14 PM

Kalol MLA Gujarat Vidhan Sabha Election Result 2022 Live Updates in Gujarati:  Gujarat Election Result Live પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પર ભાજપના ફતેસિંહ ચૌહાણની જીત થઈ છે. જેમાં 40 હજારથી વધુ મતથી જીત મેળવી છે. તેમની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છ. તેમની જંગમ મિલકત 8 લાખ છે. જ્યારે કોંગ્રેસે પ્રભાતસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી. તેમની શૈક્ષણિક લાયકાત 11 પાસ છે. તેમની પાસે 6,50,000 લાખની જંગમ મિલકત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ દિનેશ બારિયાને ટિકિટ આપી હતી. તેમણે બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 500000ની જંગમ મિલકત છે.

2017માં કાલોલ બેઠક ભાજપે જીતી હતી

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સુમનબેન પ્રવિણસિંહ ચૌહાણે બેઠક પરથી જીત નોંધાવી હતી. સુમન ચૌહાણને 103,028 મત મળ્યા હતા. તેમણે કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ પરમારને 49,277 મતથી હરાવ્યા હતા. કોંગ્રેસના રાજેન્દ્રસિંહને 53,751 મત મળ્યા હતા. જેને જોતા એવુ કહી શકાય કે સુમન ચૌહાણે કોંગ્રેસના ઉમેદવારને જંગી લીડ સાથે હરાવ્યા હતા. આ ચૂંટણીમાં નોટામાં 4,120 મત પડ્યા હતા.

1995થી સતત 7 ટર્મથી આ બેઠક પર ભાજપનું એકચક્રી શાસન

2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના અરવિંદસિંહ રાઠોડની 69,275 મતોથી જીત્યા હતા. 2007માં પણ આ બેઠક પરથી ભાજપના અરવિંદસિંહ રાઠોડ જીત્યા હતા. તેમને 27,565 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના પ્રવિણસિંહ ચૌહાણને 25681 મત મળ્યા હતા. ભાજપના અરવિંદસિંહે તેમને 1884 મતોથી હરાવ્યા હતા. 2002ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના પ્રભાતસિંહ ચૌહાણે જીત નોંધાવી હતી. પ્રભાતસિંહને અહીં 80,389 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના સી.કે.રાઉલને 27,418 મતથી જ સંતોષ માનવો પડ્યો હતો. પ્રભાતસિંહે કોંગ્રેસના સી.કે.રાઉલને 52,971 મતોના માર્જિનથી હરાવ્યા હતા. પ્રભાતસિંહ ચૌહાણ 2009 અને 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી જીતીને 15મી અને 16 મી લોકસભામાં રાજ્યમંત્રી રહ્યા હતા. આ વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા જ તેઓ પક્ષપલટો કરી કોંગ્રેસમાં જોડાયા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

શું છે કાલોલ બેઠકના જાતિગત સમીકરણ?

કાલોલ બેઠક પર કુલ 2,33, 692 મતદારો છે જેમાં પુરુષ ઉમેદવારો 1,20,398, જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 1,12,300 છે. જાતિવાદી સમીકરણની રીતે જોઈએ તો અહીં બક્ષીપંચ 58%, એસ.સી 7%, પટેલ 5.5%, એસ.ટી 18%, વણિક 3.30%, રાજપૂત 2.8% અને અન્ય જ્ઞાતિ 0.6% છે.

2022ની ચૂંટણી મુજબ કુલ મતદારો

કાલોલ વિધાનસભા મતવિસ્તારમાં 1 લાખ 32 હજાર 499 પુરુષ મતદારો, 1 લાખ 25 હજાર 823 મહિલા મતદારો સહિત કુલ 2 લાખ 58 હજાર 322 મતદારો છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ પુરુષ મતદારોની 6 લાખ 64 હજાર 766 સંખ્યા છે, જ્યારે અને મહિલા મતદારોની 6 લાખ 34 હજાર 390 સંખ્યા મળીને કુલ 12 લાખ 99 હજાર 165​​​​​​​ મતદારો છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">