Gujarat First Phase Election LIVE: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર 1 ડિસેમ્બરે મતદાન, 788 ઉમેદવારના ભાવિનો થશે ફેંસલો, તૈયારીઓ પૂર્ણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 10:02 PM

Gujarat Vidhansabha Election : ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્રિપાંખિયા જંગના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. જાણો ચૂંટણીને લગતા તમામ સમાચારો અહીં.

Gujarat First Phase Election LIVE:   ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર 1 ડિસેમ્બરે મતદાન, 788 ઉમેદવારના ભાવિનો થશે ફેંસલો, તૈયારીઓ પૂર્ણ
Gujarat First Phase Election LIVE

Gujarat Vidhansabha Election 2022 Live : ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીની કલાકો બાકી છે.  ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ (Saurashtra- Kutch) સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. 1 ડિસેમ્બરને ગુરૂવારે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કાની ચૂંટણી ગુજરાતના પરિણામોમાં નિર્ણાયક સાબિત થશે, કારણ કે સૌરાષ્ટ્રની બેઠકો દ્વારા જ રાજકીય પક્ષનું ભવિષ્ય નક્કી થાય છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભાજપને ફટકો પડ્યો હતો. અને તેના કારણે જ સત્તા સુધી પહોંચતા ભાજપ હાંફી ગયુ હતુ. જેથી આ વખતે 2017 માં જે નુકસાન થયુ તેને સરભર કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવ્યુ છે. તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ પરિવર્તનની આશયથી આગળ વધી રહી છે. તો આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પગપેસારો કરવા એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવ્યુ છે. આ વખતનો જંગ પરિવર્તન સામે પુનરાવર્તનનો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Nov 2022 09:48 PM (IST)

    Gujarat First Phase Election LIVE: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર 1 ડિસેમ્બરે મતદાન,સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

    ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર 14 હજાર 382 મતદાન કેન્દ્રો પર વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.શહેરી વિસ્તારના 9 હજારથી વધુ અને ગ્રામ્યના 16 હજારથી વધુ મતદાન મથકો પર તંત્રએ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી છે. રાજ્યમાં શાંતિપૂર્વક મતદાન થાય એ માટે પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોનો મોટો કાફલો પણ તૈનાત કરાયો છે. સુરત સહિત સૌરાષ્ટ્રના સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  • 30 Nov 2022 08:47 PM (IST)

    Gujarat First Phase Election LIVE: પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાનની તૈયારીઓ પૂર્ણ, મતદાન મથકો પર પહોંચ્યા EVM

    ગુજરાતમાં પહેલા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે 89 બેઠકો માટે 01 ડીસેમ્બરે મતદાન યોજાશે. જેમાં ૧૯ જિલ્લાની 89 બેઠકો માટે યોજાનારા મતદાનમાં 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યોજાનારા મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 788 ઉમેદવારો માટે 2 કરોડ 29 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

  • 30 Nov 2022 08:44 PM (IST)

    Gujarat First Phase Election LIVE: અમરેલીના રાજુલામાં મતદારોને પ્રલોભન આપતી રાશન કીટ ઝડપાઈ

    ગુજરાતમાં ચૂંટણી પૂર્વે મતદારોને આકર્ષવા પક્ષો ગેરકાયદેસર રીતે અવનવા પ્રલોભનો આપતા હોય છે. એવામાં અમરેલીના રાજુલાના ડુંગર વિસ્તાર અને જાફરાબાદ વિસ્તારમાં અનાજની રાશન કીટના વાહનો મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને અનાજ કીટ વિતરણ કરે તે પૂર્વે તંત્રએ અલગ અલગ વિસ્તારમાં વાહનો ઝડપ્યા છે. ચૂંટણી પંચ પણ સમગ્ર મુદ્દે કાર્યવાહી હાથધરી છે. તો બીજી તરફ રાશન કીટના વાહનો કોંગ્રેસના હોવાનો દાવો છે. જેના પર રાજુલા ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે ગરીબ લોકોને ખરીદવા નીકળી છે.

  • 30 Nov 2022 08:16 PM (IST)

    Gujarat First Phase Election LIVE: ગીર સોમનાથ જીલ્લા તંત્ર દ્રારા લોકોને નિર્ભય બની મતદાન કરવા અપીલ

    ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનની પૂર્વ સંધ્યાએ ગીર સોમનાથ જીલ્લા તંત્ર દ્રારા લોકોને નિર્ભય બની સારી માત્રામાં મતદાન કરવા અપીલ કરી છે .તેમજ તૈયારીના આખરી ઓપની અધિકારીઓ દ્વારા ચકાસણી કરાઇ હતી.

  • 30 Nov 2022 07:39 PM (IST)

    Gujarat Election 2022 Live : પીએમ મોદી 01 ડિસેમ્બરના રોજ ત્રણ જાહેરસભાને સંબોધશે, અમદાવાદમાં રોડ શો યોજશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ મહાસભાને સંબોધન કરવાના છે.. વડાપ્રધાન સૌથી પહેલા પંચમહાલના કાલોલમાં મહાસભાને સંબોધશે.ત્યારબાદ વડાપ્રધાન છોટા ઉદેપુરના બોડેલીમાં સભા ગજવશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં મહાસભાને સંબોધશે.  સાથે જ અમદાવાદમાં પણ વડાપ્રધાન મોદી રોડ શો કરવાના છે.

  • 30 Nov 2022 07:12 PM (IST)

    Gujarat First Phase Election LIVE: ગુજરાતમાં 01 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ, 788 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થશે

    ગુજરાતમાં પહેલા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે ૮૯ બેઠકો માટે 01 ડીસેમ્બરે મતદાન યોજાશે. જેમાં ૧૯ જિલ્લાની 89 બેઠકો માટે યોજાનારા મતદાનમાં 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યોજાનારા મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 788 ઉમેદવારો માટે 2 કરોડ 29 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

  • 30 Nov 2022 06:43 PM (IST)

    Gujarat Election 2022 Live : પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 19 જિલ્લાના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. પ્રથમ તબક્કામાં તા. 1લી ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે; એટલે કે 13,065 મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે પ્રથમ તબક્કામાં કુલ 25,430 મતદાન મથકોમાં મતદાન યોજાશે. તે પૈકીના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.

  • 30 Nov 2022 06:00 PM (IST)

    Gujarat Election 2022 Live : અમદાવાદના અસારવામાં અમિત શાહનો રોડ શો

    ગુજરાતમાં પહેલા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે ૮૯ બેઠકો માટે 01 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કા માટે 05 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ત્યારે બીજા તબક્કામાં મતદાન થવાનું છે તે વિસ્તારમાં ભાજપ પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.  અસારવામાં અમિત શાહનો રોડ શો યોજવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે.

  • 30 Nov 2022 05:51 PM (IST)

    Gujarat Election Live 2022 : ચૂંટણી પૂર્વે પંચમહાલના શહેરા કોંગ્રેસમાં ગાબડું, અનેક સમર્થકો ભાજપમાં જોડાયા

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે પંચમહાલના શહેરા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા મંત્રી ભરતસિંહ બારીયાએ રાજીનામું આપી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

  • 30 Nov 2022 05:41 PM (IST)

    Gujarat Election Live 2022 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ બહેરામપુરામાં રોડ-શો યોજ્યો

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનો પ્રચાર બરાબરનો જામ્યો છે. અમદાવાદના બહેરામપુરામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રોડ-શો યોજ્યો છે. ખાડિયા-જમાલપુર બેઠકના ઉમેદવાર ભૂષણ ભટ્ટ સાથે જે.પી. નડ્ડાએ ભવ્ય રોડ-શો યોજ્યો. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું ઠેર-ઠેર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. આ રોડ-શો દરમિયાન ભગવા ઝંડાઓથી કેસરિયો માહોલ સર્જાયો હતો.

  • 30 Nov 2022 05:11 PM (IST)

    બનાસકાંઠા : અલ્પેશ ઠાકોરના ગેનીબેન ઠાકોર પર આકરા પ્રહારો

    બનાસકાંઠાના વાવના અબાળા ગામે અલ્પેશ ઠાકોરે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં જનસભા સંબોધી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે નિશાન સાધ્યું. અલ્પેશ ઠાકોરે ગેનીબેનનું નામ લીધા વગર જણાવ્યું કે જે ભાઇના પીઠ પાછળ ઘા કરે છે એવી બહેન ન જોઇએ. અલ્પેશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસ ડરી ગઇ હોવાથી તેના ધારાસભ્યો અમારા વિશે એલફેલ બોલે છે. અલ્પેશે આડકતરી રીતે ચીમકી આપતા કહ્યું કે બધા મર્યાદામાં જ રહેજો. અઠવાડિયા પછી ભાજપની જ સરકાર આવવાની છે ત્યારે તમને જોઇ લઇશું. મારી સહનશીલતાને અમારી નબળાઇ ન સમજો. આ તમારું કોંગ્રેસનું શાસન નથી કે ગુંડાઓનું રાજ ચાલે.

  • 30 Nov 2022 04:44 PM (IST)

    બનાસકાંઠાના ડીસામાં પરષોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર કટાક્ષ

    બનાસકાંઠાના ડીસામાં સભા સંબોધન સમયે કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ તેમના અંદાજમાં કોંગ્રેસના ઉમેદવારોને આડેહાથ લીધા. કોંગ્રેસના ઉમેદવારો પર કટાક્ષ કરતા રૂપાલાએ કહ્યું કે કોંગ્રેસનો ઉમેદવાર જીતે તો કામ કોની પાસે કરાવશે. કારણ કે 2022માં પણ ભાજપની જ સરકાર બનવાની છે. તો ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસમાં જોડાયેલા લેબજી ઠાકોર પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે લેબજી ઠાકોરે ભૂલ કરી છે. કારણ કે 25 વર્ષ સુધી હજી કેન્દ્રમાં ભાજપની સરકાર આવશે. જ્યારે નર્મદાનું પાણી ગુજરાતમાં પહોંચાડવા અંગે કોંગ્રેસ અને મેધા પાટકરને પર ગંભીર આરોપ લગાવ્યાં.

  • 30 Nov 2022 04:41 PM (IST)

    ખેરાલુ: જગદીશ ઠાકોરે 51 હજાર લીડથી ઉમેદવારને જીતાડવાની કરી અપીલ

    મહેસાણાના ખેરાલુમાં કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે સભાને સંબોધન કર્યું. મોટી સંખ્યામાં લોકો અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા. કૉંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરતા કહ્યું કે, અહીંથી 51 હજારની લીડથી ઉમેદવારને જીતાડજો. સાથે જ કહ્યું કે, અમારા બે ચાર ધારાસભ્યોને ઉપાડી જાઓ પણ ખેરાલુથી એક કાર્યકર્તાઓને લઈ જાઓ ખુબજ મુશ્કેલ છે. સાથે જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે 30થી વધુ વખત પેપર ફોડ્યું છે.

  • 30 Nov 2022 04:38 PM (IST)

    બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપના દિગ્ગજોનો દમદાર પ્રચાર

    ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભલે પ્રચાર પડઘમ શાંત થયા હોય, પરંતુ બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપના ધૂરંધર નેતાઓ વિવિધ વિસ્તારો ધમરોળી ધરખમ પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મહીસાગરના કડાણામાં જંગી જાહેરસભાને સંબોધી. તો ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ અમદાવાદમાં બહેરામપુરામાં જમાલપુર-ખાડિયાના ઉમેદવાર ભૂષણ ભટ્ટ સાથે ભવ્ય રોડ-શો યોજી પ્રચાર કર્યો. બીજી તરફ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નારણપુરાના ભાજપના ઉમેદવાર જીતુ ભગતનો ડોર ટૂ ડોર પ્રચાર કર્યો. તો કેન્દ્રીય પ્રધાન પુરૂષોતમ રૂપાલાએ બનાસકાંઠામાં ડીસાના જેરડા ગામે જાહેરસભા ગજવી. થરાદમાં અલ્પેશ ઠાકોરે ભાજપમાં ઉમેદવાર શંકર ચૌધરીના સમર્થનમાં સભા સંબોધિત કરી પ્રચાર કર્યો.

  • 30 Nov 2022 03:59 PM (IST)

    1 ડિસેમ્બરના અમદાવાદમાં PM મોદીના રોડ શોનો રુટ

    આવતીકાલે બપોરે 3 કલાકે PM મોદી રોડ શો યોજવાના છે.  નરોડાથી શરુ કરીને ચાંદખેડા સુધી રોડ શો યોજાવાનો છે. શહેરની તમામ બેઠક આવરી લેવાય એ રીતે  પીએમના રોડ શોનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે.

    PM મોદીના રોડ શોનો રુટ

    નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ - આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી - ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા

  • 30 Nov 2022 03:55 PM (IST)

    ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અચાનક અરવલ્લીની મુલાકાતે

    અરવલ્લી જિલ્લાની ત્રણ બેઠક કબજે કરવા ભાજપે પ્રયાસ શરુ કરી દીધા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અચાનક અરવલ્લીની મુલાકાત લીધી છે. મોડાસાના કમલમ કાર્યાલય ખાતે સી આર પાટીલે મહત્વની બેઠક યોજી. ત્રણેય બેઠકો પર વિજય મેળવવા અંગે આગેવાનો સાથે તેમણે મંથન કર્યુ.

  • 30 Nov 2022 03:12 PM (IST)

    ડભોઈ: કૉંગ્રેસના વધુ 300 કાર્યકર્તાઓએ કર્યા કેસરીયા

    વડોદરાના ડભોઈમાં ફરી કૉંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. કૉંગ્રેસના 300 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. તેનતલાવ અને કનાયડાના 300 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ કાર્યકર્તાઓ તડવી સમાજ, પરમાર સમાજ અને વસાવા સમાજમાંથી આવે છે. કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કાર્યકરો અને અગ્રણીઓએ ભાજપને ભવ્ય જીત અપાવવાની બાહેંધરી આપી છે. શૌલેષ મહેતાએ ફણ ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 30 Nov 2022 03:01 PM (IST)

    ભરુચની પ્રાથમિક શાળામાં ઇકો ફ્રેન્ડલી બુથ બનાવાયુ

    ભરૂચમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. ભડકોદરામાં આવેલી પ્રાથમિક શાળામાં બુથને ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવી હતી. ઢોલ-નગારા સાથે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મામલતાદારે જણાવ્યું કે કર્મચારીઓમાં કામ કરવાનો ઉત્સાહ વધે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. તો મતદાનના દિવસે પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવશે.

  • 30 Nov 2022 02:29 PM (IST)

    અમદાવાદઃ બહેરામપુરામાં ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાનો રોડ-શો

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનો પ્રચાર બરાબરનો જામ્યો છે. અમદાવાદના બહેરામપુરામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રોડ-શો યોજ્યો. ખાડિયા-જમાલપુર બેઠકના ઉમેદવાર ભૂષણ ભટ્ટ સાથે જે.પી. નડ્ડાએ ભવ્ય રોડ-શો યોજ્યો. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું ઠેર-ઠેર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. આ રોડ-શો દરમિયાન ભગવા ઝંડાઓથી કેસરિયો માહોલ સર્જાયો હતો.

  • 30 Nov 2022 02:20 PM (IST)

    ડાંગ જિલ્લામાં પ્રથમ તબક્કાના મતદાનને લઇ તૈયારીઓ પૂર્ણ

    ડાંગ જિલ્લામાં પ્રથમ તબક્કાના મતદાનને લઇ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. EVM મશિન સહિતની ડિસ્પેચની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં ૩૩૫ મતદાન મથકો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડાંગમાં કુલ 1 લાખ 93 હજાર 298 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 45 હજાર મતદારો રોજગાર અર્થે અન્ય જિલ્લામાં સ્થળાંતર કરી ચૂકેલા છે. આવા મતદારો ચૂંટણીમાં મતદાનથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્રએ જે તે સંસ્થાના સંચાલકોને મતદાન માટે રજા આપવા અપીલ કરી છે. તો સુગર ફેકટરી અને અન્ય યુનિટમાં કામ કરતા ડાંગના મતદારોને વતન મોકલવા સહવેતન વાહનની પણ વ્યવસ્થા ઉભી કરાઇ છે.

  • 30 Nov 2022 02:05 PM (IST)

    Gujarat Election 2022 : રાજકોટ કોંગ્રેસે ભાજપ અને પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

    રાજકોટ કોંગ્રેસે ભાજપ અને પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, ભાજપના કહેવાથી પોલીસ પોતાની સત્તાનો દુરપયોગ કરી રહી છે. ડૉં હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યા હતા કે, માલવિયાનગર પોલીસ મથકમાં 70 જેટલા બુટલેગરોને બોલાવીને ભાજપને મદદ કરવા માટે દબાણ કરવામાં આવે છે. જેના પગલે ભાજપ અને બુટલેગરના પરિવાર વચ્ચે ઝઘડો પણ થયો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો છે. સાથે જ કૉંગ્રેસના નેતાએ આક્ષેપ કરતા કહ્યું કે, ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસનો કાફલો કૉંગ્રેસના કાર્યકર્તાઓને ડરાવી રહી છે. વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, રાજકોટ 68 વિધાનસભા બેઠક પર ઉદય કાનગડ પોલસને સાથે રાખીને લોકોને મત આપવા ધમકાવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. કૉંગ્રેસના તમામ નેતા એકમંચ પર આવી ભાજપ અને પોલીસ પર આક્ષેપ કર્યા હતા.

  • 30 Nov 2022 02:02 PM (IST)

    Gujarat First Phase Election : અમરેલીના દરિયાઈ ટાપુ પર આવેલા શિયાળ બેટ ગામમાં તંત્રની ખાસ તૈયારી

    લોકશાહીના મહાપર્વમાં એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર ખડેપગે છે. અનેક વિષમ પરિસ્થિતિનો સામનો કરીને પણ તંત્ર પ્રત્યેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે પ્રયાસમાં છે. તંત્રનો આવો જ એક પ્રયાસ અમરેલીમાં જોવા મળ્યો. જાફરાબાદ તાલુકામાં મધદરિયે આવેલા શિયાળ બેટ ગામ પર તંત્રએ મતદાનને લઇને તૈયારીઓ પૂર્ણ કરી છે. શિયાળ બેટ ગામ દરિયાઈ ટાપુ પર આવેલું છે. મધદરિયે આવેલા આ ગામમાં 5 બુથ છે. તંત્રએ EVM સહિતની મશીનરી અને સ્ટાફને બોટ મારફતે શિયાળ બેટ ગામ રવાના કર્યો છે. આ મતદાન કેન્દ્ર પર રાજુલા બેઠકનું મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે કોઇ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર વિષમ પરિસ્થિતિમાં પણ કામ કરી રહ્યું છે ત્યારે આપણે પણ એક જાગૃત નાગરિકની જેમ આપણી ફરજ સમજીને ચોક્કસથી મતદાન કરવું જોઇએ

  • 30 Nov 2022 01:50 PM (IST)

    કોરોના સમયે કોંગ્રેસે રસીને લઈને પણ રાજકારણ કર્યું - અમિત શાહ

    કડાણામાં સભા સંબોધતા અમિત શાહે કહ્યું કે, કોરોના સમયે કોંગ્રેસે રસીને લઈને પણ રાજકારણ કર્યું હતુ. સરકારે કોરોનાકાળમાં અનાજ આપવાની ચિંતા કરી. ગામેગામ શિક્ષણ, આરોગ્યની સુવિધા પહોંચાડી. અને આદિવાસી તમામ ગામોને રસ્તાથી જોડાયા. તો વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ મત લેવા આવે તો સવાલ કરજો તમે શું કામ કર્યુ.. ?

  • 30 Nov 2022 01:33 PM (IST)

    Gujarat Election : મોરબી પુલ દુર્ઘટના મુદ્દે ફરી રાજકારણ ગરમાયું

    મોરબી પુલ દુર્ઘટનાને એક માસ પૂર્ણ થતાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. મોરબી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે આક્ષેપ કર્યો કે દુર્ઘટનાને એક મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં સરકારે મૃતકોના પરિવારજનોને આશ્વાસન નથી આપ્યું અને દુર્ઘટના બાદ યોગ્ય પગલાં પણ નથી ભર્યા. કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે મોરબી દુર્ઘટનાની માસિક પુણ્યતિથિ નિમિત્તે શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

  • 30 Nov 2022 01:16 PM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : PM મોદી આવતીકાલે અમદાવાદમાં કરશે ધૂંઆધાર પ્રચાર

    સુરતની જેમ અમદાવાદમાં પણ PM મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની જેમ જ અમદાવાદમાં પણ દમદાર પ્રચાર કરવાના છે. આવતીકાલે તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જો કે રોડ શો માટે ફક્ત PMOની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. PMOની મંજૂરી મળ્યા બાદ પીએમ મોદીના રોડ શોના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે, આવતીકાલે બપોર બાદ પીએમ મોદીનો રોડ શો યોજવાની શહેર ભાજપની તૈયારીઓ છે. 30 કિલોમીટર લાંબા રોડ શોમાં પીએમ મોદી અમદાવાદની તમામ વિધાનસભા બેઠકો આવરી લેશે.

  • 30 Nov 2022 12:58 PM (IST)

    Gujarat Election 2022 : કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ AAP ને ગણાવી "ટુરિસ્ટ પાર્ટી"

    કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ AAP પર નિશાન સાધતા તેને પ્રવાસીઓની પાર્ટી ગણાવી. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ગોવા, હિમાચલની જેમ AAP ગુજરાતમાં પણ કોઈ પ્રવાસીની જેમ ફરવા જ આવી છે.  AAP માટે ગુજરાત ચૂંટણી ક્યારેય મહત્વની ન હતી.

  • 30 Nov 2022 12:44 PM (IST)

    Gujarat Second Phase Election : ભાજપના દિગ્ગજ નેતાઓનો અમદાવાદમાં પ્રચાર

    થમ તબક્કાનો પ્રચાર  પૂર્ણ થતા હવે બીજા તબક્કાના પ્રચારનો ધમધમાટ તેજ થયો છે. ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતા જેપી નડ્ડા અને રાજનાથ સિંહ અમદાવાદમાં  પ્રચાર કરી રહ્યા છે.

  • 30 Nov 2022 12:05 PM (IST)

    Porbandar Election 2022 : પોરબંદરમાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે GPS સિસ્ટમ ગોઠવવામાં આવી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પોરબંદરની વિધાનસભા બેઠક પર આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે. પોરબંદરના 255 મતદાન મથકો પર 2 લાખ 64 હજાર 355 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેને લઇ વહીવટી તંત્રએ તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે. પ્રાંત અધિકારીએ જણાવ્યું કે પોરબંદરના 255 મતદાન મથકો પર 270 પોલોગ સ્ટાફ મુકવામાં આવ્યાં છે. તમામ પ્રકારની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. કુલ 1500 કર્મચારીઓ ચૂંટણી ફરજ પર મુકવામાં આવ્યાં છે. પોલીસ બંદોબસ્ત સાથે EVM મશીન સાથે બસ રૂટ પર નીકળશે. કોઇ ગેરરીતિ ન થાય તે માટે બસમાં GPS સિસ્ટમ ગોઠવવામાં આવી છે. સાથે જ કહ્યું કેબસ પર રૂટ સુપરવાયઝરને મોબાઈલ એપથી ટ્રેક કરવામાં આવશે.

  • 30 Nov 2022 11:55 AM (IST)

    Gujarat First Phase Election : નવસારી જીલ્લામાં તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ કરાઈ

    નવસારી જીલ્લામાં પણ તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે તમામ EVM મશીન ડીસ્પેચ કરી જે-તે બુથ પર પહોંચાડવામાં આવ્યા. નવસારી જિલ્લાના 708 જેટલા સ્થળોએ 1147 પોલિંગ સ્ટેશનો પર મતદાનની કામગીરી થશે.  કુલ પૈકી 84 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે.  તમામ વિસ્તારમાં 7-7 સખી પોલિંગ સ્ટેશન હશે જેમાં તમામ બહેનો ફરજ બજાવશે અને 1-1 મથક તમામ તાલુકામાં PWD વોટર્સ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. મતદાન દરમ્યાન 80 વર્ષથી ઉપરના અને PWD મતદારો મળી 35,840 મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરશે. 1147 મતદાન મથકોમાં 1814 VVPAT મશીનોની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. આગામી 8 તરીખે ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ભૂતસાડ ખાતે સમગ્ર જિલ્લાની મતગણતરી થશે. નવસારી જિલ્લામાં શાંતિમય રીતે મતદાન થાય તેના માટે જિલ્લા પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે.

  • 30 Nov 2022 11:53 AM (IST)

    Gujarat Election : ચૂંટણીમાં યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુવા મતદારો નિર્ણાયક સાબિત થવાના છે. જે પક્ષને યુવાઓનો મતરૂપી સાથ મળ્યો તેની જીત નિશ્ચિત મનાય છે. ગુજરાતની ચૂંટણીમાં કુલ 4.91 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે 11 લાખ 62 હજાર યુવા મતદારો પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરશે.

  • 30 Nov 2022 11:27 AM (IST)

    Gujarat Election : રાજકોટમાં મતદાનને લઈ તૈયારીઓ આખરી તબક્કામાં

    રાજકોટના જેતપુરમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેતપુર સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલમાં રિસીવીંગ ડિસ્પેચીંગ સેન્ટરમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. જેતપુર, જામકંડોરણા, વડિયા સહિત 300 મતદાન મથક છે જેમાં જેતપુર-જામકંડોરણામાં 90 મતદાન મથક ક્રિટિકલ મથક જાહેર કરાયા છે. જ્યારે 150 મતદાન મથક પર લાઈવ વેબ કાસ્ટિંગ થશે. જેતપુર-જામકંડોરણામાં કુલ 1705 પોલિંગ સ્ટાફ, 32 સેક્ટર મેજિસ્ટ્રેટ સાથે ખડેપગે તૈનાત રહેશે.

  • 30 Nov 2022 11:01 AM (IST)

    Gujarat First Phase Election : જામનગરની 5 બેઠકના 1289 કેન્દ્ર પર થશે મતદાન

    જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. જામનગરની 5 વિધાનસભા બેઠકના 1289 કેન્દ્ર પર મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. જેને લઈ વહીવટી તંત્રએ તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે. 1289 મતદાન કેન્દ્રો પર EVM અને વીવીપેટની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  જો કોઈ EVM બગડે તેવા સંજોગોમાં તાત્કાલિક બદલી શકાય તે માટે વધારાના EVMની પણ ફાળવણી કરવામાં આવી છે. તો 3800થી વધુ સરકારી કર્મચારીની ગોઠવણી કરાઈ છે. જ્યારે 2900થી વધારે પોલીસ જવાન અને હોમગાર્ડ બંદોબસ્તમાં તૈનાત કરાયા છે. જામનગરની 5 બેઠક પર 66 ઉમેદવાર મેદાનમાં છે. જામનગર જિલ્લામાં મોટાભાગે ભાજપ-કોંગ્રેસની સીધી ટક્કર છે. તો કેટલીક બેઠક પર આપ લડાઈના મેદાનમાં છે, જ્યારે એક બેઠક પર બસપા પણ મેદાનમાં છે.

  • 30 Nov 2022 10:46 AM (IST)

    Gujarat Election 2022 : સૌરાષ્ટ્રના ‘સુરતીઓ' મતદાન માટે નિરસ !

    સુરતના મતદારોને લઈ જવા બસોની ઇન્કવાયરી ગત ચૂંટણીની તુલનાએ માત્ર 50 ટકા થઈ છે. સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માદરે વતન જતા હોય છે. જે માટે તમામ પક્ષના ઉમેદવારો પોતાના સમર્થકો માટે ટ્રાવેલિંગનો ખર્ચ ઉઠાવતા હોય છે. પરંતુ આ ચૂંટણીમાં બસનું બુકિંગ 2017 કરતા અડધુ જ થયું છે. સુરતથી સૌરાષ્ટ્રમાં મતદારોને લઇ જવા અત્યાર સુધી માત્ર 200ની આસપાસ બસનું બુકિંગ થયું છે, જ્યારે 2017માં આ સંખ્યા 400થી વધુ હતી. આ પરિબળની અસર રાજ્યની એક ડઝન બેઠકો પર થવાની શક્યતા છે. આ ચૂંટણીમાં ભાજપ અને આપની બસ ઇન્કવાયરી વધુ છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ઇન્કવાયરી કરી નથી.

  • 30 Nov 2022 10:42 AM (IST)

    Gujarat Election Live Updates : કોંગ્રેસની સભામાં આખલો ઘૂસવાની ઘટના મામલે તપાસના આદેશ

    મહેસાણામાં કોંગ્રેસની સભા દરમિયાન આખલો ઘૂસવાની ઘટનામાં તપાસના આદેશ અપાયા છે. મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ઢોર પકડતી ટીમને નોટિસ પાઠવવામાં આવી છે.  સભા પૂરી ન થાય ત્યાં સુધી ઢોર પકડતી ટીમ શા માટે ઊભી ના રહી? તેનો જવાબ પણ માગવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે શાખા અધિકારી પાસેથી સમગ્ર બાબતનો રિપોર્ટ માગ્યો છે.. વિપક્ષના નેતાએ રજૂઆત કરી હતી કે સીએમ અશોક ગેહલોતની પ્રોટોકોલ વ્યવસ્થામાં ચૂક થઈ છે. મહત્વનું છે કે ગત 28 નવેમ્બરના રોજ કોગ્રેસની સભામાં આખલો ઘૂસી ગયો હતો.  જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આ આખલો ભાજપે મોકલ્યો હતો.

  • 30 Nov 2022 10:38 AM (IST)

    Gujarat Election 2022 : સાંસદ મનસુખ વસાવા સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટને લઈ ચર્ચામાં આવ્યા

    ભરૂચના સાંસદ મનસુખ વસાવા મતદાનના એક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટને લઈ ચર્ચામાં આવ્યા. સાંસદ મનસુખ વસાવા સાથે ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સાથે મનદુઃખ ન હોવાની વસાવાએ પોસ્ટ મુકી છે.  મનસુખ વસાવાના વાઈરલ વીડિયો બાદ આંતરિક ખટરાગ સપાટી પર આવ્યો હતો. રાજ્ય કક્ષાએથી ડેમેજ કંટ્રોલ બાદ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હોવાનું અનુમાન છે.

  • 30 Nov 2022 10:36 AM (IST)

    ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : પાલનપુરના કોંગ્રેસ ઉમેદવાર મહેશ પટેલનો વિરોધ

    બનાસકાંઠાના પાલનપુરમાં 10 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલા મહેશ પટેલને ચૂંટણી પ્રચારમાં ઠેર-ઠેર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.  પાલનપુરના ભક્તોની લીમડી વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્યના વિરોધમાં લાગ્યા પોસ્ટર છે. આ વિસ્તારમાં રોડ, ગટર, પાણી સહિતના પ્રાથમિક સુવિધાના કામ ન થતા લોકોમાં આક્રોશ છે. સ્થાનિકોએ ભક્તોની લીમડી વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે પ્રવેશ કરવો નહી તેવા બેનર ઠેર-ઠેર લગાવીને વિરોધ નોંધાવ્યો છે.

  • 30 Nov 2022 10:30 AM (IST)

    Gujarat First Phase Election : પ્રથમ તબક્કાના મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ

    ચૂંટણી પંચે પ્રથમ તબક્કાના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીની કલાકો છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. ગુરૂવારે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે. જે માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે.  6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે.  પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે. અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થશે. ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થશે.

  • 30 Nov 2022 10:28 AM (IST)

    Gujarat Second Phase Election : ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આજે ગુજરાતમાં અનેક મેરેથોન સભા ગજવશે

    પ્રથમ તબક્કાના પ્રચાર પૂર્ણ થતા હવે બીજા તબક્કાના પ્રચારનો ધમધમાટ તેજ થયો છે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આજે ગુજરાતમાં અનેક મેરેથોન સભા ગજવશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે તમામ રાજકીય પાર્ટીઓ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના અનેક નેતાઓ પ્રચાર કરશે. મહેસાણામાં અમિત શાહ જાહેરસભા સંબોધશે. અમદાવાદના જમાલપુરમાં જેપી નડ્ડાનો રોડ શો દ્વારા પ્રચાર કરશે.. અમદાવાદ અને બાલાસિનોરમાં રાજનાથ સિંહ, પાદરામાં પરેશ રાવલ તો ડીસામાં પરસોત્તમ રૂપાલા જાહેરસભા સંબોધશે.. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ બાપુનગરમાં રોડ શો કરી પ્રચાર કરશે.

  • 30 Nov 2022 10:26 AM (IST)

    Gujarat Election 2022 : સુરતમાં મતદાન માટે EVM ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી

    સુરતમાં પણ મતદાન માટે EVM ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી. સુરત શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકોના 4 હજાર 637 કેન્દ્રો પર મતદાનને લઇને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી. મતદાન મથકો પર કુલ 18 હજાર કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ પૈકી 41 ટકા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જે પૈકી વરાછામાં 199માંથી 193, કરંજમાં 176માંથી 168 અને કામરેજમાં 520માંથી 383 મથકો સંવેદનશીલ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. કુલ 1903 ક્રિટિકલ મતદાન મથક પૈકી 526 સ્થળે માઈક્રો ઓબ્ઝર્વર, લાઇવ વેબકાસ્ટિંગ તેમજ CRPF તૈનાત રહેશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ તેમજ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે.

Published On - Nov 30,2022 9:56 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">