ગુજરાત ચૂંટણી 2022 : હવે’આપ’ના ઉમેદવાર સામે FIR, કોંગી ઉમેદવાર કિરીટ પટેલે સોશિયલ મીડિયામાં ભ્રમિત પોસ્ટ મામલે નોંધાવી ફરિયાદ

કિરીટ પટેલના નામે ઠાકોર સમાજના મતદારો વહેંચાઇ જાય છે તે પ્રકારના સમાચારપત્રનો ફોટો વાયરલ થયો હતો. જે ફોટો AAPના ઉમેદવાર લાલેશ ઠાકોરે કર્યો હોય તેવો દાવો થઈ રહ્યો છે.

ગુજરાત ચૂંટણી 2022 : હવે'આપ'ના ઉમેદવાર સામે FIR, કોંગી ઉમેદવાર કિરીટ પટેલે સોશિયલ મીડિયામાં ભ્રમિત પોસ્ટ મામલે નોંધાવી ફરિયાદ
FIR against AAP candidate in patan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 9:14 AM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :   પાટણના AAP ના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવારે FIR નોંધાવી છે.  AAPના ઉમેદવાર લાલેશ ઠક્કર સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવતા હોવાનો આક્ષેપ છે. જેના પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે પોલીસ ફરીયાદ નોંધાવી છે. કિરીટ પટેલના નામે ખોટી પોસ્ટ વાયરલ કરી સમાજમાં ખોટો ભ્રમ પેદા કરતા હોય તેવો AAPના ઉમેદવાર સામે આરોપ છે. કિરીટ પટેલના નામે ઠાકોર સમાજના મતદારો વહેંચાઇ જાય છે તે પ્રકારના સમાચારપત્રનો ફોટો વાયરલ થયો હતો. જે ફોટો AAPના ઉમેદવાર લાલેશ ઠાકોરે કર્યો હોય તેવો દાવો થઈ રહ્યો છે.

ચૂંટણી પહેલા બે કોંગી ઉમેદવારો સામે પણ ફરિયાદ

તો આ તરફ કોંગ્રેસના દરિયાપુરના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની પણ મુશ્કેલી વધી શકે છે, કારણ કે મદદનીશ ચૂંટણી અધિકારીએ ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એ વાતનો ઉલ્લેખ છે કે તેમના વિસ્તારમાં વહેંચેલી પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ ન દર્શાવતા ચૂંટણી પંચે આ બાબતની નોંધ લીધી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ નેતાઓનો બફાટ પણ વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. સભામાં મહાદેવ-અલ્લાહના નારા લગાવીને તેણે આચારસંહિતાનો ભંગ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">