AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat election result 2022 – BJP BIG Face : જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી રીવાબાએ કોંગ્રેસના ઉમેદવારને કર્યા બોલ્ડ

Gujarat election result 2022 - BJP BIG Face : જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર રીવાબા જાડેજાની 18,914 મતે જીત થઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે ભાજપે આ વખતે કેટલાક જૂના જોગીને પડતા મૂકીને નવા ચહેરાઓને તક આપી હતી.

Gujarat election result 2022 - BJP BIG Face : જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી રીવાબાએ કોંગ્રેસના ઉમેદવારને કર્યા બોલ્ડ
Rivaba Jadeja
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 2:30 PM
Share

Gujarat Election Result જામનગર જિલ્લાની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર રીવાબા જાડેજાની 18,914 મતે જીત થઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે ભાજપે આ વખતે કેટલાક જૂના જોગીને પડતા મૂકીને નવા ચહેરાઓને તક આપી હતી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનો પણ સમાવેશ થાય છે. પાર્ટીએ તેમને જામનગર ઉત્તરથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીએ કરશન કરમુરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા જીત મેળવી હતી

જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર જીવણ કુંભારવડિયાને ને હરાવીને જંગી બહુમતીથી જીત મેળવી હતી. જેમાં આ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને 84,327 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીવણ કુંભારવડિયાને 43,364 મત મળ્યા હતા.

રિવાબા જાડેજાનો પરિચય

રીવાબાનો જન્મ અને ઉછેર ગુજરાતના રાજકોટના છે. તેમના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. ભાજપમાં સક્રિય થતા પહેલા રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. અને હવે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર જીત નોંધાવી છે.

g clip-path="url(#clip0_868_265)">