Gujarat Election 2022 : કોંગ્રેસનો ગઢ ગણાતી બોરસદ બેઠક ઉપર મતદારોને રિઝવવા લેવાયો ડાન્સરનો સહારો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

બોરસદથી જીત મેળવીને કોંગ્રેસના અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ બન્યા હતા. જ્યારે પાછલી 2 ટર્મથી રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાઇ રહ્યા છે.  જોકે 2022માં સત્તાના સમીકરણો બદલાયા છે, કોંગ્રેસને પોતાનો ગઢ બચાવવાની ચિંતા છે, તો ભાજપ અહીં જીતનું ખાતુ ખોલાવવાની મથામણમાં છે. 

Gujarat Election 2022 : કોંગ્રેસનો ગઢ ગણાતી બોરસદ બેઠક ઉપર મતદારોને રિઝવવા લેવાયો ડાન્સરનો સહારો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
બોરસદમાં કોંગ્રેસે ડાન્સર દ્વારા કરાવ્યો પ્રચાર!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 11:01 AM

ચૂંટણીમાં જીતવા અને મતદારોને આકર્ષવા વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો વિવિધ યુક્તિ પ્રયુક્તિઓ અજમાવતા હોય છે. આ વખતે ચૂંટણી પ્રચારમાં શેરી નાટકો, નુક્કડ નાટક, જાદુના ખેલ બતાવવા, રોક બેન્ડ દ્વારા ગીતોથી લોકોને આકર્ષવા જેવા વિવિધ ઉપાયો રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવ્યા છે. જોકે આણંદમાં એવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેના કારણે કોંગ્રેસ પક્ષની ટીકા થઈ રહી છે. કોંગ્રેસના આણંદ જિલ્લાની બોરસદ બેઠકના ઉમેદવાર રાજેન્દ્ર સિંહ પરમારની સભામાં ચૂંટણી પ્રચારમાં સ્ટેજ ઉપર ડાન્સર નાચતી જોવા મળી હતી. આ ડાન્સરનો વીડિયો હાલ ખૂબ વાયરલ થયો છે. બોરસદના દાવોલ ગામે યોજાયેલી પ્રચાર સભામાં જાહેર સ્ટેજ પર ડાન્સર ડાન્સ કરતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ડાન્સરો પાસે સ્ટેજ પર ડાન્સ કરાવવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગુજરાત ઇલેકશન 2022:  આ રીતના પ્રચારથી વિવાદ ઉઠ્યો

બોરસદના દાવોલ  ગામે જે રીતે પ્રચાર થતો હતો તે  જોતા એવું લાગી રહ્યું હતું કે જાણે  તે સ્થળ જાહેર સભા નહીં પરંતુ ડાન્સ બાર હોય,  ગુજરાતના ચૂંટણી પ્રચારમાં આ પ્રકારના દ્રશ્ય પ્રથમ વાર સામે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. મતદારોને રીઝવવા માટે નેતાઓ અને રાજકીય પક્ષો  જુદા જુદા કિમીયા અપનાવતા હોય છે ત્યારે  આ પ્રકારે  ડાન્સરને નચાવતા  આ અંગે  વિવાદ પણ થઈ રહ્યો છે  ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટી પ્રચાર થકી મતદારોની રીઝવવા મથામણ કરી રહી છે.

ગુજરાત ઇલેકશન 2022:  સતત હારનો સામનો કર્યો છે ભાજપે

બોરસદથી જીત મેળવીને કોંગ્રેસના અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ બન્યા હતા. જ્યારે પાછલી 2 ટર્મથી રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાઇ રહ્યા છે.  જોકે 2022માં સત્તાના સમીકરણો બદલાયા છે, કોંગ્રેસને પોતાનો ગઢ બચાવવાની ચિંતા છે, તો ભાજપ અહીં જીતનું ખાતુ ખોલાવવાની મથામણમાં છે.  અહીંના વર્ષ 2017ના ચૂંટણી પરિણામની (Election result) વાત કરીએ તો કોંગ્રેસના રાજેન્દ્ર પરમારને 86,254 મત મળ્યા, તો ભાજપના રમણ સોલંકીને 74.786 મત મળ્યા હતા. જેથી કોંગ્રેસે 11,468 મતથી અહીં બાજી મારી. જો વર્ષ 2012ના ચૂંટણી પરિણામની વાત કરીએ તો કોંગ્રેસના રાજેન્દ્ર પરમારને 83,621 મત મળ્યા, તો ભાજપના નયના સોલંકીને 62,587 મત મળ્યા હતા. તેથી કોંગ્રેસના રાજેન્દ્ર પરમાર 21,034 મતેથી અહીં જીત મેળવી હતી. 1962થી 2017 સુધી અહીં 15 વખત ચૂંટણી યોજાઇ.જેમાં 15માંથી 14 વખત કોંગ્રેસની જીત થઈ, જ્યારે 1 વખત અપક્ષે બાજી મારી હતી. 1962થી આજદીન સુધી ભાજપને જીત મળી નથી.પાછલા 60 વર્ષથી ભાજપ અહીં સત્તાથી વંચિત છે. એટલે કે 1967થી 2017 સુધી કોંગ્રેસનું અહીં એકહથ્થુ શાસન રહ્યું છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">