Gujarat Election 2022: આમલેથાની શાળાના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વાર સ્વિપ મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત જિલ્લાના આમલેથા ગામની નૂતન જ્યોતિ વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય કિશોર સિંહ ખેર તથા શાળાના પરિવાર દ્વારા “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Gujarat Election 2022: આમલેથાની શાળાના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ
નર્મદામાં વિદ્યાર્થીઓએ રચી માનવ સાંકળ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 3:11 PM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: નર્મદા જિલ્લામાં આમલેથાની નૂતન જ્યોતિ વિદ્યાલય શાળા પરિવારે “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી મતદારોને મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો.  નર્મદા જિલ્લામાં 1 ડિસેમ્બરના રોજ  મતદાન યોજાવાનું છે.  જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વાર સ્વિપ મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત જિલ્લાના આમલેથા ગામની નૂતન જ્યોતિ વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય કિશોર સિંહ ખેર તથા શાળાના પરિવાર દ્વારા “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

નર્મદા જિલ્લામાં બે વિધાનસભા બેઠક આવેલી છે, નર્મદા જિલ્લામાં 4,57,403 મતદારો છે, જેમાં નાંદોદ વિધાનસભા માં 2,35,056 મતદારો છે જ્યારે ડેડીયાપાડા વિધાનસભામાં 2,22,674 મતદારો છે, જેમાં ગત ચૂંટણી 2017માં ની જો વાત કરીએ તો ડેડીયાપાડા વિધાનસભામાં 79.47 ટકા મતદાન નોંધાયું હતું, જે જિલ્લાની બંને બેઠકોમાં સૌથી વધુ મતદાન ડેડીયાપાડામાં નોંધાયું હતું.  જો નર્મદા જિલ્લાની વાત કરીએ તો 2012 માં 82.21 ટકા મતદાન સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે રહ્યો હતો.

જ્યારે 2017 વિધાનસભા માં 79.15 ટકા મતદાન થયું હતું, આમ જોવા જઈએ તો આદિવાસી બહુતુલ્ય જિલ્લામાં મતદાનની ટકાવારી ખૂબ વધુ રહેતી હોય તેમ લાગે છે. નર્મદા જિલ્લાની બંને બેઠકોમાં જાતિગત સમીકરણ જોઈએ તો નાંદોદ વિધાનસભામાં 31 ટકા તડવી સમાજના લોકો છે જ્યારે વસાવા સમાજ 30 ટકા ભીલ આદિવાસી 11 ટકા અને પટેલ સમાજ 06 ટકા છે બાકી અન્ય સમાજના લોકો વસે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

નાંદોદ વિધાનસભા મતદારોની સંખ્યા આ પ્રમાણે છે

  1. આદિવાસી- 1,30,000
  2. બક્ષીપંચ- 27,500
  3. સામાન્ય- 47,000
  4. અનુ.જાતિ- 15,000
  5. અન્ય- 16,000
  6. કુલ મતદારો- 2,35,000

ગુજરાત ચૂંટણી 2022: જાણો નાંદોદ ચૂંટણીના ઉમેદવારની ફેરબદલી

નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ડો.દર્શનાબેન દેશમુખ,કોંગ્રેસમાંથી સીટીંગ ધારાસભ્ય પી ડી વસાવાની ટીકીટ કાપીને યુવા નેતા હરેશ વસાવાને ટીકીટ આપવામાં આવી છે તો BTPમાંથી આમ આદમી પાર્ટીમાં આવેલા ડો.પ્રફુલ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે BTPમાંથી પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેશ સરાધ વસાવાને ટિકિટ ફાળવવામાં આવી છે તો ભાજપમાંથી બળવો કરીને આદિજાતિ મોરચાના પ્રદેશના પૂર્વ પ્રમુખ હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી છે. જો નાંદોદ બેઠક પર તડવી સમાજ જે બાજુ પોતાનો ઝુકાવ કરે તે પાર્ટી આ બેઠક પરથી વિજેતા જાહેર થઈ શકે છે

ડેડિયાપાડા છે આદિવાસી બહુલ વિસ્તાર

જ્યારે ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર 2,22,674 મતદારો છે, જેમાં આદિવાસી બહુમતી ધરાવતી આ બેઠક પર નીચે પ્રમાણે જાતિઓ ડેડીયાપાડા વિધાન સભા

  1. આદિવાસી- 1,93,798
  2. બક્ષીપંચ- 17,070
  3. સામાન્ય- 10,130
  4. અનુ.જાતિ- 502
  5. અન્ય- 500
  6. કુલ મતદારો- 2,22,000

અહીં ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી ભાજપે યુવા નેતા હિતેશ વસાવા ઉતાર્યા છે તો ત્યારે કોંગ્રેસે મહિલા સક્ષમ ઉમેદવાર જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે, ત્યારે BTPમાંથી નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન બહાદુર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે BTP ના પૂર્વ કાર્યકરિણી અધ્યક્ષ કે જેઓ આપમાં જોડાતા ચૈતર વસાવાને ટિકિટ આપી છે, ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર આ ચાર પાર્ટીઓ વચ્ચે ખરાખરી નો જંગ જામવાનો છે.

વિથ ઇનપુટ ક્રેડિટ, વિશાલ પાઠક, નર્મદા ટીવી9

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">