Gujarat Election 2022: ભરૂચમાં 212 મતદારો માટે અલગ પ્રકારનું મતદાન મથક બનશે, નર્મદા નદીના ટાપુ ઉપર શિપિંગ કન્ટેનરમાં થશે મતદાન

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશ ની સાથે જ  8 ડિસેમ્બરે  ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે.

Gujarat Election 2022: ભરૂચમાં 212 મતદારો માટે અલગ પ્રકારનું મતદાન મથક બનશે, નર્મદા નદીના ટાપુ ઉપર શિપિંગ કન્ટેનરમાં થશે મતદાન
Voting will be held in shipping containers on the banks of the Narmada
Follow Us:
| Updated on: Nov 03, 2022 | 1:51 PM

આજે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે.ચૂંટણીની તારીખોની જાહેરાત સાથેજ આચારસંહિતા લાગુ થઇ છે. મતદારો વધુ મતદાન અને સરળતાથી કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં અન્ય મતદાન મથકોથી અલગમતદાન મથક ઉભું કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું હતું કે ભરૂચના આલિયાબેટના 212 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવશે. અહીંના લોકોને મતદાન માટે 82 કિમિ દૂર થવું પડતું હતું. બેટ ઉપર જત લોકો વસવાટ કરે છે અને બેટ ઉપર એક પણ સરકારી મકાન ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરવામાં આવશે.

ગુજરાતના ભરૂચ નજીક આલીયાબેટ ટાપુ આવેલો છે. વર્ષ 2021 માં સ્થાનિકો ચૂંટણીઓમાં પંચે પ્રથમ વખત અહીં મતદાન મથક બનાવ્યું હતું. તે સમયે મતદાન મથકમા 204 મતદારોએ વોટ આપ્યો હતો. આ પોલિંગ બૂથ એક સ્કૂલના શેડમાં બનાવવામાં આવ્યું હતું. અહીં લગભગ 600 લોકોની વસ્તી છે.

Tushar Sumera - Collector , Bharuch

Tushar Sumera – Collector , Bharuch

છેવાડાના વ્યક્તિને પણ મતાધિકાર મળે તેનો ખ્યાલ રખાયો  : તુષાર સુમેરા , કલેકટર ભરૂચ

ગુજરાતમાં એકમાત્ર ભરૂચના આલીયાબેટમાં શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરશે. અલાયદા મતદાન મથકના નિર્માણનો શ્રેય ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને જાય છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ટીવી 9ને જણાવ્યું હતું કે બેટ ઉપર એકપણ પાકી સ્ટ્રક્ચર નથી. અહીંના અલાયદા મતદાન મથકમાં રહેવા , શૌચાલય અને ગરમી -ઠંડીથી સલામતીની તમામ વ્યવસ્થા રહેશે. છેવાડાના વ્યક્તિને પણ મતાધિકાર મળે તેનો ખ્યાલ રાખવા પ્રયત્ન કરાયો છે.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

આલિયા બેટ એ એક નાનો ટાપુ છે જે ભરૂચ જિલ્લામાં ભાડભૂત કિનારાની નજીક સ્થિત છે. તે નર્મદા નદી પરનો એક નાનો ટાપુ છે જેનો વિસ્તાર વિશાળ છે. અહીં પશુપાલનનો વ્યવસાય કરતા જત કોમના લોકો રહે છે. સ્થાનિકો પાસે મોટી સંખ્યામાં ગે , ભેંસ અને ઊંટ છે. બોટમાં ભરૂચ અને હાંસોટના કિનારે પહોંચી સ્થાનિક ગામોમાં તે દૂધનો વ્યવસાય કરે છે. અહીંના સ્થાનિકો ખુબજ પછાત જીવન જીવે છે જેઓ વીજળી માટે સોલર લાઈટ ઉપર નિર્ભર છે. દૂર આપવા જતા લોકો પરત કેનમાં પીવાનું પાણી ભરી લાવે છે.

aaliyabet

લોકો મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે : મહમદ જત , સ્થાનિક

સ્થાનિક આગેવાન મહમદ જતે જણાવ્યું હતું કે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભુંકરવાના નિર્ણયથી અહીંના લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. અગાઉ સ્થાનિકોએ બોટમાં કલાદરા ગામ સુધી મતદાનમાટે જવું પડતું હતું જેના કારણે મતાધિકારનો ઉપયોગ કરાતો ન હતો. તંત્રે લોકશાહીની પ્રક્રિયામાં જોડવાના આ પ્રયાસ બદલ આભાર માન્યો હતો.

ચૂંટણીની તારીખ જાહેર થઇ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશ ની સાથે જ  8 ડિસેમ્બરે  ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે.

g clip-path="url(#clip0_868_265)">