ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો પર 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેની માટે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જે અંતર્ગત પીએમ મોદી આજે અમદાવાદમાં બીજો રોડ શો યોજ્યો હતો. તેમજ સરસપુર ખાતે જાહેર સભાને સંબોધિત કરી હતી . જેમાં પીએમ મોદીએ ગુજરાતના વિકાસ અંગેની અનેક વાતો કરી હતી. તેમજ કહ્યું હતું કે આજે દેશભરમાં ગુજરાત મોડેલની ચર્ચા છે. અનેક ક્ષેત્રોના પ્રથમ નંબરે છે. દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા ગુજરાતમાં છે.
આજે ગુજરાત વિકાસના અનેક માપદંડોમાં ઘણુ આગળ છે. આજે ગુજરાત પોર્ટ કાર્ગો હેન્ડલ કરવામાં દેશમાં નંબર વન છે. આજે ગુજરાત લોજિસ્ટીક પર્ફોમેન્સમાં નંબર 1 છે, આજે ગુજરાત નમક ઉત્પાદનમાં નંબર વન છે, આજે ગુજરાત સોલાર રૂફ ટોપમાં નંબર વન છે. આજે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે. સૌથી મોટુ સ્ટેડિયમ ગુજરાતમાં છે. સૌથી વધુ હિરા ગુજરાતમાં પોલિશ થાય છે. આઝાદીના અમૃતકાળમાં ભારતને નવી ઉંચાઈ પર લઈ જવાનું કામ ગુજરાત તેજ ગતિથી કરી રહ્યુ છે અને આગળ વધી રહ્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ ભાજપ અભૂતપૂર્વ વિજય પ્રાપ્ત કરે છે. આ હું નથી કહેતો. કોંગ્રેસ કહે છે. બે દિવસથી કોંગ્રેસના નિવેદન સાંભળશો તો ખ્યાલ આવશે કે ઈવીએમને ગાળો બોલે છે. સતત બે દિવસથી ઈવીએમને ગાળો આપવાનુ શરૂ કર્યુ છે. ચૂંટણીની અંદર મોદીને ગાળો બોલવાને અને મતદાન બાદ ઈવીએમને ગાળો બોલવાની.
આ ચૂંટણી કોણ ધારાસભ્ય બને, કોણ ન બને, કોની સરકાર બને, કોની ન બને, આ ચૂંટણી પાંચ વર્ષ ગાંધીનગરમાં કોણ સત્તા સંભાળે તેના માટે પણ નથી. આજના 25 વર્ષના યુવાનો માટે સ્વર્ણિમ સમય છે તેની જિંદગીનો. 25 વર્ષ પછી ગુજરાત કેટલુ સ્વર્ણિમ, મજબુત, દિવ્ય, ભવ્ય હોય તેનો પાયો નાખવા માટેનું આ વખતનું મતદાન છે.
વર્ષ 2014માં જ્યાં સુધી કોંગ્રેસ રાજ કરતી હતી. ઈકોનોમીમાં આપણે 10માં નંબરે પહોંચી ગયા હતા. દેશની અર્થવ્યવસ્થા કોંગ્રેસનાકાળમાં 6થી 10 પહોંચી ગઈ હતી. લાખો કરોડોનો ગોટાળામાં જ કોંગ્રેસનો સમંય ગયો, 2014માં ભાજપની સરકાર બન્યા બાદ દેશમાં એક નવી ચેતના લાવવાનો પ્રયાસ કર્યો અને તેના પરિણામે 8 જ વર્ષમાં 10 નંબર પરથી અર્થ વ્યવસ્થાને 5માં નંબરે લઈ આવ્યા
Published On - 8:09 pm, Fri, 2 December 22