Gujarat Election 2022: પ્રથમ તબક્કાના પ્રચારની રાજકોટમાં પીએમની છેલ્લી સભા,કહ્યું આ ચૂંટણી નરેન્દ્ર કે ભુપેન્દ્ર નહીં ગુજરાતની જનતા જનાર્દન લડી રહી છે

|

Nov 28, 2022 | 10:29 PM

Gujarat Election 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે નેતાઓ મતદારોને રીઝવવા એડીથી લઈને ચોટી સુધીનુ જોર લગાવી રહ્યા છે. જાણો ચૂંટણીને લગતા તમામ સમાચારો અહીં.

Gujarat Election 2022: પ્રથમ તબક્કાના પ્રચારની રાજકોટમાં પીએમની છેલ્લી સભા,કહ્યું આ ચૂંટણી નરેન્દ્ર કે ભુપેન્દ્ર નહીં ગુજરાતની જનતા જનાર્દન લડી રહી છે
Gujarat Election Live Updates

Follow us on

Gujarat Vidhansabha election Live Updates :  2017 વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર  સહિતના વિસ્તારોમાં ભાજપને ફટકો પડ્યો હતો. અને તેના કારણે જ સત્તા સુધી પહોંચતા ભાજપ હાંફી ગયુ હતુ. જેથી આ વખતે 2017 માં જે નુકસાન થયુ તેને સરભર કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ પરિવર્તનની આશયથી આગળ વધી રહી છે. તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પગપેસારો કરવા એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવી રહી છે. જો કે આ બધાની વચ્ચે AAP ને વધુ એક ફટકો પડ્યો છે. સુરત પૂર્વ બાદ હવે કચ્છના અબડાસામાં આપ ઉમેદવારે કેસરિયા કર્યા છે. આ વખતનો જંગ પરિવર્તન સામે પુનરાવર્તનનો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Nov 2022 09:17 PM (IST)

    5જી ટેકનોલોજી પર ડંકો ભારતનો વાગ્યો છે- પીએમ

     

    વડાપ્રધાને કહ્યુ  ભારતમાં ખૂબ તેજ ગતિથી 5જીનો વિસ્તાર થઈ રહ્યો છે. ગુજરાત સરકારની નીતિઓને કારણે ગુજરાત પહેલુ એવુ રાજ્ય છે જેના ડિસ્ટ્રીક્ટ હેડક્વાર્ટર સુધી 5જીની સેવાઓ શરૂ થઈ ગઈ છે. 5જીની સેવાઓ ઉદ્યોગો અને શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન લાવનારી છે.

  • 28 Nov 2022 09:15 PM (IST)

    મોબાઈલથી લઈ મશીનગન સુધી ભારતમાં બને તેના માટે કામ કરવાનુ છે- પીએમ મોદી

    મોબાઈલથી લઈ મશીનગન સુધી ભારતમાં બને તેના માટે આપણે કામ કરવાનુ છે. ઉત્પાદનની તાકાત વધે તેનો સીધો લાભ રાજકોટને મળે. રાજકોટે એન્જિનિયરિંગમાં તેમનુ સામર્થ્ય બતાવ્યુ છે. તેના કારણે રાજકોટ ઓટો મોબાઈલ સ્પેર્ટપાર્ટ્સનું હબ બન્યુ છે. ભારતમાં મોટા પાયે વિદેશી મૂડી રોકાણ વધે તેના માટે કામ ચાલી રહ્યુ છે.

  • 28 Nov 2022 09:12 PM (IST)

    દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં 5માં નંબરે 8 વર્ષમાં પહોંચી, બ્રિટનને પણ પાછળ છોડી દીધુ- પીએમ મોદી

    8 વર્ષમાં આપણે 10 નંબર પરથી 5માં નંબરે પહોંચી ગયા. કોંગ્રેસની સરકાર 10 વર્ષમાં 11માં નંબરેથી 10મા નંબરે પહોંચી. આપણે 10માંથી 8 વર્ષમાં 5માં નંબરે પહોંચી ગયા, 5માં નંબરે પહોંચ્યા તો દુનિયામાં જુવાળ જાગ્યો.. તેનુ કારણ 250 વર્ષ સુધી જેમણે આપણને ગુલામ રાખ્યા એમને પાછળ ધકેલીને આપણે 5માં નંબરે પહોંચી ગયા તેનો આનંદ અનેરો હોય.

     

  • 28 Nov 2022 09:10 PM (IST)

    કોંગ્રેસના સમયે દેશની અર્થવ્યવસ્થા 11માં નંબર પર હતી- પીએમ મોદી

    25 વર્ષમાં ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવુ છે. આત્મનિર્ભર રાજ્ય બનાવ્યો છે. આ વખતે ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટી જે સંકલ્પપત્ર આપ્યુ છે તે દિશામાં તેજ ગતિએ આગળ વધવાનુ છે. અર્થવ્યવસ્થાનો વિસ્તાર ભાજપની સરકારે દેશની અર્થવ્યવસ્થાને જે મજબુતી આપી છે. તે મજબુતી અસાધારાણ છે. કોંગ્રેસનું રાજ 10 વર્ષ રહ્યુ, પણ આપણે જોયુ કે 10 વર્ષમાં શું થયુ. કોંગ્રેસ સત્તામાં આવી હતી 2004માં ત્યારે દેશની અર્થવ્યવસ્થા 11માં નંબર પર હતી. 10 વર્ષમાં અર્થવ્યવસ્થા 11 નંબર પરથી 10માં નંબર પર પહોંચ્યા

     

  • 28 Nov 2022 09:07 PM (IST)

    રાજકોટનું ઋણ હું ક્યારેય ન ભૂલી શકુ- પીએમ મોદી

    જે લોકો ગુજરાતને જાણતા નથી, ગુજરાતને સમજતા નથી કે આજે ગુજરાત જે ઉંચાઈ પર પહોંચ્યુ છે તેની પાછળ ગુજરાતે અનેક અન્યાય.  સહન કર્યા છે. મહેનત કરી છે,  તપશ્ચર્યા કરી છે. ભાજપ દળથી મોટો દેશના સંસ્કાર લઈને મોટી થયેલી પાર્ટી છે. વડાપ્રધાને કહ્યુ રાજકોટનું ઋણ હું ક્યારેય ચુકવી ન શકુ.

  • 28 Nov 2022 09:06 PM (IST)

    વડાપ્રધાને કહ્યુ આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે

    વડાપ્રધાને કહ્યુ 1લી ડિસેમ્બરે જ્યાં મતદાન છે એવિસ્તારમાં મારી આ છેલ્લી સભા છે. આ સભા દરમિયાન મે જોયુ કે આ ચૂંટણી ભાજપવાળા કોઈ લડતા નથી, આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. આપ સહુ નાગરિક ભાઈઓ બહેનો આ ચૂંટણીનું નેતૃત્વ કરી રહ્યા છે. જ્યાં ગયો છુ ત્યા માતાઓ બહેનો, જુવાનિયાઓમાં એક જુવાળ જોવા મળ્યો છે. એક જ મંત્ર ગૂંજી રહ્યો છે. એક જ સૂર સંભળાય છે. ફિર એક બાર…

     

     

  • 28 Nov 2022 08:59 PM (IST)

    તમારા વોટની તાકાતને કારણે સૌરાષ્ટ્રમાંથી ટેન્કર રાજ ખતમ થયુ – પીએમ મોદી

    વડાપ્રધાને કહ્યુ રાજકોટ શહેરમાં ગરીબો માટે આધુનિક કોલોની, સસ્તા ઘર, નવી ટેકનોલોજી સાથે બનાવ્યા છે. મધ્યમવર્ગને વ્યાજમાં પણ છૂટ અને ટેક્સમા પણ છૂટ આપવામાં આવે છે. આ બધો બદલાવ માત્ર તમારા વોટની તાકાતને કારણે આવ્યો છે. આજે સૌરાષ્ટ્રને પાણીના ટેન્કરમાંથી મુક્તિ તમારા વોટની તાકાતને કારણે મળી છે. છાશવારે થતા હુલ્લડો બંધ થયા, કાનુન વ્યવસ્થાની સ્થિતિ સુધરી માત્ર તમારા વોટની તાકાતને કારણે.

  • 28 Nov 2022 08:55 PM (IST)

    લારી, ગલ્લા, પાથરણાવાળાને સૌપ્રથમવાર લોન ભાજપની સરકારે આપી

    લાખો લારી, ગલ્લા, પાથરણાવાળાનો વગર ગેરન્ટીએ લોન આપવાનુ કામ દેશમાં સૌપ્રથમ ભાજપની સરકારે કર્યુ. તમને જાણીને નવાઈ લાગશે નજીવા દરે એમને લોન મળે છે અને આ પ્રામાણિક લોકો નિયમિત લોન ભરે પણ છે. મારે આજે ગર્વ સાથે કહેવુ છે કે નાના-નાના માણસોને આપેલી લોન સમયસર બેંકમાં જમા થાય છે. નાના માણસો પર ભરોસો કરવો પડશે.

  • 28 Nov 2022 08:52 PM (IST)

    5 વર્ષની અંદર બિનજરૂરી જનતા પર બોજારૂપ એવા 1500 કાયદા રદ કરાવી નાખ્યા-પીએમ મોદી

    વડાપ્રધાને કહ્યુ અમારી સરકાર બનતા અમે  5 વર્ષની અંદર 1500 કાયદા કાઢી નાખ્યા. જે બિનજરૂરી જનતા પર બોજરૂપ હતા. 40, 000 જેટલી એવી કમ્પલાયન્સીસ હતી. કોંગ્રેસે કેવી સરકાર ચલાવી હતી. દેશના સામાન્ય માનવીને આ બધા બોજમાંથી મુક્ત કરી દીધા અને એ કમ્પાલયન્સીસને કાઢી નાખ્યા. કંપનીને લગતા ખોટા કાયદા ખતમ કરાવી નાખ્યા. વેપાર ઉદ્યોગને લગતા ખોટા બિનજરૂરી કાયદા ખતમ કરાવી નાખ્યા. ભાજપ દેશના કરદાતાઓ, ટેક્સપેયક પર ભરોસો કરે છે. પહેલા ટેક્સપેયરને ચોર, ગુનેગાર ગણવામાં આવતા હતા. ટેક્સપેયિંગની ઓનલાઈન સિસ્ટમ કરી નાખી. ભાજપ બધાનો ભરોસો કરીને આગળ વધવા માગે છે.

  • 28 Nov 2022 08:48 PM (IST)

    અમે જનતા પર ભરોસો મુક્યો, જનતા જનાર્દને અમારા પર ભરોસો મુક્યો- પીએમ મોદી

     

    ઘરમાં ચોર હોય તો ઘર ક્યારેય સરખુ ન ચાલે તેમ દેશમાં ચોર હોય તો દેશનું ક્યારેય ભલુ ન થાય, આ ચોરોને ખુલ્લા પાડવાનુ કામ કર્યુ છે. દેશના ટેક્સપેયરના  રૂપિયા ચોરી થતા બચાવ્યા છે. એટલે જનતા જનાર્દન ભાજપ પર ભરોસો છે. કોંગ્રેસના સમયમાં જનતા પર ભરોસો જ ન હતો.  મે દિલ્હીમાં આવીને નિયમ બનાવ્યો કે કોઈએ એટેસ્ટ કરાવવાની જરૂર નથી. અમે વર્ગ ત્રણ અને ચારની નોકરીમાં ઈન્ટરવ્યુ જ બંધ કરાવી દીધા.

  • 28 Nov 2022 08:45 PM (IST)

    2014માં ભાજપની સરકાર બન્યા બાદ 9 કરોડ ભૂતિયા નામ કમી કરાવ્યા- પીએમ મોદી

    વડાપ્રધાને સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની ધરતી પરથી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. પીએમએ કહ્યુ કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતની વસ્તી જેટલા ભૂતિયા લોકો સરકારી સહાયનો ગેરલાભ લેતા હતા. કાકા મામાના, સગા વ્હાલાના નામે દરેક યોજનાના લાભો ચડી હતી. જેના કારણે સાચા વંચિતો સુધી સરકારી મદદ પહોંચી નહોંતી શક્તી. વચેટિયાઓ જ બધો લાભ ખાઈ જતા હતા. ભાજપની સરકાર બન્યા બાદ આવા 9 કરોડ જેટલા ભૂતિયા લોકોના નામ કમી કરવામાં આવ્યા. કોંગ્રેસના સમયમાં 4 કરોડ કરતા વધારે ફર્જી રાશન કાર્ડ હતા. રાશન કાર્ડના નામે દેશના પૈસા બર્બાદ થતા હતા. 4 કરોડ ગેસ કનેક્શન હતા.

     

  • 28 Nov 2022 08:39 PM (IST)

    દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં છે- પીએમ મોદી

    વડાપ્રધાન મોદીએ રાજકોટમાં ચૂંટણી સભા સંબોધી હતી, અહીં તેમણે જણાવ્યુ કે 2જી, 3જી, ભલે બહારથી લાવ્યા હોય પરંતુ 5જી પર ભારતનો ડંકો વાગ્યો છે. 5G ભારતની દેન છે. આજે દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં છે. કોંગ્રેસના શાસનમાં ફોન પણ બીતા બીતા કરવા પડતા. ઈન્ટરનેટ સસ્તુ થયુ છે. જો કોંગ્રેસની સરકાર હોત તો આજે તમારા મોબાઈલ ફોનનું એક મહિનાનું બિલ એમના સમયમાં જે ભાવ હતા એ પ્રમાણે ગણીએ તો 3થી4 હજાર રૂપિયા આવત. આ મોદી સરકાર છે. નીતિઓના કારણે ડેટા સસ્તો બન્યો છે. ફોન કોલ સસ્તા બન્યા છે. ગરીબ નિમ્ન મધ્યમવર્ગના પરિવારો ટેકનોલોજીને કારણે એમપાવર થયા છે.

  • 28 Nov 2022 07:58 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી 1 અને 2 ડિસેમ્બરે ફરી આવશે ગુજરાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 અને 2 ડિસેમ્બરે PM મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે. 1 ડિસેમ્બરે કાલોલ, છોટાઉદેપુર અને હિંમતનગરમાં PM મોદી જંગી સભા યોજી ઝંઝાવાતી પ્રચાર કરશે, તો 2 ડિસેમ્બરે દિયોદર,પાટણ અને સોજીત્રામાં PM મોદી જાહેર સભા કરી પ્રચંડ પ્રચાર કરશે. અમદાવાદમાં પણ 2 ડિસેમ્બરે PM મોદીના ભવ્ય રોડ શો અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં 20 જિલ્લાઓમાં પ્રથમ તબક્કાની 89 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.

  • 28 Nov 2022 06:53 PM (IST)

    Gujarat Election 2022 Live : ગુજરાતમાં 11 મેડિકલ કોલેજ હતી આજે 36 મેડિકલ કોલેજ હતી : પીએમ મોદી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે.પીએમ મોદી જામનગરમા જાહેર સભાને સંબોધી રહ્યા છે.  જેમાં તેમણે જણાવ્યું કે, પીએમ મોદીએ જણાવ્યું કે ડ્રોન દ્વારા જમીનની માપણીની શરૂઆત કરી છે. અમે વચેટિયાઓને ખત્મ કર્યા છે. 5g આવવાની તૈયારી છે. યુવા પેઢીને સશક્ત કરવાનું કામ ભાજપે કર્યું છે. દેશમાં આયુષ્યમાન ભારત આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે. દેશના દરેક જિલ્લામાં 90 થી 100 કકરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 11 મેડિકલ કોલેજ હતી આજે 36 મેડિકલ કોલેજ હતી. તેમજ 11 વર્ષ પહેલા 15,000 સરકારી હોસ્પિટલ હતી અને આજે 36,000 બેડ છે.

  • 28 Nov 2022 06:50 PM (IST)

    Gujarat Election 2022 Live ગુજરાતમાં અર્બન નક્સલીઓ પગપેસારો કરવાની ફિરાકમાં છે : પીએમ મોદી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે.પીએમ મોદી જામનગરમા જાહેર સભાને સંબોધી રહ્યા છે.   જેમાં તેમણે જણાવ્યું કે  ગુજરાતના મૂળમાં શાંતિ છે. તેમજ અમે પણ શાંતિ, એકતા અને સદભાવના માટે કાર્ય કરીએ છીએ.  અમારો  હેતુ વિકાસના મંત્રને આગળ વધારવાનો છે.

  • 28 Nov 2022 06:41 PM (IST)

    Gujarat Election 2022 Live : આ ચૂંટણી 25 વર્ષનું ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવા માટે : પીએમ મોદી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસમા ચાર જાહેર સભાઓ સંબોધશે. પીએમ મોદી જામનગરમા જાહેર સભાને સંબોધી રહ્યા છે.   જેમાં તેમણે જણાવ્યું કે આ ચૂંટણી 5 વર્ષ માટેની નથી,આગામી 25 વર્ષનું ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવા માટે છે. ગુજરાત મેન્યુફેકચરિંગ સ્ટેટ છે. જે એક સ્વપ્ન જોયું હતું કે મોરબી, રાજકોટ અને જામનગર જાપાનની બરોબરી કરે તેવો પ્રદેશ છે. આ પટ્ટો આજે એન્જિનિયરીગ ક્ષેત્રનું હબ બન્યું છે. જામનગરના નાના ઉદ્યોગો માટે અવસર મળવાના છે. ગુજરાતમાં લધુ ઉદ્યોગ ટકી રહે તે માટે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા એએસએમઇને આપવાનું નક્કી કર્યું છે.લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ, આપણે ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ એવી ભવ્ય અને મજબૂત બનાવી રહ્યાં છે જેના કારણે લક્ષ્મીજીને આપણા ત્યાં જ આવવાનું મન થાય.

    ભાજપે હાઇવેને જોડવા અભિયાન કર્યું છે. જેમાં પ્રગતિ પથ, કિસાન પથ અને પર્યટન માટે માળખાગત સુવિધા ઉભી કરી રહ્યા છે. જામનગરમાં રોડનું નેટવર્ક, બ્રિજ.

  • 28 Nov 2022 06:37 PM (IST)

    Gujarat Election 2022 Live : મોરબી, રાજકોટ અને જામનગર જાપાનની બરોબરી કરે તેવો પ્રદેશ

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસમા ચાર જાહેર સભાઓ સંબોધશે. પીએમ મોદી જામનગરમા જાહેર સભાને સંબોધી રહ્યા છે.   જેમાં તેમણે જણાવ્યું કે  ગુજરાત મેન્યુફેકચરિંગ સ્ટેટ છે. જે એક સ્વપ્ન જોયું હતું કે મોરબી, રાજકોટ અને જામનગર જાપાનની બરોબરી કરે તેવો પ્રદેશ છે. આ પટ્ટો આજે એન્જિનિયરીગ ક્ષેત્રનું હબ બન્યું છે. જામનગરના નાના ઉદ્યોગો માટે અવસર મળવાના છે. ગુજરાતમાં લધુ ઉદ્યોગ ટકી રહે તે માટે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા એએસએમઇને આપવાનું નક્કી કર્યું છે.

    લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ, આપણે ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ એવી ભવ્ય અને મજબૂત બનાવી રહ્યાં છે જેના કારણે લક્ષ્મીજીને આપણા ત્યાં જ આવવાનું મન થાય.

  • 28 Nov 2022 06:33 PM (IST)

    Gujarat Election 2022 Live સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા લોકો લાઇન લગાવીને ઉભા રહે છે : પીએમ મોદી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસમા ચાર જાહેર સભાઓ સંબોધશે. પીએમ મોદી જામનગરમા જાહેર સભાને સંબોધી રહ્યા છે.   જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ઉમરગામથી નારાયણ સરોવર સુધી દરિયાઇ હાઇવે બનાવવામાં આવ્યો છે. સાગર માલા યોજના સાથે ગુજરાત આગળ વધી રહ્યા છે. શિવરાજપુર બીચ મશહૂર થઇ રહ્યો છે. પર્યટન ક્ષેત્રના વિકાસ માટે કામ કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમ કેવડીયા સરદાર પટેલનું ભવ્ય સ્મારક બનાવ્યું છે. લોકો આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા લોકો લાઇન લગાવીને ઉભા રહે છે.

  • 28 Nov 2022 06:02 PM (IST)

    Gujarat Election 2022 Live Updates: પંજાબના સીએમનો યાત્રાધામ ડાકોરમાં રોડ શો યોજાયો

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં આમ આદમી પાર્ટી પણ પ્રચારમાં જોર લગાવી રહી છે. જે અંતર્ગત આજે પંજાબના સીએમ ભગવંત માનનો  યાત્રાધામ ડાકોરમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો રોડ શોમાં જોડાયા હતા. તેમજ તેમણે ગુજરાતમાં આપ સરકાર બનાવાનો દાવો કર્યો હતો. જ્યારે ડાકોરના ઠાકોર રણછોડજીના દર્શન કર્યા વિના પંજાબ સીએમ પરત ફર્યા હતા. જો કે તેમણે દર્શન ન કરવા જતાં રાજકારણ ગરમાયું હતું. તેમજ દર્શન ન કરવા જનાર આપ સીએમ વિરુદ્ધ ભાજપનું સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેમાં ભાજપે સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીને હિન્દુ વિરોધી ગણાવી છે.

  • 28 Nov 2022 05:48 PM (IST)

    Gujarat Election 2022 Live : સુરત કતાર ગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના રોડશો માં પથ્થરમારો

    સુરત કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના રોડશો માં પથ્થરમારાની ઘટના સામે આવી છે.

  • 28 Nov 2022 05:43 PM (IST)

    પીએમ મોદી જામનગર પહોંચશે, જંગી સભાને સંબોધન કરશે

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસમા ચાર જાહેર સભાઓ સંબોધશે. પીએમ મોદી પાલિતાણા, ભચાઉ બાદ જામનગરમા જાહેર સભાને સંબોધશે.
    જામનગર બાદ રાજકોટ જાહેર સભા સંબોધશે. સૌરાષ્ટ્રની બેઠકો પર કબ્જો મેળવવા ખુદ મોદી પ્રચારના મેદાનમાં છે. જેમાં જામનગરમા ગોરધનપરમા પીએમ મોદી જાહેર સભા સંબોધશે.

  • 28 Nov 2022 05:10 PM (IST)

    દેરડી ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર અનિરુદ્ધસિંહના આકરા પ્રહાર

    ગોંડલમાં થોડા સમયના અંતરાલ બાદ ફરી એકવાર જયરાજસિંહ જૂથ અને રીબડા જૂથ સામસામે છે. ગીતાબા જાડેજાને ભાજપની ટિકિટ મળ્યા બાદ જયરાજસિંહ જાડેજા સતત રીબડા જૂથ પર આક્રમક જોવા મળી રહ્યા છે. ત્યારે રીબડા જૂથે પણ જયરાજસિંહ જૂથ પર વળતો પ્રહાર કર્યો છે. અનિરુદ્ધસિંહે દેરડીમાં અનુસૂચિત સમાજની રેલીમાં જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ગોંડલનો દરેક સમાજ જયરાજસિંહના પરિવારથી નારાજ છે. જયરાજસિંહ અન્ય સમાજ પર દાદાગીરી કરે છે. ગોંડલ પરિવર્તન ઇચ્છે છે.

  • 28 Nov 2022 04:27 PM (IST)

    કચ્છમાં નર્મદાનું પાણી પહોંચતુ થયુ: PM મોદી

    પહેલા કચ્છમાં જ્યારે લોકોને મળો ત્યારે 50માંથી 49 લોકો નર્મદાના પાણીની વાત લઇને આવ્યા હોય. કચ્છના લોકોને ભરોસો જ નહોતો કે કોણ એવુ આવશે કે જે નર્મદાનું પાણી પહોંચાડશે. આજે મા નર્મદાનો કચ્છમાં અભિષેક થઇ રહ્યો છે.

  • 28 Nov 2022 04:16 PM (IST)

    ભૂકંપમાં તબાહ થયેલું કચ્છ તેજ ગતિથી દોડી રહ્યુ છે: PM મોદી

    PM મોદીએ કહ્યુ કે કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો. ત્યારે લોકો કહેતા હતા કે આ કચ્છમાં હવે ક્યારેય પ્રાણ નહીં પુરાય. પણ કચ્છની ખમીરવંતી પ્રજા અને રાજ્ય સરકારની નીતિઓની જુગલબંધીએ જોત જોતામાં બધી આશંકાઓને ધ્વસ્ત કરી દીધી. પછી કચ્છ બેઠુ થયુ એટલુ જ આજે આખા હિંદુસ્તાનમાં તેજ ગતિથી દોડનારુ બની ગયુ છે.

  • 28 Nov 2022 04:05 PM (IST)

    8 વર્ષમાં 13 કરોડ મહિલાઓના ઘરમાં મફત ગેસ સિલિન્ડર આપ્યા: અમિત શાહ

    અમિત શાહે સભામાં જણાવ્યુ કે, નરેન્દ્ર મોદીએ 8 વર્ષમાં 13 કરોડ મહિલાઓના ઘરમાં મફત ગેસ સિલિન્ડર આપ્યા છે. તેમણે ગરીબની ઝુંપડીમાંથી ધુમાડો અદ્રશ્ય કરવાનું કામ કર્યુ છે. તેમણે 10 કરોડથી વધુ રકમની અંદર શૌચાલયો બનાવ્યા છે. તેમણે બહેનો અને માતાઓને સન્માન આપવાનું કામ કર્યુ છે.

  • 28 Nov 2022 03:56 PM (IST)

    અરવલ્લી સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો: અમિત શાહ

    અરવલ્લીના ભિલોડામાં  ગૃહ પ્રધાન અમિત શાહે સંબોધન કર્યુ, તેમણે જણાવ્યુ કે, અરવલ્લી જિલ્લો સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે.  નરેન્દ્ર મોદીએ ભાજપના માધ્યમથી સમગ્ર ગુજરાતના વિકાસ માટે વિકાસની નવી શરુઆત કરી છે. તેમણે સાબરકાંઠાના દરેકે દરેક સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જાતિવાદ અને જ્ઞાતિવાદને સમાપ્ત કર્યો છે.

  • 28 Nov 2022 03:00 PM (IST)

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાજપ સરકાર પર પ્રહાર

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યાં. પક્ષપલટો કરી ભાજપમાં જોડાનાર નેતાઓને લઇ ખડગે એ ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે બંધારણમાં ક્યાંય નથી લખ્યું કે તમે ચૂંટાયેલા પ્રતિનિધિને તોડી શકો. જે લોકો સામે ભાજપ સરકાર કેસ કરતી હતી તે તેવા વિપક્ષના દાગી નેતા ભાજપમાં આવતા જ કેવી રીતે સ્વચ્છ થઇ જાય છે છે. શું ભાજપ પાસે નેતાઓની છબી ચમકાવતું મશીન ભાજપ સરકારે ખરીદ્યું છે. સાથે જ કહ્યું કે ભાજપ સરકાર બંધારણનો ભંગ કરી રહી છે. ભાજપ સરકારમાં લોકશાહીનું હનન થઇ રહ્યું છે.

  • 28 Nov 2022 02:46 PM (IST)

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના PM મોદી પર પ્રહાર

    વડનગરના રેલવે સ્ટેશને ચા વેચવાથી લઇને વડાપ્રધાનના પદ સુધી પહોંચનારા નરેન્દ્ર મોદી અવારનવાર તેમના સંઘર્ષ, ગરીબી અને ચા વેચવાની સ્થિતિનો ઉલ્લેખ કરતા હોય છે. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે સીધું જ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે પીએમ મોદી હંમેશા પોતે ગરીબ હોવાનો દાવો કરે છે. પરંતુ હું તો ગરીબથી પણ વધુ ગરીબ છું. અમે તો અછૂત ગણાઇએ છીએ.  કમ સે કમ તમારી ચા તો કોઇક પીવે છે, અમારી તો ચા પણ કોઇ નથી પીતું. પીએમ મોદી આવું બોલીને લોકોની સહાનુભૂતિ લેવાનો પ્રયાસ કરે છે પરંતુ હવે લોકો હોશિયાર થઇ ગયા છે.

  • 28 Nov 2022 02:28 PM (IST)

    કોંગ્રેસ જાતિવાદની રાજનીતિ કરે છે: અમિત શાહ

    વડોદરાના સાવલીમાં ગૃહ પ્રધાન અમિત શાહે સભા સંબોધી. જેમાં તેમણે જણાવ્યુ કે, ભાજપે ગામે ગામ પીવાનું પાણી પહોંચાડ્યુ છે. ગામે ગામ 24 કલાક વીજળી પહોંચાડી છે. કોંગ્રેસ જાતિવાદની રાજનીતિ કરે છે. કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં હુલ્લડો થતા હતા. જો કે ભાજપે ગુજરાતમાં શાંતિ સ્થાપી છે.

  • 28 Nov 2022 02:18 PM (IST)

    આજે અન્ય રાજ્યોના લોકો સૌરાષ્ટ્રમાં રોજગારી માટે આવે છે – PM મોદી

    તો વડાપ્રધાન મોદીએ કહ્યું, કોંગ્રેસ સરકારમાં માત્ર 60 ગ્રામ પંચાયતમાં ઓપ્ટિકલ ફાયબર નાખ્યો હતો.  અમે માત્ર  ત્રણ વર્ષમાં ગ્રામ પંચાયતોમાં આ સુવિધા ઉભી કરી. એક સમયે કાઠિયાવાડના લોકો હિજરત કરીને બહાર જતા હતા. આજે અન્ય રાજ્યોના લોકો સૌરાષ્ટ્રમાં રોજગારી માટે આવે છે.

  • 28 Nov 2022 02:12 PM (IST)

    આજે ગામડે- ગામડે વીજળી પહોંચી – PM મોદી

    ઉપરાંત PM મોદીએ કહ્યું કે,  ભાજપ સરકારે નાના ખેડૂતોના ખાતામાં રૂપિયા પહોંચાડ્યા. સરકાર બહારથી 2 હજાર રૂપિયામાં યૂરિયાની થેલી લાવે છે અને ખેડૂતોને માત્ર 200 રૂપિયામાં આપે છે. ખેડૂતોના ખર્ચા કઈ રીતે અટકે તેની ચિંતા સરકારે કરી છે. હાલ 20-25 વર્ષના યુવાનોને ખબર નહી હોય કે અંધારૂ શું હોય ? આજે ગામડે-ગામડે વીજળી પહોંચી. 24 કલાક વીજળી આપવી ખૂબ જ અઘરૂ કામ હતુ. વધુમાં કહ્યું કે, SOU ની જેમ લોથલ પણ પર્યટન સ્થળ તરીકે વિકસશે. લોથલમાં પણ લોકો ફરવા આવશેે.

     

     

  • 28 Nov 2022 02:01 PM (IST)

    મરાઠી અને ગુજરાતીઓને લડાવવાનું કામ કોંગ્રસે કર્યું – PM મોદી

    તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસની નિતી હતી, ભાગલા પાડો અને રાજ કરો. ગુજરાત જ્યારે એક થયુ ત્યારે વિભાજનકારીઓને ગુજરાતમાં ન પ્રવેશવા દીધા. મરાઠી અને ગુજરાતીઓને લડાવવાનું કામ કોંગ્રસે કર્યું.  હવે રાજ કરવુ હશે, તો કોમવાદ અને વોટબેંક બાજુએ મુકવુ પડશે.

     

     

  • 28 Nov 2022 01:55 PM (IST)

    ગુજરાત વિકસીત અને સમુદ્ધ બને તેનો નિર્ણય કરનારી ચૂંટણી – PM મોદી

    પાલીતાણામાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, ગુજરાતની દરેક જગ્યાએ એક જ અવાજ ફરી ભાજપ સરકાર. ગુજરાત વિકસીત અને સમુદ્ધ બને તેનો નિર્ણય કરનારી ચૂંટણી. તો વધુમાં કહ્યું કે, સરદાર પટેલે સમગ્ર ગુજરાતને એક કર્યું. અને રાષ્ટ્રના વ્યાપક હિત માટે બલિદાન આપવાની શરૂઆત ભાવનગરે કરી હતી.

  • 28 Nov 2022 01:37 PM (IST)

    Gujarat Election : સુરતમાં AAP ની 7 થી 8 બેઠક આવી રહી છે – અરવિંદ કેજરીવાલ

    આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલાથી જ જોર લગાવી રહી છે. સુરતમાં કેજરીવાલે કહ્યું કે, સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની 7 થી 8 બેઠક આવી રહી છે, મહત્વનું છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લાગતું હતું કે ભાજપને સુરતમાં ફટકો પડશે પરંતુ ભાજપને સુરતે જ સત્તા સોંપી હતી.  એટલું જ નહીં કેજરીવાલે લખીને આપ્યું કે ગોપાલ ઇટાલિયા મોટા માર્જિનથી જીત મેળવશે.

  • 28 Nov 2022 12:23 PM (IST)

    કોંગ્રેસના રાજમાં કૌભાંડ ગણાતા નહોતા અને હવે કૌભાંડ મળતા નથી – અમિત શાહ

    આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના રાજમાં કૌભાંડ ગણાતા નહોતા અને હવે કૌભાંડ મળતા નથી. ચૂંટણી ટાણે કોંગ્રેસિયા નવા કપડા પહેરીને આવી જાય છે. કોંગ્રેસ વોટબેન્કના કારણે આસ્થા કેન્દ્રોના વિકાસ કામ નહોતા કરતા.

  • 28 Nov 2022 12:15 PM (IST)

    કોંગ્રેસે વોટબેન્ક માટે ગુજરાતને પીંખી નાખ્યુ – અમિત શાહ

    તો વધુમાં અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી પોતાની યાત્રામાં  મેઘા પાટકરને સાથે લઈને જાય છે. ચૂંટણી સમયે કોંગ્રેસ ઘા પર મીઠુ ભભરાવવાનું કામ કરી રહ્યું છે.  કોંગ્રેસે વોટ માટે ગુજરાતને પીંખી નાખ્યુ. પહેલા છાસવારે કર્ફયૂ થતા હતા, ભાજપ સરકારે 2002માં અસામાજીક તત્વોને એવો પાઠ ભણાવ્યો કે હવે ઘરમાં જ ચૂપચાપ બેસી રહે છે. ઉપરાંત  ઉમેર્યું કે, ઉતર ગુજરાતને પાણી આપવાનું કામ ભાજપ સરકારે કર્યું.

  • 28 Nov 2022 12:10 PM (IST)

    તમારો એક મત આગામી 5 વર્ષ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે – અમિત શાહ

    ખેરાલુમાં સભા સંબોધતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, તમારો એક મત આગામી 5 વર્ષ ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. આ મત 2022 માટેનો નહીં પણ 2024 માટેનો હશે.તો વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કર્તા કહ્યું કે,કોંગ્રેસના રાજમાં ઉતર ગુજરાતનો ભાગ ડાર્ક ઝોનમાં હતો.
    જો ભાજપ સરકાર ન આવી હોત તો ઉતર ગુજરાત રણ બની જાત. તત્કાલિન કોંગ્રેસ સરકારે નર્મદા ડેમની ઉંચાઈ વધારવા પર પ્રતિબંધ મુક્યો હતો.

  • 28 Nov 2022 11:53 AM (IST)

    Gujarat Election : જયનારાયણ વ્યાસ વિધિગત કોંગ્રેસમાં જોડાયા

    ચૂંટણી પહેલા અમદાવાદના કોંગ્રેસ કાર્યાલાય ખાતે ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ વિધિગત કોંગ્રેસમાં જોડાયા છે.  મહત્વનું છે કે મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. તો જયનારાયણ વ્યાસ સાથે અન્ય હોદ્દેદારોમાં પણ કોંગ્રેસમાં જોડાયા છે.

     

  • 28 Nov 2022 10:57 AM (IST)

    Gujarat Assembly Election : કોંગ્રેસના દરિયાપુરના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે નોંધાઈ ફરિયાદ

    કૉંગ્રેસના દરિયાપુરના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની મુશ્કેલી વધી શકે છે, કેમ કે મદદનીશ ચૂંટણી અધિકારીએ ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એ વાતનો ઉલ્લેખ છે કે તેમના વિસ્તારમાં વહેંચેલી પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ ન દર્શાવતા ચૂંટણી પંચે આ બાબતની નોંધ લીધી. એટલું જ નહીં મતદાન ઓછું થાય તેવા ઈરાદા સાથે સમય સવારે 8થી સાંજે 6 કલાક સુધી દર્શાવ્યો જે નિયમ વિરુદ્ધ છે. કાર્યકરો દ્વારા નિયમની જાણકારી વિના શરતચુકથી છપાવી હોવાનો ગ્યાસુદ્દીન શેખે હકીકતલક્ષી જવાબ રજૂ કર્યો પરંતુ મદદનીશ ચૂંટણી અધિકારીએ તેને ધ્યાનમાં નથી લીધો. માધવપુરા પોલીસે ગ્યાસુદ્દીન શેખ, ચિરાગ પ્રિન્ટર્સના મુદ્રક પ્રકાશક સામે તપાસ શરૂ કરી છે.

  • 28 Nov 2022 10:53 AM (IST)

    Gujarat Election 2022 : ઉત્તર ગુજરાતમાં અમિત શાહ કરશે ઝંઝાવાતી પ્રચાર

    સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઝંઝાવાતી પ્રચાર કરશે. પોતાના લોકસભા મતવિસ્તારમાં આવતી કલોલ વિધાનસભા બેઠક પર અમિત શાહ પ્રચાર કરશે. `આગામી એક ડિસેમ્બરે ગાંધીનગરના કલોલમાં અમિત શાહ ભવ્ય રોડ શો કરી પ્રચંડ પ્રચાર કરશે. ભવ્ય રોડ શો કરી અમિત શાહ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા પ્રયાસ કરશે.  મહત્વનું છે કલોલ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર કોંગ્રેસનો વિજય રથ આગળ વધી રહ્યો છે.ત્યારે અમિત શાહ પ્રચંડ પ્રચાર કરી કોંગ્રેસના વિજય રથને અટકાવવા પ્રયાસ કરશે.

  • 28 Nov 2022 10:51 AM (IST)

    Gujarat Election : વડાપ્રધાન મોદીએ રોડ-શોનો વીડિયો ટ્વિટ કરી સુરતીઓનો માન્યો આભાર

    વડાપ્રધાન મોદીએ ગઇકાલે સુરતમાં 27 કિલોમીટર રોડ શો કર્યો. જેનો એક વીડિયો વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર પર શેર કર્યો. તેમણે લખ્યું કે, ધન્યવાદ સુરતવાસીઓ, હું આપના અપાર સ્નેહ બદલ કૃતજ્ઞ છું.

  • 28 Nov 2022 10:11 AM (IST)

    Gujarat Election : પાટીદારોના ગઢ પર વર્ચસ્વ ટકાવી રાખવા PM મોદીનો પ્રયાસ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદારોના ગઢ પર વર્ચસ્વ ટકાવી રાખવા પણ પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા પાટીદારોના ગઢમાં ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસ હાથ ધરાયો છે. જેના ભાગરૂપે પીએમ મોદી સુરતમાં ફરી પાટીદાર અગ્રણી અને હીરા ઉદ્યોગકારો સાથે બેઠક કરી રહ્યા છે.સર્કિટ હાઉસ ખાસે પીએમ મોદી હીરા ઉદ્યોગકારો અને પાટીદાર અગ્રણીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. મહત્વનું છે કે ગઇકાલે પણ પીએમ મોદીએ સુરતમાં સભા સ્થળે 40 ઉદ્યોગકારો સાથે 15 મિનીટ સુધી બેઠક કરી ચર્ચા કરી હતી. તો ગઇકાલે મોડી રાત્રે સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીએ પણ પીએમ મોદી સાથે બેઠક કરી હતી.

  • 28 Nov 2022 09:43 AM (IST)

    Gujarat Assembly Election : સુરેન્દ્રનગરના રુસ્તમગઢ ગામમાં પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવારે કર્યો બફાટ

    ચૂંટણી પ્રચાર દરમિયાન વિકાસના કામો ન થતા ગ્રામજનો નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. લોકો નેતાઓને સવાલ પૂછી રહ્યા છે કે, પાંચ વર્ષમાં રોડ સહિતના પ્રશ્નોના સમસ્યાનું નિરાકરણ કેમ થયું નથી. વચનો આપ્યા બાદ હજુ સુધી કેમ નવા રોડ બન્યા નથી. સુરેન્દ્રનગરના દસાડાના ભાજપના ઉમેદવાર પી કે પરમાર રુસ્તમગઢ ગામમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા. જયાં ગ્રામજનોને રોડ મુદ્દે ઉમેદવારનો ઉઘડો લીધો હતો.ભાષણ આપતા સમયે એક મહિલાએ ખરાબ રસ્તા મુદ્દે ભાજપના ઉમેદવારને રજૂઆત કરી હતી, ત્યારે પી કે પરમારે મહિલાને ઉડાઉ જવાબ આપ્યો હતો કે ભાજપને મત નથી આપ્યા તો કયાંથી કામ થાય. કોંગ્રેસેન મત આપીને ભાજપ પાસે કેવી રીતે આશા રાખી શકો. અમે રાજનીતિ કરીએ છીએ, કોઈ ભજન મંડળી ચલાવતા નથી. EVMમાં મત આપ્યા છે કે નહીં તે ખબર પડી જશે.

  • 28 Nov 2022 09:40 AM (IST)

    Gujarat Election : કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે નોંધાઈ ફરિયાદ

    રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.  ભાજપ દ્વારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. સભામાં મહાદેવ-અલ્લાહના નારા લગાવીને તેણે આચારસંહિતાનો ભંગ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

  • 28 Nov 2022 09:34 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : PM મોદી આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં કરશે જંગી પ્રચાર

    આજે PM મોદી પ્રવાસના બીજા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં જંગી પ્રચાર કરશે.  પ્રથમ તબક્કાની ચૂંટણીની બેઠકો પર PM મોદીનો આ છેલ્લો પ્રચાર રહેશે.  PM મોદી પાલીતાણામાં બપોરે 12.15 કલાકે જનસભા સંબોધશે, ત્યારબાદ બપોરે 2:45એ અંજારમાં, 4:30 કલાકે જામનગરમાં અને સાંજે 6:30 કલાકે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભામાં સંબોધશે. આ સભામાં PM મોદી મતદારોનો મત જીતવા પ્રયાસ કરશે.

  • 28 Nov 2022 09:29 AM (IST)

    Gujarat Election 2022 : સુરત બાદ હવે અબડાસાના ઉમેદવારે AAP છોડયું

    વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત બાદ હવે અબડાસાના ઉમેદવારે આમ આદમી પાર્ટી છોડી છે. અબડાસાના AAPના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. પાટીદાર આગેવાનોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ વસંત ખેતાણીએ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિહ જાડેજાને પણ ટેકો જાહેર કર્યો હતો.

Published On - 9:25 am, Mon, 28 November 22