Bjp manifesto 2022: વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યું અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર, નબળા વર્ગથી માંડીને યુવા રોજગારી, મહિલા, ખેડૂતો , આરોગ્ય સેવાઓને પ્રાધાન્ય
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પક્ષ દ્વારા 70 ટકા વાયદા પૂર્ણ કરવામાં આવ્યા છે.
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી તે ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધીને ભાજપનું સંકલ્પ પત્ર ‘ ‘એટલે કે ચૂંટણી ઢંઢેરો કર્યો હતો. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. સંકલ્પ પત્ર રજૂ કરતા અગાઉ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સંકલ્પ પત્ર બનાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ ભાજપે અગાઉના વર્ષોના વાયદા પૂર્ણ કર્યા છે.
ગુજરાત ચૂંટણી 2022: ભાજપનું સંકલ્પ પત્ર ઠાલા વાયદા નથીઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભાજપ જે કહે છે તે કરે છે તેમના ચૂંટણી વચનો ઠાલા વાયદા નથી. જે કહેવું તે કરવું એ ભાજપની રિતી અને કાર્યપદ્ધતિ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ ગાથા જણાવી હતી. નોંધનીય છે કે સંકલ્પ પત્ર બનાવવા માટે વિવિધ સ્થળોએ ખાસ સૂચન પેટી અનેક સ્થળોએ મૂકવામાં આવી હતી. તેમજ એક ફોન નંબર અને ખાસ વેબસાઈટ www.agresargujarat.com પણ બનાવવામાં આવી હતી. જેથી લોકો પોતાના સૂચનો આપી શકે અને તેના આધારે ભાજપ વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી શકે. નોંધનીય છે કે 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સંકલ્પ પત્ર માટે ગુજરાતમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સંકલ્પ પત્ર માટે ગ્રામ પંચાયતથી માંડીને મહાનગર પાલિકા સુધી સૂચન પેટી મૂકવામાં આવી હતી. તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ લોકોના સૂચન લેવામાં આવ્યા હતા.
ભાજપે ખેડૂતોથી માંડીને આરોગ્ય, માળખાગત સુવિધાઓને આપ્યું પ્રાધાન્ય
આરોગ્ય સેવામાં વધારો
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારની મર્યાદાને ₹5 લાખથી વધારીને રૂ 10 લાખ કરીશું
- રૂ 110 કરોડના ભંડોળ સાથે ‘મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોનોસ્ટિક સ્કીમ’ શરૂ કરવાનો વાયદો
- 10,000 કરોડના ભંડોળથી ‘મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ
- રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ
- મેડિકલ સીટોની ક્ષમતામાં 30%નો વધારો કરીશું
- વર્ષ 2025 સુધી ગુજરાતને TB મુક્ત રાજ્ય બનાવવાનું લક્ષ્ય
- TBના દર્દીઓને ₹1,000 પ્રતિમાસ સહાયલોકોની પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા ‘સુપોષિત ગુજરાત સશક્ત ગુજરાત મિશન’ શરુ આત કરવામાં આવશે.
- હેલ્થ રિક્રૂટમેન્ટ બોર્ડ’ની રચના અંતર્ગત ડોક્ટર અને નર્સ જેવા મેડિકલ સ્ટાફની ભરતી કરશે
વિદ્યાર્થીઓ અને યુવાનો માટે એજ્યુકેશનથી માંડીને સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટકચરના નિર્માણનો વાયદો
- મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ₹10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરશે.
- આગામી 5 વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો
- IITના તર્જ પર 4 ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સ્થાપના કરીશું
- વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીશું
- ગુજરાત ઑલિમ્પિક મિશન થશે શરૂ
- ટોચની વૈશ્વિક શિક્ષણ સંસ્થાઓને ગુજરાતમાં તેમના કેમ્પસ સ્થાપવા માટે પ્રોત્સાહન
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 4 ‘ઉમાશંકર જોશી સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ’ની સ્થાપના
નાગરિકોને મળશે પાકા ઘર
- પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવો લક્ષ્યાંક
- ફેમિલી કાર્ડ યોજનાના માધ્યમથી દરેક પરિવારને તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે
- શ્રમિકોને રૂ. 2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરવાનો વાયદો
યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણનો સંપૂર્ણ અમલ
- ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ’ કમિટી ભલામણનો સંપૂર્ણપણે અમલ કરવાનો વાયદો
- દેશ વિરોધી પ્રવૃત્તિઓને દૂર કરીશું
- એન્ટિ રેડિકલાઈઝેશન સેલ બનાવવાનો વાયદો
અસામાજિક તત્વો દ્વારા મિલકતોને થયેલા નુક્શાનની વસૂલાત
- ગુજરાત રિકવરી ઑફ ડેમેજિસ ટુ પબ્લિક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટીઝ એક્ટ’ લાગુ કરીશું
ગુજરાત લિંક કોરિડોર્સ’નો વિકાસ
- પૂર્વ-પશ્ચિમ કોરિડોર: દાહોદથી પોરબંદર (611 કિ.મી.)
- ઉત્તર-દક્ષિણ કોરિડોર: પાલનપુરથી વલસાડ (558 કિ.મી.)
- નેશનલ હાઈ-વેની કનેક્ટિવિટી વધારવી
- સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઈ-વે ગ્રીડ વિકસાવવી
ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન’ હેઠળ ₹25,000 કરોડનો ખર્ચ
મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે ₹1,000 કરોડની ફાળવણીનો વાયદો
- પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો વાયદો
- દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે ‘દેવભૂમિ દ્વારકા કોરિડોર’નું નિર્માણ , ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ (Immersive) શ્રીમદ્દ ભગવદ્ ગીતા એક્સપિરિયન્સ ઝોન, તથા વિલુપ્ત દ્વારકાનગરીની વ્યૂઇંગ ગેલેરી થશે નિર્માણમંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે સોમનાથ, અંબાજી તથા પાવાગઢના સફળ ટ્રાન્સફોર્મેશન મોડેલને અનુસરીને આ હેતુ માટે₹1,000 કરોડ ફાળવણી કરવામાં આવશે.રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ઉન્નત સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે ₹2,500 કરોડનું રોકાણનો વાયદો
આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાનો વિસ્તાર
- આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ હેઠળ ₹1 લાખ કરોડનો ખર્ચ
- અંબાજી અને ઉમરગામ વચ્ચેના ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર’ અંતર્ગત 4-6 લેન હાઈ-વે, જંગલ આધારિત ઈન્ડસ્ટ્રીમાં રોજગારની તકો અને આદિવાસી સાંસ્કૃતિક સર્કિટ (પાલ દઢવાવ – સ્ટેચ્યૂ ઑફ યુનિટી – શબરી ધામ)નું નિર્માણ
- આદિવાસી ક્ષેત્રોમાં દરેકને સર્વોત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી 8 મેડિકલ અને 10 નર્સિંગ/પેરા મેડિકલ કોલેજોની સ્થાપના
- અંબાજીથી ઉમરગામ સુધી ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર’ બનાવાશે.
- આદિવાસી યુવાઓને રોજગારી પૂરી પાડવા 8 GIDCની સ્થાપના
- ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થામાં પ્રવેશ મેળવનાર આદિવાસી વિદ્યાર્થીને ₹50,000નું પ્રોત્સાહન અનુદાન આપીશું
- આદિવાસી તાલુકાઓમાં 50 ‘મોતીલાલ તેજાવત ઈન્ક્યુબેટર્સ’ની સ્થાપના
- આદિવાસી વિસ્તારોમાં નવા 50 મોબાઈલ મેડિકલ હેલ્થ યુનિટ્સ જોડીશું, જે સતત ઉત્તમ સારવાર પૂરી પાડશે
વ્હાલી દીકરી યોજના તેમજ મહિલા માટે વિશેષ જાહેરાત
- KG થી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ
- ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ
- વ્હાલી દીકરી યોજના અંતર્ગત નાણાકીય સહાય વધારીને ₹1.50 લાખનો વધારો
- આગામી 5 વર્ષમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ
- અગ્નિવીર તરીકે ભરતી થનારી મહિલાને રૂ.50,000ની વન ટાઈમ ગ્રાન્ટ
- 100% પ્રસૂતિ દવાખાનામાં થાય તે સુનિશ્ચિત કરવાનો વાયદો સગર્ભા સ્ત્રીઓ માટેની ખાસ 200 એમ્બ્યુલન્સનો વધારો
પ્રદૂષણ ઘટાડવા ઇ બસ ઉપર મૂક્યો ભાર
- પ્રદૂષણ ઘટાડવા માટે GSRTCની 50% બસો LNG અને હાઇડ્રોજન ઈંધણ પર ચલાવીશું
- નાના શહેરો અને ગામડાઓને નજીકનાં શહેરી કેન્દ્રો સાથે જોડવા માટે 1,000 ઈ-બસોનો કાફલો વિકસાવીશું.
- વ્હીકલ સ્ક્રેપેજ અને ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રમાં રહેલા આપણાં સામર્થ્યનો ઉપયોગ કરીને ગુજરાતને ભારતનું રિસાયક્લિંગ હબ બનાવવાનો વાયદો
EWS વેલફેર બોર્ડની રચના અંગે જાહેરાત
- EWS વેલફેર બોર્ડની રચના કરીશું જે શિક્ષણ અને ભરતીમાં નિયમોની દેખરેખ કરશે અને EWS વર્ગોના કલ્યાણ માટે કામ કરશે.
- નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના’ હેઠળ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી નાણાકીય સહાયને ડબલ કરવાનો વાયદો
મેડિકલ ટૂરિઝમ પોલિસી માટે વિશેષ જાહેરાત
- ‘મેડિકલ ટૂરિઝમ પોલિસી’ લોન્ચ કરવાનું આયોજન
- જેનાથી મેડિકલ વેલ્યૂ ટ્રાવેલને પ્રોત્સાહન આપવામાં આવશે
- ટૂરિઝમ, ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલ અને હેરિટેજ અભ્યાસ માટે ‘ગરવી ગુજરાત ટૂરિઝમ યુનિવર્સિટી’ બનાવીશું
- 100 કરોડના બજેટ સાથે ગુજરાત ટૂરિઝમ માટે ‘ગ્લોબલ માર્કેટિંગ કેમ્પેન’ લોન્ચ કરીશુ
SC/ST વિદ્યાર્થીઓ માટે વિશેષ જાહેરાત
- SC/ST વિદ્યાર્થીઓ માટે પ્રિ-મેટ્રિક સ્કોલરશિપની રકમ ડબલ કરવાનો વાયદો
- 50 નવી સમરસ હોસ્ટેલ બાંધવાનો વાયદો
ભાજપના સંકલ્પ પત્રમાં અન્ય મહત્વના વાયદાઓ આ મુજબ છે
10,000 કરોડના રોકાણ સાથે ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષનું નિર્માણ સિંચાઈ સુવિધાઓનું વિસ્તરણ 25,000 કરોડના ખર્ચે ગુજરાતના સમગ્ર સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ
દેશના પહેલા પરિક્રમા પથનું નિર્માણ
સમગ્ર ગુજરાતને આવરી લેતો 4-6 લેનનો પથ સાઉથ ઈસ્ટર્ન હાઈ-વે (1,630 કિ.મી.)
સિવિલ એવિએશનમાં No.1 બનશે ગુજરાત – સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરીશું
રૂ. 80,000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરુ કરીશું
લાભાર્થીઓને તેમના ખાતામાં સીધી સહાય- દેશમાં 100% DBT હેઠળ તમામ સરકારી યોજનાઓને આવરી લેનારું ગુજરાતને પ્રથમ રાજ્ય બનાવીશું પોલીસ ફોર્સનું આધુનિકીકરણ- રૂ 1,000 કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સને સશક્ત કરવામાં આવશે .
FDI ક્ષેત્રે No.1નું સ્થાન- ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી વાળું રાજ્ય બનાવવાનો સંકલ્પ આગામી 5 વર્ષમાં ₹5 લાખ કરોડનું વિદેશી રોકાણ લાવીશું
ડિફેન્સ અને એવિએશન મેન્યુફેક્ચરિંગ હબ -ગુજરાતના ધોલેરામાં દેશનો પ્રથમ એવિએશન પાર્ક વડોદરામાં એરક્રાફ્ટ પ્રોડક્શન યુનિટ બનશે.
મેટ્રો પ્રોજેકટને વેગ અને સુરતમાં મેટ્રો પ્રોજેક્ટને વેગ આપીશું, રાજકોટ અને વડોદરામાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરીશું
ગૌશાળા અપગ્રેડ કરવા માટે ₹500 કરોડની ફાળવણી
સી ફૂડ પાર્કનું નિર્માણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં
100ની ક્ષમતાવાળું એક એવા 50 રેનબસેરાનું નિર્માણ જેથી શહેરી બેઘર લોકોને આશ્રય મળી શકે