Gujarat Election 2022 : બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરના રોજ 93 બેઠક પર મતદાન, 833 ઉમેદવારો મેદાનમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 10:57 PM

Gujarat Vidhansabha Election : બીજા તબક્કાના મતદાનને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એક તરફ ભાજપ સત્તા કાયમી રાખવા, તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ ફરી ગુજરાતનો ગઢ જીતવા અને આમ આદમી પાર્ટી પરિવર્તનની આશથી આગળ વધી રહી છે.

Gujarat Election 2022 :  બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરના રોજ 93 બેઠક પર મતદાન, 833 ઉમેદવારો મેદાનમાં

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત થયા છે . જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. આ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Dec 2022 09:13 PM (IST)

    Gujarat Election 2022 LIVE : ભાજપના બળવાખોરો જીતી જશે તો પણ પક્ષમાં ફરી સ્થાન નહીં મળે : સી.આર. પાટીલ

    ભાજપના બળવાખોરો જીતી જશે તો પણ પક્ષમાં ફરી સ્થાન નહીં મળે” આ નિવેદન આપ્યું છે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે. સીઆર પાટીલે બળવાખોરને ચેતવણી આપતા કહ્યું કે, ભાજપ શિસ્તબદ્ધ પક્ષ છે, અશિસ્તતા ક્યારેય ચલાવી નહીં લઈએ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં વિરોધમાં જનાર 3-4 લોકો જીત્યા પરંતુ અમે તેમને પક્ષમાં લીધા નથી. આ ચૂંટણીમાં પણ બળવાખોરો જીતે તેવી કોઈ શક્યતા નથી, પરંતુ જીતે તો પણ અમે તેને પાછા લેવા તૈયાર નથી.

  • 03 Dec 2022 07:50 PM (IST)

    Gujarat Election 2022 LIVE : અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત, પાર્ટીઓએ લગાવેલા બેનર-હોર્ડિંગ તંત્ર દ્વારા દૂર કરાયા

    અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. તેમજ 05 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેના પગલે મોડી સાંજ સુધી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લાગેલા હોર્ડિંગ અને બેનર દૂર કરવામાં આવી રહ્યા છે.જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. આ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં.

  • 03 Dec 2022 07:03 PM (IST)

    Gujarat Election 2022 LIVE : બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર 13,319 મતદાન મથકો પરથી વેબ કાસ્ટીંગ કરાશે

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે થવાનું છે.બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે.ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે.બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે.મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે.37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે.સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે.એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે.તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે..

  • 03 Dec 2022 05:46 PM (IST)

    Gujarat Election 2022 LIVE : બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ, મતદાન મથકમાં મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. આ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં

  • 03 Dec 2022 05:25 PM (IST)

    બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચની તૈયારી, 1 લાખ 13 હજાર કર્મચારીઓ રહેશે ખડેપગે

    બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે તૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કામાં કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો  37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. 40 હજાર 66 જેટલા VVPAT પણ ઉપયોગ કરવામાં આવશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે જંગ જામશે. 2.51 કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

  • 03 Dec 2022 04:59 PM (IST)

    ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત

    ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત થયા છે . જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. આ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં.

  • 03 Dec 2022 04:51 PM (IST)

    બીજા તબક્કામાં પણ લોકો ભાજપને જ પસંદ કરશે: સી આર પાટીલ

    ગાંધીનગરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બીજા તબક્કામાં જંગી મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે. સી આર પાટીલે  પ્રથમ તબક્કામાં મતદાન કરવા બદલ જનતાનો આભાર માન્યો હતો. સાથે જ દાવો કર્યો હતો કે બીજા તબક્કામાં પણ લોકો ભાજપને જ પસંદ કરશે.

  • 03 Dec 2022 04:29 PM (IST)

    મતદાન જાગૃતિ માટે મહેસામાના પેટ્રોલ પંપ માલિકનો અનોખો પ્રયાસ

    મતદાન જાગૃતિ માટે મહેસાણામાં એક પેટ્રોલ પંપના સંચાલકે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. 5 ડિસેમ્બરે મતદાનના દિવસે પેટ્રોલ,ડીઝલ અને CNG પૂરાવનારને લીટરમાં એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે પેટ્રોલ પંપના સંચાલકે જાહેરાત કરી છે. પેટ્રોલ ભરાવા આવનાર વ્યકિતને મતદાન કર્યાનું આંગળી પર નિશાન બતાવવું પડશે. તો જ પેટ્રોલ, CNG અને ડીઝલમાં સંચાલક ગિરીશ રાજગોર ડિસ્કાઉન્ટ આપશે.

  • 03 Dec 2022 03:43 PM (IST)

    અમદાવાદઃ જમાલપુરમાં મત માટે ઓવૈસીની ભાવુક અપીલ

    મતદારોને આકર્ષવા માટે માટે નેતાઓ કોઈપણ હદે જઈ શકે છે. જાહેરમાં આક્રોશિત થવાની સાથે-સાથે રડવાનું પણ ચૂકતા નથી. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પણ અમદાવાદના જમાલપુરમાં સભા સંબોધતી વખતે રડી પડ્યા. તેમણે ભાવુક થઈને AIMIMના ઉમેદવાર સાબિર કાબલીવાલાને મત આપવા અપીલ કરી. ઓવૈસીએ અલ્લાહ પાસે ભીખ માગતા કહ્યું કે- તે સાબિરને ધારાસભ્ય બનાવી દે જેથી જિંદગીમાં ફરીથી કોઈ બિલ્કિસને ન જોઈ શકીએ અને કોઈ બાળકને ચોકમાં લાવીને લાતો મારીને તેનું અપમાન ન થાય. સાંભળો ઓવૈસીએ રડતા-રડતા શું કહ્યું.

  • 03 Dec 2022 02:59 PM (IST)

    વડોદરા: અંતિમ તબક્કામાં કેતન ઇનામદારની જંગી રેલી

    વડોદરાની સાવલી બેઠક પર ભાજપના ઉમેદવારે બીજા તબક્કા માટે પ્રચાર કર્યો. અંતિમ તબક્કામાં કેતન ઇનામદારની જંગી રેલી યોજાઇ. સાવલી ડેસરના સમગ્ર વિધાનસભા વિસ્તારને આવરી લે તે પ્રમાણે રેલી યોજવામાં આવી. કેતન ઇનામદારે જણાવ્યુ કે 50 હજારથી વધુ મતોથી તેમની જીત થશે.

  • 03 Dec 2022 02:41 PM (IST)

    ખેડામાં યોગી આદિત્યનાથે કર્યો પ્રચાર

    ગુજરાતના ખેડામાં ભાજપનો પ્રચાર કરતાં યોગી આદિત્યનાથે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર સવાલ ઉઠાવ્યા. યોગીએ જનતાને પુછ્યું કે શું કૉંગ્રેસ કે આપ પાર્ટી રામ મંદિરનો મુદ્દો ઉકેલી શકતી હતી, શું તેઓ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી શકતા. શું તેઓ રોજગારી આપી શકવાના છે, તો પછી તેમના પર ભરોસો કેમ મુકવાનો, યોગીએ જનતાને 8 ડિસેમ્બરે ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનાવવા માટે અપીલ કરી. યોગી આદિત્યનાથે કહ્યું કે આસ્થાનું સન્માન અને સુરક્ષાની ગેરેન્ટી માત્ર ભાજપ આપી શકે છે.

  • 03 Dec 2022 02:28 PM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : CM ભૂપેન્દ્ર પટેલે રોડ- શો દરમિયાન એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો

    પ્રચારના અંતિમ દિવસે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રોડ -શો દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો. ગોતા વસંતનગર પાસે મુખ્યપ્રધાને રોડૃ શો દરમિયાન એમ્બ્યુલન્સને જવા રસ્તો આપ્યો હતો.

  • 03 Dec 2022 02:21 PM (IST)

    Gujarat Election 2022 : કલોલમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો રોડ શો

    ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક જીતવા ભાજપ છેલ્લી ઘડીએ પણ પ્રચારમાં પૂરું જોર લગાવી રહી છે. કલોલમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો રોડ શો યોજાયો.  ભાજપના ઉમેદવાર બકાજી ઠાકોર માટે હર્ષ સંઘવીએ પ્રચાર કર્યો. આપને જણાવી દઈએ કે,છેલ્લી 3 ટર્મથી કલોલ બેઠક પર કોંગ્રેસનો દબદબો છે.  કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવા ભાજપના દિગ્ગજ નેતાઓનો પ્રચાર માટે ઉતર્યા છે.

  • 03 Dec 2022 02:15 PM (IST)

    કલોલ બેઠક અમે રેકોર્ડબ્રેક મતોથી જીતીશું : અર્જુન મોઢવાડિયા

    અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કલોલ બેઠક પર પોલીસ પરેશાન કરતી હોવાના આક્ષેપ કર્યા હતા. અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતા કહ્યું કે, સરકારનો હાથો બનીને કામ ન કરો. કોંગ્રેસની સરકારમાં સરનામા ન બદલાય એટલી મર્યાદા રાખો. સાથે જ દાવો કર્યો હતો કે, કલોલ બેઠક અમે રેકોર્ડબ્રેક મતોથી જીતીશું.

  • 03 Dec 2022 02:13 PM (IST)

    પ્રથમ તબક્કાના મતદાનમાં કોંગ્રેસને 65 બેઠકો મળશે - રઘૂ શર્મા

    બીજા તબક્કાના મતદાનને બે દિવસની વાર છે, ત્યારે પ્રથમ તબક્કામાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. પ્રથમ તબક્કાના મતદાન બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ દાવો કર્યો કે, કોંગ્રેસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 89માંથી 65 બેઠકો જીતી રહી છે. જેની પાછળ ઉમેદવાર સહિત રાજ્યના નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓની મહેનત જોવા મળી રહી છે.. ભારત જોડો યાત્રા વચ્ચે પણ રાહુલ ગાંધીએ ગુજરાત ચૂંટણી પર બારીકાઇથી નજર રાખી હોવાનો દાવો રઘુ શર્માએ કર્યો.

  • 03 Dec 2022 02:08 PM (IST)

    Gujarat Election 2022 : સરખેજમાં પૂર્વ ક્રિકેટર મહોમ્મદ અઝહરૂદ્દીને કર્યો પ્રચાર

    અમદાવાદના સરખેજમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહોમ્મદ અઝહરૂદ્દીને પ્રચાર કર્યો. વેજલપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ સાથે મહોમ્મદ અઝહરૂદ્દીને રોડ-શો યોજ્યો. પૂર્વ સાંસદ મહોમ્મદ અઝરૂદ્દીન તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ છે. મહોમ્મદ અઝહરૂદ્દીન વેજલપુર બાદ જમાલપુર-ખાડિયા અને દરિયાપુર બેઠક માટે પણ કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર કરશે.

  • 03 Dec 2022 01:32 PM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : AAP ના ઉમેદવાર મનોજ સોરઠીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

    સુરત AAPના ઉમેદવાર મનોજ સોરઠીયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી  છે.  કરંજ બેઠકના AAPના ઉમેદવાર મનોજ સોરઠીયા વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, EVMનો ફોટો મૂકી ઝાડું ચાલે છે તેવુ લખાણ લખ્યું હતુ. જે બાદ  નોડલ અધિકારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે  અધિકારીની ફરિયાદના આધારે મનોજ સોરઠીયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  • 03 Dec 2022 01:16 PM (IST)

    Gujarat Election 2022 : કોંગ્રેસને ગુજરાતની જનતા જવાબ આપશે - અલ્પેશ ઠાકોર

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ગાંધીનગર દક્ષિણ બેઠકના ભાજપ ઉમેદવાર અલ્પેશ ઠાકોરે  અંતિમ દિવસના પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.  તેણે કહ્યું કે,કોંગ્રેસને ગુજરાતની જનતા જવાબ આપશે.

  • 03 Dec 2022 01:10 PM (IST)

    Gujarat Assembly Election : અમદાવાદમાં મતદાનને લઈ વહીવટી તંત્ર સજ્જ

    5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્ર સજ્જ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ પર મતદાન થશે.  દરેક વિધાનસભામાં 7 સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે..અમદાવાદમાં 11 જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર ડૉ.ધવલ પટેલે કહ્યું કે 4 ડિસેમ્બરે EVM સહિત બુથ પરની સામગ્રી લઈને કર્મચારીઓ જે તે બુથ પર જવા નીકળશે. દરેક બુથ પરના EVM સાથે રિઝર્વ EVM પણ હશે.  મતદાન પૂર્ણ થયા બાદ જે EVMમાં મત પડ્યા હશે તે ઇવીએમને સુરક્ષાકર્મીઓ સાથે રાખી મતગણતરી સેન્ટર પર લઈ જશે.

  • 03 Dec 2022 01:04 PM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 છ AIMIMના ઉમેદવાર સાબિર કાબલીવાલાને જાનથી મારી નાખવાની મળી ધમકી

    વિધાનસભાની બીજા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના કેટલાક ઉમેદવારોએ વિવાદીત નિવેદનબાજી કરી. તો કેટલાક ઉમેદવારો સામે આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી થઈ. તો અમુક ઉમેદવારોને ધમકી મળી છે. અમદાવાદમાં જમાલપુરના AIMIMના ઉમેદવાર સાબિર કાબલીવાલાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

  • 03 Dec 2022 12:40 PM (IST)

    Gandhinagar : ભાજપે ગુજરાતના પરિણામો પહેલા જ શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે. અને બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવશે. જો કે આ પહેલા જ ભાજપે લોકસભા ચૂંટણી 2024 ની તૈયારી શરૂ કરી છે. 5 ડિસેમ્બરે ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. જેમાં તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાગ લેશે તેવી માહિતી મળી રહી છે.

  • 03 Dec 2022 12:23 PM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : CM ભૂપેન્દ્ર પટેલનો મેગા રોડ-શો દ્વારા ઝંઝાવાતી પ્રચાર

    વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ મતદારોને આકર્ષવા અંતિમ ઘડીનો જોરશોરથી ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચેનપુર ગામથી ઓગણજ ગામ સુધી ભવ્ય રોડ-શો કર્યો હતો. જયારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ અરવલ્લીના મોડાસામાં રોડ શો યોજ્યો હતો. તો વડોદરામાં રાવપુરાના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લની બાઈક રેલી યોજાઈ. આ તરફ માંજલપુરમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ યોગેશ પટેલ માટે પ્રચાર કર્યો હતો..બીજી તરફ અમદાવાદના દસક્રોઈના ભાજપના ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલે વિશાળ રોડ શો યોજયો હતો.

  • 03 Dec 2022 11:40 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : સુરત ભાજપના કોર્પોરેટર શરદ પાટીલની અટકાયત

    સુરતમાં ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ વિરુદ્ધ નોંધાયેલી આચારસંહિતા ભંગની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ કોર્પોરેટરની હાલ પોલીસે અટકાયત કરી છે. ભાજપ કોર્પોરેટર શરદ પાટીલે મત આપ્યા બાદ મતદાન કેન્દ્ર પાસે ભાજપને મત આપવાની અપીલ કરતો વીડિયો બનાવ્યો હતો. બાદમાં શરદ પાટીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, શરદ પાટીલ પાંડેસરા વોર્ડ નં. 28ના કોર્પોરેટર છે.

  • 03 Dec 2022 11:30 AM (IST)

    Gujarat Assembly Election : ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની હેરાફેરી વધી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. અને હવે બીજા તબક્કાના મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી પણ વધી છે.અવારનવાર મોટી માત્રામાં વિદેશી દારૂ પકડાઇ રહ્યો છે..ત્યારે ગાંધીનગરના અડાલજમાંથી પણ ફરી વિદેશી દારૂની હેરાફીરનો પર્દાફાશ થયો છે. અડાલજના બાલાપીરની દરગાહ નજીક આવેલા મકાનમાંથી ગાંધીનગર LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે 500 પેટી દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • 03 Dec 2022 11:19 AM (IST)

    Gujarat Election 2 Phase Voting : બીજા તબક્કાની ચૂંટણીમાં આ બેઠકો પર કાંટે કી ટક્કર

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. કુલ 93 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં કેટલીક બેઠક વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.

  • 03 Dec 2022 11:00 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : ઓબીસી CM અંગે કોંગ્રેસના પ્રદેશ પમુખ જગદીશ ઠાકોરે કરી સ્પષ્ટતા

    સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ ઓબીસી મુખ્યપ્રધાન અને ત્રણ નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. જેને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સ્પષ્ટતા કરી છે. તેમણે સત્તાવાર જાહેરાતનો ઈનકાર કર્યો પણ સાથે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતોને સમર્થન પણ આપ્યું. તેમણે કહ્યું કે પાર્ટીએ કોઈ એવો નિર્ણય નથી લીધો અને કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં નથી આવી. પરંતુ લોકશાહીમાં જેના માથા વધારે હોય અને જેનું જનસમર્થન વધારે મળે તેના સીએમ બની શકે. સરકાર બનાવવામાં જે સમાજ સાથે આપે તેના મુખ્યપ્રધાન બને તો કોઈ વાંધો નથી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકો ઓબીસી મુખ્યપ્રધાનની ચર્ચા કરે તેમાં કંઈ ખોટું પણ નથી.

  • 03 Dec 2022 10:52 AM (IST)

    Gujarat Election : મતદારોને આકર્ષવા બોરસદના કોંગ્રેસ ઉમેદવાર નૈતિકતા ભૂલી ગયા

    રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં ભલે આદર્શ આચરણ કે નૈતિકતાની વાતો કરતા હોય, પરંતુ મતદારોને આકર્ષવા કોઈ પણ હદે જઈ શકે છે. આણંદ જિલ્લાના બોરસદમાં કોંગ્રેસના ઉમદેવાર રાજેન્દ્રસિંહ પરમારની સભાના મંચ પર ડાન્સરોએ ઠુમકા લગાવ્યા. બોરસદના દાવોલ ગામે યોજાયેલી સભામાં ડાન્સરોના અશ્લીલ ડાન્સનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સભામાં સામેલ યુવકો અશ્લીલ ડાન્સ પર ચિચિયારીઓ પાડતા હતા. કોંગ્રેસની સભાના મંચ પરથી વાયરલ થયેલા વીડિયોને પગલે અનેક સવાલ ઉભા થયા છે.

  • 03 Dec 2022 10:48 AM (IST)

    Gujarat Vidhansabha Election : ભાજપ ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ એક વીડિયોને કારણે વિવાદમાં ફસાયા

    પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ એક વીડિયોને કારણે વિવાદમાં ફસાયા છે. ભાજપના ઉમેદવાર ખુલ્લેઆમ લોકોને બોગસ મતદાન કરવાની વાત કરી રહ્યાં છે. લોકોને બોગસ મતદાન કરવા અપલી કરતો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ એક જાહેર સભા સંબોધતા મતદારોને ખુલ્લેઆમ કહી રહ્યાં હતા કે, બુથની અંદર બોગસ કરો, કે જે કરો તે, તમારા કેટલા વોટ છે, તે 3000 વોટ પાડી જ દેવાના છે, પરિણામ નક્કી જ છે. Tv9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

  • 03 Dec 2022 10:04 AM (IST)

    Gujarat Vidhansabha Election : પ્રચારના અંતિમ દિવસે અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ-શો

    અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલનો પ્રચારના અંતિમ દિવસે ભવ્ય રોડ-શો આયોજિત કરવામાં આવ્યો છે. ચેનપુર ગામથી CM ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો શરુ થયો. આ રોડ શો ઓગણજ ગામ સુધી યોજવામાં આવ્યો છે. ભવ્ય રોડ શોમાં સીએમે ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યુ. રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળી રહ્યા છે.

  • 03 Dec 2022 10:01 AM (IST)

    Gujarat Election 2022 Live : ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ

    સુરતમાં ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ છે. ભાજપ કોર્પોરેટર શરદ પાટીલે મત આપ્યા બાદ મતદાન કેન્દ્ર પાસે ભાજપને મત આપવાની અપીલ કરતો વીડિયો બનાવ્યો હતો. શરદ પાટીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે શરદ પાટીલ પાંડેસરા વોર્ડ નં.28ના કોર્પોરેટર છે.

  • 03 Dec 2022 09:56 AM (IST)

    ભાજપ ઉમેદવાર મુકેશ પટેલને પૂર્વ DY CM નીતિન પટેલ કરતા વધુ મતે જીતાડજો - પરૂષોત્તમ રૂપાલા

    કેન્દ્રીય પ્રધાન પરૂષોત્તમ રૂપાલાએ મહેસાણામાં સભાને સંબોધતા ભાજપ ઉમેદવાર મુકેશ પટેલને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કરતા વધુ મતે જીતાડવા આહવાન કર્યું.  રૂપાલાએ નર્મદા યોજના અને મેધા પાટકર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. રૂપાલાએ કહ્યું કે નર્મદા યોજનાની માગણી કરતું પોસ્ટકાર્ડ પણ કોંગ્રેસના કોઈ નેતાએ લખ્યું નથી. ગુજરાત અને નર્મદા યોજના વિરોધી કોંગ્રેસને જનતા બરાબર પાઠ ભણાવે તેવી રૂપાલાએ અપીલ કરી.

  • 03 Dec 2022 09:53 AM (IST)

    Gujarat Election 2022 : નેતાથી લઇને અભિનેતા ભાજપ માટે ઝંઝાવાતી પ્રચાર કરશે

    છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપ એડીચોટીનું જોર લગાવશે. નેતાથી લઇને અભિનેતા ભાજપ માટે ઝંઝાવાતી પ્રચાર કરશે. આજે ભાજપના પ્રચંડ પ્રચારની શરૂઆત CM ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયામાં રોડ શોથી થશે. બાદમાં દિવસભર યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી, પરષોત્તમ રૂપાલા અભિનેતા મનોજ જોષી અને ફિરોજ ઈરાની રોડ શો, જાહરે સભા કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરશે. યોગી આદિત્યનાથ ધોળકા, ખેડા, ખંભાતમાં પ્રચંડ સભા સંબોધશે. તો સ્મૃતિ ઈરાની મેઘરજ અને સિદ્ધપુરમાં રોડ શો કરશે. પરષોત્તમ રૂપાલા ધાનેરા, કવાંટ, બોરસદમાં જંગી સભા યોજશે તો હર્ષ સંઘવી કલોલમાં રોડ શો કરશે. આ સાથે અભિનેતા મનોજ જોશી અને ફિરોજ ઈરાની અનુક્રમે નિકોલ અને સાબરકાંઠામાં રોડ શો યોજી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે.

Published On - Dec 03,2022 9:47 AM

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">