Gujarat Assembly Election 2022 : સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલને તાત્કાલિક દિલ્હી ભાજપ હાઇ કમાન્ડનું તેડું, વિધાનસભા ચૂંટણીને લઇને મંથન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) ભાજપ દ્વારા તૈયારીઓ આખરી તબક્કા છે. જેમાં આજે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જ્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર શકે છે. જેમાં ગુજરાતના ઓકટોબર માસના અંતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે.

Gujarat Assembly Election 2022 : સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલને તાત્કાલિક દિલ્હી ભાજપ હાઇ કમાન્ડનું તેડું, વિધાનસભા ચૂંટણીને લઇને મંથન
Gujarat CM Bhupendra Patel And CR PaatilImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 9:50 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) ભાજપ દ્વારા તૈયારીઓ આખરી તબક્કા છે. જેમાં આજે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જ્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર શકે છે. જેમાં ગુજરાતના ઓકટોબર માસના અંતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે. જેના પગલે પાર્ટી હાઈકમાન્ડે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)  અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને(CR Paatil)  દિલ્હી ખાતે પીએમના નિવાસસ્થાને તાકીદની બેઠક માટે બોલાવ્યા છે. જ્યારે બંને સાંજે 6 વાગ્યાની ફ્લાઈટથી દિલ્હી જવા રવાના થયા.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દિલ્લીમાં પાર્ટી હાઈકમાન્ડ સાથે બેઠકનો દૌર ચાલી રહ્યો છે. જેમાં અમિત શાહ, જે.પી નડ્ડા સહિત PM મોદી સામેલ છે અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની છેલ્લી ઘડીની તૈયારીઓ અંગે મંથન કરાઈ રહ્યું છે. જેમાં આગામી દિવસોમાં પીએમ મોદીના અનેક કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું છે. તેમજ ડિફેન્સ એક્સપો પણ યોજવવાનો બાકી છે. જેના પગલે ચૂંટણી મોડી યોજાઇ તેવી શકયતા છે.

મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી વિધાનસભાની  ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ  દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.  આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765  મતદારો નોંધાયા છે. જેમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738  મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528  જેટલા નવા મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 4  લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.

18થી 19ના યુવાવય જુથમાં 4.61 લાખ મતદાતા

Gujarat Election 2022, Gujarat vidhan sabha Election 2022, Election commission, Total voters, male voters, youth voters

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ગુજરાત ચૂંટણી 2022, ગુજરાત વિધાન સભા ચૂંટણી 2022, ચૂંટણી પંચ, કુલ મતદારો, પુરુષ મતદારો,

ભારતના ચૂંટણી પંચ દ્વારા જૂન 2022માં જાહેર કરવામાં આવેલા મતદાર યાદી સબંધી સુધારાઓ અન્વયે જાહેર કરવામાં આવેલી લાયકાતની ચાર તારીખોને કારણે હવે યુવાનો માટે મતદાર બનવાનું આસાન થયું છે. નવા સુધારાઓ સાથે તા.12 મી ઓગસ્ટ-2022થી11 મી સપ્ટેમ્બર-2022 દરમ્યાન યોજાયેલા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વ્યાપકણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજીને વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નામ નોંધાવે તે માટે ઝુંબેશ હાથ હાથ ધરવામાં આવી હતી.

આખરી મતદારયાદીમાં સમાવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં 18થી 19 વયના જુથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03  લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45  લાખથી વધુ અને 2.57લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.એટલે કે, આ વય જુથમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓએ મતદાર તરીકે વધુ નોંધણી કરાવી છે.

દિવ્યાંગ મતદાતાઓ માટે બનાવી ખાસ એપ

કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે અને  ભારતના ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારો માટે  PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાની માહિતી આપીને   મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.

સુધારેલા મતદાર કાર્ડ પહોંચાડવાની કામગીરી બનાવવામાં આવી ઝડપી

મતદારયાદીમાં નામ નોંધાવનાર નવા મતદારો સહિત જે મતદારોએ મતદારયાદીમાં પોતાની વિગતોમાં સુધારા કરાવ્યા છે તે તમામને નવા અને સુધારેલા મતદાર ઓળખ પત્ર (EPIC) પહોંચાડવાની કામગીરી હાલમાં વેગીલી બનાવવામાં આવી છે. તેમજ  લાયકાત ધરાવતો કોઇ મતદાર, મતદાન કર્યા વગર ના રહે અને ચૂંટણી પ્રક્રિયામાં સમાજના તમામ વર્ગોની સહભાગિતા વધે તે માટે અને તે દ્વારા આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી દ્વારા વિવિધ સરકારી તથા બિન-સરકારી સંસ્થાઓ સાથે MoU પણ કરવામાં આવી રહ્યાં છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">