GONDAL Election Result 2022 LIVE Updates : ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપના ગીતાબા જાડેજાની 43 હજારથી વધુ મતથી જીત, કોંગ્રેસના યતીશ દેસાઈની હાર
GONDAL Election Result 2022 LIVE Updates : વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા અને કોંગ્રેસમાંથી અર્જૂન કટારિયાને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના ગીતાબા જાડેજાની જીત થઈ હતી. ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપના ગીતાબા જાડેજાની 43 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના યતીશ દેસાઈની હાર થઈ છે.

ગુજરાતની ગોંડલ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022 ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપના ગીતાબા જાડેજાની 43 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના યતીશ દેસાઈની હાર થઈ છે. ગોંડલ બેઠક પર કોંગ્રેસે યતિશભાઇ દેસાઇને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. એફિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે, તેઓ 54 વર્ષની ઉંમર ધરાવે છે. તેમણે બીકોમ, એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે જંગમ મિલકત રૂપિયા 2,39,20,920.75 છે. આ બેઠક પર ભાજપે ગીતાબેન જયરાજસિંહ જાડેજાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તેમની ઉંમર 54 વર્ષ અને તેમને એસએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે કુલ જંગમ મિલકત 46,23,223.16 છે. આ બેઠક પર આપના ઉમેદવાર નિમિષાબેન ખૂંટ છે. તેમની ઉંમર 44 વર્ષ અને બીએસસી(કેમેસ્ટ્રી), એલએલબીની ડિગ્રી મેળવેલી છે. તેમની પાસે કુલ જંગમ મિલકત 11,03,166 રૂપિયા છે.
વિધાનસભા ચૂંટણી 2022 ગોંડલ બેઠકના વિવિધ પક્ષના ઉમેદવાર
ભાજપ- ગીતાબેન જાડેજા
કોંગ્રેસ- યતિશ દેસાઇ
આપ-નિમીષા ખુંટ
વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા અને કોંગ્રેસમાંથી અર્જૂન કટારિયાને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના ગીતાબા જાડેજાની જીત થઈ હતી. ગોંડલ વિધાનસભા બેઠક (Gondal seat) પણ અગત્યની ગણી શકાય છે. આ બેઠક હાલ ભાજપ પાસે છે. ગીતાબા જાડેજા ગોંડલના ધારાસભ્ય છે. આ બેઠક હેઠળ ગોંડલ તાલુકો અને દડવા હમીરપરા, કરમલ કોટડા સહિતના વિસ્તારો આવે છે. છેલ્લી બે ટર્મથી આ બેઠક ભાજપના હાથમાં છે.
ગોંડલ બેઠક પર રાજકીય-જાતિવાદ સમીકરણ
ગોંડલ બેઠક પર મતદારોમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, દલિત અને લધુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી કોળી 5 ટકા, લેઉવા પટેલ 40 ટકા, દલિત 10 ટકા, લધુમતી 10 ટકા, કડવા પટેલ 5 ટકા, ક્ષત્રીય 10 ટકા અને અન્ય 20 ટકા છે.
ગોંડલ બેઠક પર મતદારો
પુરુષ મતદારો-1, 17,308 મહિલા મતદારો-1,09,371 અન્ય -8 કુલ મતદારો- 2,26,687
ગોંડલ બેઠક પર રાજકીય પક્ષોનું ગણિત ?
આગામી 2022 વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક પર રાજકીય પક્ષોએ કયા મતદારો અને કયું ગણિત ભારે પડી જશે કે પછી કઈ બાબતે ફાયદો થશે તેનો ક્યાસ કાઢવાનું શરૂ કરી દીધું છે. આંકડા મુજબ ગોંડલ વિધાનસભા બેઠક પર કુલ 212789 મતદારો છે.
સૌથી વધુ સંવેદનશીલ બુથ મથકો ધરાવે છે ગોંડલ બેઠક
સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ સંવેદનશીલ બુથ મથકો ગોંડલ વિધાનસભા બેઠકમાં છે. 2017ની ચૂંટણી સમયે ચૂંટણી અધિકારી દ્વારા વિધાનસભા બેઠકના 235 મતદાન મથકો પૈકી 44 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: