કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો 1 મેના રોજનો ગુજરાત પ્રવાસ રદ, દાહોદની આદિવાસી રેલીમાં હાજરી નહીં આપે

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ 1મેના રોજ ગુજરાત પ્રવાસે (Gujarat visit) આવવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. જો કે રાહુલ ગાંધીએ હવે આ પ્રવાસ રદ કર્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો 1 મેના રોજનો ગુજરાત પ્રવાસ રદ, દાહોદની આદિવાસી રેલીમાં હાજરી નહીં આપે
Rahul Gandhi (ફાઈલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 3:48 PM

કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ થયો છે. ગુજરાતના (Gujarat) સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત કોંગ્રેસે આમંત્રણ આપ્યું હતું, 1 મે એ દાહોદ (Dahod) ખાતે આદિવાસી રેલીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યુ હતુ. કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનું (Rally) આયોજન કરાયું હતુ. ગુજરાત કોગ્રેસના નેતાની હાજરીમાં જ આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલી યોજાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)જીતવા માટે તમામ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. કેન્દ્રના મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક પછી એક ગુજરાત પ્રવાસ વધી ગયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પણ 1મેના રોજ ગુજરાત પ્રવાસે આવવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. જો કે રાહુલ ગાંધીએ હવે આ પ્રવાસ રદ કર્યો છે. રાહુલ ગાંધીનો 1 મેના રોજ વિદેશ પ્રવાસ હોવાથી આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ એક પછી એક રણનીતિ ઘડી રહ્યુ છે. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પણ ગુજરાત પ્રવાસનું આયોજન કર્યુ હતુ. 1 મેના રોજ રાહુલ ગાંધીએ ગુજરાતમાં દાહોદમાં કોંગ્રેસની બેઠક યોજવાનું નક્કી કર્યુ હતુ. દાહોદમાં રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ સંગઠનના નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરવાના હતા. જો કે હવે કોંગ્રેસ નેતાઓની હાજરીમાં જ દાહોદમાં આ કાર્યક્રમ યોજાશે.

મહત્વનું છે કે ગુજરાતમાં આદિવાસી વસ્તીની વોટ બેંક પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. આદિવાસી વોટબેંક મેળવવા દાહોદમાં રાજકીય પક્ષો સંમેલન અને સભાઓ કરાવાનું આયોજન બનાવી રહ્યા છે. 20 એપ્રિલે વડાપ્રધાન મોદી દાહોદમાં સંમેલન કરી ચુક્યા છે. જે બાદ કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ દાહોદમાં જ કોંગ્રેસની બેઠક કરવાની યોજના બનાવી હતી. ત્યારે હવે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને પગલે ગુજરાતના સ્થાનિક નેતાઓ જ આ કાર્યક્રમને આગળ વધારશે.

આ પણ વાંચોઃ ગુજરાતની આ સહકારી બેંક સહીત ત્રણ બેંકોને RBI એ લાખોનો દંડ ફટકાર્યો, શું ગ્રાહક તરીકે તમારા ઉપર પડશે કોઈ અસર?

આ પણ વાંચોઃ Jamnagar: આયુર્વેદિક દવાઓ અને પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોત, તો દેશમાં કોરોનાને નિયંત્રિત કરવું મુશ્કેલ સાબિત થાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">