હાર્દિક પટેલે રાજકારણ છોડી દેવુ જોઈએઃ ટીવી9 ડિજિટલના સર્વેમાં ખુલાસો
Hardik Patel: 2017માં પાટીદાર અનામત આંદોલનથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચમકી ઉઠેલા યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel) આજે ભલે કોંગ્રેસમાં હોય, પરંતુ તે કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હોય તેવો સુર વ્યક્ત કર્યો છે. જો કે હાર્દિક પટેલે પોતાની નારાજગી અંગે ખુલીને સ્પષ્ટ રીતે હજુ સુધી પ્રકાશ પાડ્યો નથી.
ગુજરાત (Gujarat) કોંગ્રેસ (Congress) વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખોડલધામના નરેશ પટેલ (Naresh Patel) જેવા મજબૂત અને લોકપ્રિય પાટીદાર નેતાને પોતાના પક્ષ તરફ આકર્ષવા માટે સતત પ્રયાસ કરી રહ્યુ છે. ત્યારે બીજી બાજુ 2017માં પાટીદાર અનામત આંદોલનથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચમકી ઉઠેલા યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel) આજે ભલે કોંગ્રેસમાં હોય, પરંતુ તે કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હોય તેવો સુર વ્યક્ત કર્યો છે. જો કે હાર્દિક પટેલે પોતાની નારાજગી અંગે ખુલીને સ્પષ્ટ રીતે હજુ સુધી પ્રકાશ પાડ્યો નથી. પરંતુ રાજકારણમાં જે રીતે સાંકેતિક ઈશારો કરીને વાત કરવામાં આવે છે તે રીતે હાર્દિક પટેલે ભાજપના મ્હોફાટ વખાણ કરી અને ડીપી બદલી નાખીને જે રીતે કોંગ્રેસમાં નારાજ હોવાના વ્યક્ત કરેલ મતને લઈને ટીવી9 ડિજિટલ દ્વારા એક પોલ લેવાયો હતો.
જે ટીવી9 ગુજરાતીના યુ ટ્યુબ, ફેસબુક અને ટ્વીટર એકાઉન્ટ મારફતે મળેલા મત અનુસાર હાર્દિક પટેલે રાજકારણ છોડી દેવુ જોઈએ તેવો બહુમત પ્રાપ્ત થયો છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાં રહેવુ જોઈએ, ભાજપમાં જવુ જોઈએ, ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પક્ષમાં જોડાવવુ જોઈએ, નવા રાજકીય પક્ષની રચના કરવી જોઈએ કે પછી રાજકારણમાં ના રહેવુ જોઈએ તે પ્રકારે પોલમાં ઓપ્શન આપીને લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકીય માહોલ ખુબ જ ગરમ છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલને આ રાહત મળી છે. હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ અરજી કરી સજાને સ્થગિત કરવાની માગ કરી હતી. જેથી તે હવે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી શકશે.
આ પણ વાંચો: Surat: ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આજે કેસની ટેન્ટેટિવ તારીખ, કોર્ટ નવી તારીખ જાહેર કરી સજાનો હુકમ કરશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો